News Continuous Bureau | Mumbai
થોડા દિવસ અગાઉ સમાચાર આવ્યા હતા કે એક માદા ચિત્તાનું કિડની બીમારીને કારણે મૃત્યુ થયું હતું. જેને કારણે વન્ય પ્રેમીઓમાં ચિંતા હતી.. હવે સારા સમાચાર આવ્યા છે. નાનીબીયાથી 17 મી સપ્ટેમ્બર 2022 ના રોજ ચિત્તા આવ્યા હતા. આ તમામ ચિત્તાઓમાંથી એક માદા ચિત્તાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો છે.
વાઇલ્ડ લાઇફ સંદર્ભેના સૌથી મોટા સમાચાર : આફ્રિકાથી આવેલી માદા ચિતાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો. જુઓ ક્યુટ બચ્ચા નો વિડીયો અને ફોટો. #KunonationalPark #Cheetah #cubs #MadhyaPradesh #animalsinthewild #animals pic.twitter.com/jiDskGS4RM
— news continuous (@NewsContinuous) March 29, 2023
કુનો નેશનલ પાર્ક એ આની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. આ સાથે જ પોતાના સત્તાવાર નિવેદનમાં તેમણે કહ્યું છે કે વાઇલ્ડ લાઇફના ઇતિહાસમાં એક વણાંક આવ્યો છે. જ્યારે અનેક દશકો પછી ભારતમાં ચિત્તા પેદા થયા છે.
આ તમામ બચ્ચા સ્વસ્થ છે અને તેઓ ઘણા ક્યુટ લાગી રહ્યા છે. જુઓ ફોટોગ્રાફ અને વિડિયો.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં સાવરકર મામલે મોટુ ઘમાસાન. સીએમ, ડેપ્યુટી સીએમ સહિત અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પર બદલ્યો ડીપી, પોસ્ટ કરી આ તસવીર