News Continuous Bureau | Mumbai
લક્ષ્મી (Elephant) જ્યારે માત્ર દસ વર્ષની હતી ત્યારે પુડુચેરીના પ્રખ્યાત મનાકુલા વિનાયગર મંદિરમાં આવી હતી. ત્યારથી, 33 વર્ષીય હાથણી (died) ની મંદિરમાં આકર્ષક હાજરી છે. બુધવારે, લક્ષ્મી તેના બે મહાવત સાથે મંદિરની બહાર મોર્નિંગ વોક (morning walk) માટે ગઈ હતી. અડધા રસ્તે તે સ્થિર થઇ ગઇ અને પછી જમીન પર ગબડી પડી. થોડી જ વારમાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું.
આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. હજારો લોકો મંદિર (Temple) પાસે પહોંચ્યા અને હાથની ના દર્શન કર્યા. સરકારી નિયમ મુજબ હાથણી (elephant) નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ક્રેન થી હાથણીને ઊંચકવા માં આવી અને જે રીતે મનુષ્યના અંતિમ સંસ્કાર (Last rights) થાય તે રીતે તેના અંતિમ સંસ્કાર માટે તૈયારીઓ કરવામાં આવી. એક રથ બનાવવામાં આવ્યો. તેમજ ઢોલ નગારા સાથે તેના અંતિમ સંસ્કાર કારવામાં આવ્યા. આ અંતિમ સંસ્કારમાં હજારો લોકો સામેલ થયા અને અનેક લોકો રડી રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર મતદાન શરૂ. અહીં જાણો એવી વિગત જે તમને આજના વોટીંગ વિશે ખબર હોવી જોઈએ.
અનેક નેતાઓએ આ હાથણીની મૃત્યુ (Death) પર શોક પ્રગટ કર્યો અને પુડુચેરીના ગવર્નરે શોક સંદેશો બહાર પાડ્યો છે.
#પુડુચેરીના મનાકુલા વિનાયગર મંદિરની 'દિવ્ય' #હાથીણીનું મૃત્યુ; હજારો લોકો #અંતિમસંસ્કારમાં જોડાયા.#Puducherry #Elephant #death #lastrights #viralvideo pic.twitter.com/JR3CAgBOtF
— news continuous (@NewsContinuous) December 1, 2022