News Continuous Bureau | Mumbai
આજકાલ સોશિયલ મીડિયા પર પ્રાણીઓના અનેક પ્રકારના વિડીયો જોવા મળે છે. તેમાંથી કેટલાક વિડીયો ખૂબ જ મજેદાર હોય છે. પરંતુ કેટલાક વિડિયો એવા પણ હોય છે જેમાં પ્રાણીઓ મુસીબતમાં ફસાયા હોય તેવું જોવા મળે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ચાલતી ટ્રેન અને ઊભેલી ટ્રેન વચ્ચે એક ઘોડો દોડતો જોવા મળી રહ્યો છે.
वो बच गया क्योंकि न मुड़ा और न ही रुका बस भरोसे के साथ दौड़ता गया।
आप भी ऐसे दौड़ते रहिए ज़िंदगी मे कभी ठोकर नही खाइए गा। https://t.co/q4ulidKESK pic.twitter.com/VM96UBZR7d
— IJAZ MULTANI (@ijaz_multani123) November 17, 2022
આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે ઝડપથી દોડતી ટ્રેન વચ્ચે એક ઘોડો ફસાઈ ગયો છે અને તે બે ટ્રેનની વચ્ચે ખૂબ જ ઓછી જગ્યામાં દોડતો જોવા મળે છે. આ વિડીયો જોઈને ભલભલા લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય તેમ છે. જોકે, તે ભાગવામાં સફળ રહ્યો હતો. ટ્રેનમાં સવાર મુસાફરોએ ઘોડાને સલામત રીતે બહાર આવતો જોઈ રાહતનો શ્વાસ લીધો હતો. આ વીડિયો તો એ જીવનના એક બોધપાઠ સમાન છે. જે શીખવે છે કે મુશ્કેલીઓ વચ્ચે ફસાઈને વિચલિત ન થવું, બસ પોતાના પર વિશ્વાસ કરતા રહો અને આગળ વધતા રહો.
આ સમાચાર પણ વાંચો : સરહદ વિવાદ : ભારત-ચીન બોર્ડર પર અચાનક વધી હિલચાલ, એક્શનમાં આવી ભારતીય સેના… લીધા આ પગલાં..
Join Our WhatsApp Community