News Continuous Bureau | Mumbai
વાસ્તુ અનુસાર માનીએ તો ઘરમાં રાખેલી દરેક વસ્તુ પરિવાર પર પોઝિટિવ અને નેગેટિવ ઇફેક્ટ કરે છે. પછી એ ફર્નિચર હોય કે દિવાલ પર લાગેલી ઘડિયાળ હોય. તો આજે અમે કેટલીક એવી તસવીર વિશે વાત કરીશું જે તમારા ઘરમાં લાગેલી હોય છે તો એનાથી નેગેટિવ એનર્જી આવે છે. આ સાથે આ તસવીર તમારા ઘરમાં અનેક મુશ્કેલીઓ ઉભી કરે છે અને આર્થિક તંગી પણ લાવી શકે છે. આમ, જો તમે વાસ્તુ શાસ્ત્રમાં માનો છો તો આજે જ આ વસ્તુઓને ઘરમાંથી બહાર કરી દો.
ડૂબતા સૂરજની તસવીર
ઘરમાં ક્યારે પણ ડૂબતા સૂરજની તસવીર લગાવવી જોઇએ નહિં, કારણકે આ તસવીર તમારા ઘરમાં નેગેટિવિટી લાવે છે અને તમે અનેક આર્થિક રીતે દુખી થાવો છો.
નટરાજની મૂર્તિ અથવા ફોટો
નટરાજ ભગવાન શિવના અવતાર છે, પરંતુ ક્યારે પણ આ તસવીર ઘરમાં લગાવવી જોઇએ નહિં. ભગવાન શિવ જ્યારે ગુસ્સે થતા હતા ત્યારે તેઓ નટરાજરૂપ ધારણ કરતા હતા. એવામાં આ મૂર્તિ ક્રોધિત દર્શાવે છે. આ મૂર્તિ ઘરમાં રાખવાથી શાંતિનો ભંગ થાય છે અને નાણાંકીય તકલીફ પડે છે.
આ સમાચાર પણ વાંચો : Vastu Tips: ઘરમાં કાચનો વાસ્તુ સાથે ખાસ સંબંધ છે, તેને અહીં લગાવવાથી થશે ફાયદો
યુદ્ધની તસવીર
ઘરમાં ક્યારે પણ યુદ્ધની તસવીર લગાવવી જોઇએ નહિં. આ તસવીર તમને ક્રોધિત કરવાનું કામ કરે છે. આ તસવીર લગાવવાથી ઘરમાં નકારાત્મક અસર થાય છે જેના કારણે પરિવારમાં લડાઇ થઇ શકે છે. ખાસ કરીને બેડરૂમમાં આ તસવીર ક્યારે પણ લગાવી જોઇએ નહિં.
તૂટેલું ફર્નિચર
તમારા ઘરમાં તૂટેલું ફર્નિચર હોય તો આજે જ એને કાઢી દો. ઘરમાં ક્યારે પણ તૂટેલું ફર્નિચર રાખવું જોઇએ નહિં. તૂટેલું ફર્નિચર ઘરમાં વાસ્તુ દોષનું કારણ બની શકે છે. આ સાથે જ તમારે અનેક આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તૂટેલા ફર્નિચર સાથે તમારા ઘરમાં કોઇ કાચ તૂટેલો હોય તો એને પણ ફેંકી દેજો. ક્યારે પણ ઘરમાં તૂટેલો કાચ પણ રાખવો જોઇએ નહિં.
આ સમાચાર પણ વાંચો : મની પ્લાન્ટ નહિં, પરંતુ ઘરના મુખ્ય દ્રાર પર લગાવો આ પ્લાન્ટ, ક્યારે નહિં પડે પૈસાની તકલીફ