News Continuous Bureau | Mumbai
વાસ્તુ અનુસાર તમારે અનેક નાની-નાની વાતોનું ધ્યાન રાખવું પડે છે. જો તમે આ વાતોને ઇગ્નોર કરો છો તો લાંબા ગાળે પણ નુકસાન થઇ શકે છે. જો કે અનેક લોકોને એમ થાય છે કે આટલી બધી મહેનત કર્યા પછી પરિણામ કેમ સારું મળતુ નથી. અનેક મહેનત કર્યા પછી પણ લોકોને પૈસાની બહુ તકલીફ પડતી હોય છે. આમ, જો તમે ચારેબાજુ સંકટથી ઘેરાઇ ગયા છો તો તમે પણ રાત્રે ઊંઘતી વખતે ઓશિકા નીચે આ વસ્તુઓ રાખીને સુઇ જાવો. આમ કરવાથી તમને અનેક મુશ્કેલીઓમાંથી રાહત થાય છે.
લોઢાની કોઇ વસ્તુ મુકો
તમે જ્યારે રાત્રે સુઇ જાવો ત્યારે તમારા ઓશિકાની નીચે લોઢાની કોઇ પણ વસ્તુ મુકીને સુઇ જાવો. આમ કરવાથી તમારી અનેક તકલીફો દૂર થાય છે. આ સાથે જ તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા બહાર ફેંકાઇ જાય છે અને ધરમાં પોઝિટિવિટી આવે છે.
આ સમાચાર પણ વાંચો : લખી રાખો! 2023માં આ છે લગ્ન કરવા માટેના સૌથી શુભ મુહૂર્ત, જાણો કયો દિવસ રહેશે સૌથી ઉત્તમ…
ભગવાનના કોઇ પણ પુસ્તકને માથા પાસે રાખો
જ્યારે તમે રાત્રે સૂઇ જાવો એ પહેલા ખાસ કરીને હનુમાન ચાલીસા અથવા તો સુંદરકાંડનો પાઠ કરીને સુઇ જાવો. આ પાઠ કરવાથી તમારા મનમાં રહેલો ભય દૂર થાય છે અને તમારામાં તાકાત આવે છે. આ પાઠ કરવાથી તમારામાં એકાગ્રતા આવે છે. તમે જે પણ પાઠ કરો એનું પુસ્તક તમારા માથા પાસે રાખીને સુઇ જાવો.
મૂળો રાખીને સુઇ જાવો
તમને આ વાત જાણીને નવાઇ લાગશે પણ આ હકીકત છે. જ્યારે પણ તમે સુઇ જાવો ત્યારે ઓશિકા નીચે મુળો રાખીને સુઇ જાવો અને પછી આ મૂળો તમારે શંકર ભગવાનના મંદિરમાં જઇને ચડાવી દેવો. આમ કરવાથી રાહુનો પ્રભાવ ધટે છે. આ સાથે જ તમારા ઘરમાં પોઝિટિવિટી આવે છે અને નેગેટિવિટી બહાર ફેંકાઇ જાય છે. આ માટે તમે પણ મૂળો રાખીને સૂઇ જાવો.
Note:- અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી..
Join Our WhatsApp Community