News Continuous Bureau | Mumbai
Vastu Tips: એક મધ્યમ વર્ગીય પરિવાર માટે પોતાનું ઘર બનાવવું કોઈ સપનાથી ઓછું નથી. આવી સ્થિતિમાં જ્યારે આ સપનું પૂરું કરવાનો સમય આવે છે ત્યારે તે દરેક નાની-નાની વાતનું ખાસ ધ્યાન રાખે છે. ઓફિસનું નિર્માણ કરાવતી વખતે બરાબર એવું જ થાય છે. તેથી જો તમે ઘર કે ઓફિસ બનાવવા જાવ છો તો બારીની દિશાનું સંપૂર્ણ ધ્યાન રાખો, તો જ તમે સુખી અને શાંતિથી જીવી શકશો. ઉત્તર દિશામાં બારી બનાવવામાં આવે તો શું થાય છે અને તેને આ દિશામાં કેમ બનાવવી જોઈએ એના વિશે જાણીએ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાને સકારાત્મક ઉર્જાવાળી દિશા પણ માનવામાં આવે છે. ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા કહેવામાં આવે છે. આ દિશા તરફ બારી બાંધવાથી ભગવાન કુબેરની કૃપા તમારા ઘર, ઓફિસ, મકાન પર બની રહે છે અને તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી.
આ સમાચાર પણ વાંચો: આજનું આયુર્વેદિક જ્ઞાન : નીલગીરી- અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે નિલગીરીના પાન, જાણો તમામ ફાયદાઓ
વાસ્તુ અનુસાર ઉત્તર દિશામાં બારીઓ બનાવવી સારી છે અને આ બારીઓ દરરોજ અમુક સમય માટે ખોલવી જોઈએ. આના કારણે ઘર અને ઓફિસમાં સકારાત્મક ઉર્જા રહે છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. વાસ્તવમાં ઘરમાં સૂર્યપ્રકાશ અને હવા અને પાણી હોવું ખૂબ જ જરૂરી છે. આશા છે કે આ વાસ્તુ ટિપ્સ અપનાવીને તમને ચોક્કસ ફાયદો થશે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)