News Continuous Bureau | Mumbai
પંચ કેદારમાં ગણાતું ત્રીજું તુંગનાથ મંદિર ઝૂકી રહ્યું છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મંદિર 5 થી 6 ડિગ્રી સુધી નમી ગયું છે અને પરિસરની અંદરની મૂર્તિઓ અને રચનાઓ 10 ડિગ્રી સુધી નમી ગઈ છે.
શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ આ સંબંધમાં ASIને પત્ર મોકલ્યો છે. જેમાં મંદિરનો સંપૂર્ણ અભ્યાસ કરીને તેને વહેલી તકે સાચવવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારે મંદિરના વડા રામ પ્રસાદ મૈથાનીનું કહેવું છે કે 1991માં આવેલા ભૂકંપ અને સમયાંતરે કુદરતી આફતોના કારણે મંદિર પર ભારે અસર પડી છે. વર્ષ 2017-2018માં ASIએ મંદિરના સર્વેક્ષણ માટે ગ્લાસ સ્કેલ પણ લગાવ્યા હતા. હવે વિભાગે એક રિપોર્ટ જારી કરીને કહ્યું છે કે મંદિરમાં ઝુકાવ હશે.
આ સમાચાર પણ વાંચો: Mumbai Attack: મુંબઈ 26/11 આતંકી હુમલાના 15 વર્ષ બાદ મળી મોટી સફળતા, આ આરોપી બિઝનેસમેનને લવાશે ભારત કોર્ટે આપી દીધી મંજૂરી
1991ના ઉત્તરકાશી ભૂકંપ અને 1999ના ચમોલી ભૂકંપની સાથે, 2012ની ઉખીમઠ દુર્ઘટના અને 2013ની કેદારનાથ દુર્ઘટનાએ પણ આ મંદિરને અસર કરી છે. મંદિરની બહારની દીવાલોમાંથી અનેક જગ્યાએ પથ્થરો વિખરાયેલા છે. એસેમ્બલી હોલની હાલત અત્યંત કફોડી બની છે. તેમજ ગર્ભગૃહનો એક ભાગ નમી ગયો છે.
ઉલ્લેખનીય છે કે તુંગનાથને વિશ્વના સૌથી ઊંચા શિવ મંદિરનો દરજ્જો છે. તે આઠમી સદીમાં કટ્યુરી શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે બદરી કેદાર મંદિર સમિતિ (BKTC) ના વહીવટ હેઠળ આવે છે.