News Continuous Bureau | Mumbai
સિંહ ભલે જંગલનો રાજા હોય, વાઘ વિકરાળ હોય, ગેંડાને પોતાની તાકાત પર ગર્વ હોય, પણ હાથીનો મુકાબલો કરવાની ભૂલ કોઈ કરતું નથી. હા, ગજરાજને જોઈને જંગલના તમામ પ્રાણીઓ પોતાનો રસ્તો બદલી નાખે છે. તેનું સૌથી મોટું કારણ છે મહાકાય પ્રાણીનું 6000 કિલો વજન. તેમ છતાં એક ગેંડાએ ભૂલ કરી. રાતના અંધકારમાં હાથીને એકલો જોઈને તે સામે પડકાર ફેંકવા ઊભો રહ્યો. પછી શું હતું, ગજરાજનો ગુસ્સો જોઈને તેને પરસેવો વળી ગયો. હાથી એક ડગલું આગળ વધે તો ગેંડાએ બે ડગલું પાછળ જવું પડ્યું. આ લડાઈનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
RAREST OF RARE SHOTS
Fully grown Rhino, armed with many inches thick solid leather hide & 2 pointed, razor sharp horns, more lethal than a double edged Samurai Sword, takes on an elephant 4 times its size.
Their most spectacular fight doesn’t last long,but leaves awesome, spine… pic.twitter.com/qK72E5fzRn— Harinder S Sikka (@sikka_harinder) June 8, 2023
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તે રાત્રીનો સમય છે. બન્ને જાનવર એકબીજાની સામે આવી ગયા છે. હાથી, ગેંડા તરફ આગળ વધે છે. ત્યારબાદ ગેંડો સીધો હાથી સાથે ટકરાય છે. હાથીની તુલનામાં ખૂબ જ નાનો હોવા છતાં ગેંડામાં કોઈ જ ડર દેખાતો નથી. જોકે બાદમાં ગેંડાએ હાથીથી પછડાટનો સામનો કરવો પડે છે અને ઉભી પુછડીએ ભાગવું પડે છે.
આ સમાચાર પણ વાંચો: દરિયાની અંદર તરવાનો આનંદ માણતો હતો ટૂરિસ્ટ, અચાનક શાર્કે કર્યો હુમલો.. ગુમાવ્યો જીવ.. જુઓ વિડીયો
તસ્કરો નિર્દયતાથી શિંગડા કાપી નાખે છે
એક શિંગડાવાળા ગેંડાનું વજન 1000 કિલોથી વધુ હોય છે. તેમનો ગેરકાયદેસર શિકાર વધી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ગેંડા પરિવારનો માણસો દુશ્મન બની ગયો છે. એક અહેવાલ મુજબ, પૃથ્વી પર દરરોજ લગભગ ત્રણ ગેંડા માર્યા જાય છે. તેમને મારતા પહેલા ક્રૂરતાની હદ વટાવી દેવામાં આવે છે. હા, નશીલા ઈન્જેક્શન આપીને અમાનવીય રીતે તેમના શિંગડા કાપી નાખવામાં આવે છે. આ પછી તેઓ પીડાતા રહે છે.