News Continuous Bureau | Mumbai
જ્યોતિષ શાસ્ત્રમાં વાસ્તુને અનેક ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રમાં સુખ-સમૃદ્ધિ ઘરમાં લાવવા માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમો તમે અનુસરો છો તો જીવનમાં તકલીફો ઓછી પડે છે અને તમને દરેક કામમાં સફળતા મળે છે. તો આવી જ એક વાત છે સાત ઘોડાની તસવીરની..વાસ્તુ અનુસાર સાત ઘોડાની તસવીર ઘરમાં તમે ખોટી દિશામાં અથવા તો ખોટી રીતે લગાવો છો તો તમને અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણો તમે પણ આ તસવીર સાથે જોડાયેલી કેટલીક ખાસ ટિપ્સ વિશે…
આ તસવીર પૂર્વ દિશામાં લગાવો
તમે દોડતા ઘોડાની તસવીર કોઇ પણ દિશામાં લગાવી શકો છો, પરંતુ જો તમે આ તસવીર પૂર્વ દિશામાં લગાવો છો તો શુભ માનવામાં આવે છે અને તમને અનેક કામમાં સફળતા પણ મળે છે.
અલગ-અલગ દિશામાં ભાગતા ઘોડાની તસવીર ના લગાવો
વાસ્તુ અનુસાર તમે તમારા ઘરમાં એવી તસવીર ના લગાવો જે તમને મોટુ નુકસાન પહોંચાડે. તમે તમારા ઘરમાં એવા સાત ઘોડાની તસવીર ના લગાવો જે અલગ-અલગ દિશામાં ભાગતા હોય. આ તસવીર ઘરમાં લગાવવી અશુભ માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો: પહોળા કપાળને કારણે પરેશાન, આ હેરકટ અજમાવો, છુપાવવાની જરૂર નહીં પડે
ઓફિસમાં ક્યારે સાતથી ઓછા ઘોડાની તસવીર લગાવશો નહિં
તમારે ક્યારે પણ ઓફિસમાં અથવા તો બિઝનેસ પ્લેસ પર સાતથી ઓછા ઘોડાની તસવીર લગાવવી જોઇએ નહિં. તમે આ તસવીર લગાવો છો તો વાસ્તુ દોષ ઉતપન્ન થાય છે.
ક્યારે પણ ઘોડાની ગુસ્સાવાળી તસવીર લગાવશો નહિં
તમે તમારા રૂમમાં ઘોડાની તસવીર લગાવવા ઇચ્છો છો તો ખાસ એ વાતનું ધ્યાન રાખો કે તમારે ક્યારે પણ તમારા ઘરમાં ગુસ્સાવાળા ઘોડાની તસવીર લગાવવી જોઇએ નહિં. આ તસવીર લગાવવાથી પરિવારમાં ઝઘડા ઉતપન્ન થાય છે અને તમારા કામો અટકી જાય છે. આ માટે ઘોડાની તસવીર લગાવતા પહેલા ખાસ આ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
આ સમાચાર પણ વાંચો: શું તમારા પણ વાળ વધુ ખરે છે તો ચિંતા ન કરતાં, આજે જ અપનાવો આ ઘરેલુ ઉપચાર