News Continuous Bureau | Mumbai
વાસ્તુ અનુસાર ઘરમાં પણ અનેક નાની-નાની વાતોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. આ વાતનો આપણે ઇગ્નોર કરીએ છીએ તો સમય જતા અનેક તકલીફમાં મુકાવવાનું થાય છે. આમ, જો વાસ્તુ અનુસાર ઘરનું વાસ્તુ સરખા પ્રમાણમાં હોય તો ઘરમાં સુખ-સમુદ્ધિ બની રહે છે અને સાથે પોઝિટિવિટી પણ આવે છે. ઘરમાં સકારાત્મક ઊર્જા અને ખરાબ નજરથી બચાવવા માટે ઘરના મુખ્ય દરવાજા પર આ શુભ વસ્તુઓ લગાવવી ખૂબ જ જરૂરી છે. તો જાણી લો તમે પણ એવી વસ્તુઓ વિશે જે તમારા મુખ્ય દ્રાર પર લગાવો છો તો અનેક સકારાત્મક પ્રભાવ પડે છે.
દેવી લક્ષ્મીની તસવીર
ઘરના મુખ્ય પ્રવેશ દ્રાર પર લક્ષ્મી-કુબેરની તસવીર લગાવવાથી શુભ ફળ મળે છે. માનવામાં આવે છે કે આ તસવીર તમારા ઘરને ખરાબ નજરથી બચાવે છે. આ સાથે જ ઘરમાં પૈસા આવે છે.
ગુડ લક શુભ-લાભ
ઘરને ખરાબ નજરથી બચાવવા માટે ઘરનાં મુખ્ય દ્રાર પર શુભ અને લાભ લખો. માનવામાં આવે છે કે ઘરમાં આ લખવાથી નકારાત્મક ઊર્જા પ્રવેશ કરતી નથી.
આ સમાચાર પણ વાંચો : તમારા ઘરમાં પણ છે આ તસવીર? તો જલદી બહાર કાઢો, નહિં તો આવી શકે છે મોટી મુશ્કેલી
તોરણ લગાવો
ઘરના મુખ્ય દ્રાર પર તોરણ લગાવવું શુભ માનવામાં આવે છે. આ તોરણમાં તમે પીપળાનું તેમજ આસોપાલવનું તોરણ લગાવો છો તો ખૂબ શુભ ફળ મળે છે.
સ્વાસ્તિક
હિન્દુ ધર્મમાં સ્વાસ્તિકનું ખૂબ મહત્વ રહેલું છે. સ્વાસ્તિકને શુભ સંકેત માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર જો તમે મુખ્ય પ્રવેશ દ્રાર પર સ્વાસ્તિકનું ચિહ્ન બનાવો છો તો સૌભાગ્ય અને સમુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આ સાથે જ તમારા ઘરમાં પડતી પૈસાની તકલીફ દૂર થાય છે.
લક્ષ્મીજીના ચરણ
સિંદૂરથી ઘરના મુખ્ય દ્રાર પર માં લક્ષ્મીના ચરણ બનાવો. વાસ્તુ અનુસાર આનાથી ઘરમાં લક્ષ્મી આવે છે અને તમારી અનેક સમસ્યાઓ દૂર થાય છે.
આ સમાચાર પણ વાંચો : Vastu Tips: ઘરમાં કાચનો વાસ્તુ સાથે ખાસ સંબંધ છે, તેને અહીં લગાવવાથી થશે ફાયદો