News Continuous Bureau | Mumbai
આજે રામ નવમી છે. આજના પાવન દિવસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે હનુમાન દાદાને વિશેષ શણગાર કરાયો હતો.

કષ્ટભંજન દેવ સાળંગપુર ખાતે લોકો હનુમાન દાદા દર્શન કરવા તેમજ દૂર દૂરથી પોતાની આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા આવે છે

ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલ સાળંગપુર કષ્ટભંજન દેવનું મંદિર વિશ્વવિખ્યાત છે. આ મંદિર 200 વર્ષથી વધુ જૂનું છે.

આ મંદિરમાં કષ્ટભંજન દેવની મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય ગોપાળાનંદ સ્વામી એ બનાવ્યું હતું. આ મંદિરમાં દરરોજ હનુમાનજીની મૂર્તિને આરતી અને શણગાર કરવામાં આવે છે અને દેશભરમાંથી ભાવિક ભક્તો અહીં માથું ટેકવા અને શ્રીફળ ચડાવવા આવે છે.

હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : નિયમોમાં ફેરફારઃ શેરબજારથી લઈને સોનું ખરીદવા સુધી થશે ફેરફાર, 1 એપ્રિલથી તમારા ખિસ્સા પર પડશે બોજ