એક મહિના સુધી શુભ પ્રસંગો પર બ્રેક : કમુરતા શરૂ થતા લગ્નની શરણાઈનો સુર સાંભળવા મળશે નહીં

કમુરતા તા. 16મી ડિસેમ્બરે શુભારંભ થશે ઉત્તરાયણ બાદ શુભ મુહૂર્ત દરમિયાન શુભ પ્રસંગો થશે

by kalpana Verat
kamurta starts from friday no auspicious functions for one month

ભારતીય સંસ્કૃતિ મુજબ શુભ પ્રસંગો શુભ મુહૂર્ત દરમિયાન કરવા જોઈએ તેમ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કમુરતા દરમિયાન શુભ અને માંગલિક પ્રસંગો થઈ શકતા નથી, જ્યોતિષ શાસ્ત્ર મુજબ તા. 16મી ડિસેમ્બરને શુક્રવારના રોજ કમુરતાનો શુભારંભ થશે એક મહિના સુધી શુભ અને માંગલિક પ્રસંગોની બ્રેક લાગશે તેમ વિજયનગર તાલુકાના ચિતરીયા ગામના જ્યોતિષ દેવશંકર ભટ્ટએ જણાવ્યું હતું.

16મી ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ધનારક કમુરતાનો શુભારંભ થશે,એક મહિના સુધી શુભ પ્રસંગો થઈ શકશે નહીં,કમુરતા પૂર્ણ થયા બાદ શુભ પ્રસંગો થશે,હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ મુહૂર્ત કરતા પહેલા શુભ મુહૂર્ત,ગ્રહ નક્ષત્રના વક્રી,અસ્ત,ઉદય,સ્તંભ,સ્થિતિ શાસ્ત્રમાં શુભ ચોધડીયા જોયા બાદ જ શુભ પ્રસંગો થાય છે.

આ સમાચાર પણ વાંચો:  વાસ્તુ ટિપ્સઃ સોપારીના આ ઉપાયથી તમને તમારા કરિયરમાં સફળતા મળશે, તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે.

તા.16મી ડિસેમ્બરને શુક્રવારના રોજ 9:59 કલાકે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે ધનારક કમુરતાનો શુભારંભ થશે, તા.14મી જાન્યુઆરી ને શુક્રવારના રોજ (ઉત્તરાયણ) સુધી કમુરતા રહેશે ત્યારે અત્રે ઉલ્લેખનિય છે કે, વેવિશાળ, લગ્ન, ખાતમુહૂર્ત, ઉદ્ધાટન, ગૃહ પ્રવેશ,વાસ્તુ,કાર,જમીન સહિત લઈ શકાશે નહીં તેમજ શુભ પ્રસંગો કરવા માટે શાસ્ત્ર મુજબ એક મહિનાનો સમય યોગ્ય નથી ત્યારે અત્રે ઉલ્લેખનિય છે કે,એક મહિના સુધી શુભ અને માંગલિક પ્રસંગોની બ્રેક રહેશે,લગ્નની શરણાઈના સુર સંભાળાઈ શકશે નહીં,

કમુરતા શરૂ થશે ત્યારે બજારમાં એકંદરે એક મહિના સુધી મંદી નો માહોલ રહેશે , ભારતીય સંસ્કૃતિમાં શુભ મુહૂર્ત નું વિશેષ મહત્વ ૨૧મી સદીના હાઈટેક યુગમાં આજે પણ અંકબધ્ધ છે. જ્યોતિષ શાસ્ત્રમાં શ્રધ્ધા ધરાવતા હિંન્દુઓ કમુરતા દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરતા નથી , જમીન,પ્લોટ,મકાન,કાર,બાઈક ખરીદતા નથી ? શુભ મુહૂર્ત દરમિયાન જ શુભ કાર્યો કરતા હોય છે.ઉત્તરાયણ બાદ પુન :- બજારોમાં તેજીનું આગમન થશે તેમ જાણવા મળેલ છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment