News Continuous Bureau | Mumbai
પોરબંદરના પાદરમાં મુકામ કરનાર સિંહનું નામકરણ કરવામાં આવ્યું છે. વન્યપ્રાણીપ્રેમીઓએ આ સિંહનું નામ કોલંબસ પાડ્યું છે. પોરબંદરના ઇન્દિરાનગર નજીક હાઇવે થી રતનપર સીમ વિસ્તારમાં સિંહે મુકામ કર્યો છે. સિંહને આ વિસ્તાર માફક આવ્યો છે. અહીંનું વાતાવરણ, પાણી, શિકાર સહિત આસાનીથી લટાર મારી શકે તે માટે દરિયાઈ જંગલ વિસ્તાર સિંહ માટે અનુકૂળ બન્યો છે. આ સિંહને રેડિયો કોલર પણ લગાવી દેવામાં આવ્યું છે. આ સિંહ હવે પોરબંદરનો મહેમાન નહિ પણ પોરબંદરમાં કાયમી વસવાટ કરશે તેવુ લાગે છે ત્યારે આ સિંહને પોરબંદરના આ વિસ્તારમાં 1માસથી વધુનો સમય થયો છે.
આ સમાચાર પણ વાંચો:ભાજપના યુવા ચહેરાઓની જીત, રીબાવા, સંઘવી, હાર્દિક જીત તરફ, જાણો અન્ય નેતાઓના શું છે પરીણામો
પોરબંદરના પાદરમાં મુકામ કરનાર સિંહનું નામકરણ કરવામાં આવ્યું છે. વન્યપ્રાણીપ્રેમીઓએ આ સિંહનું નામ કોલંબસ પાડ્યું છે. પોરબંદરના ઇન્દિરાનગર નજીક હાઇવે થી રતનપર સીમ વિસ્તારમાં સિંહે મુકામ કર્યો છે. વન્યપ્રાણી પ્રેમીઓ દ્વારા સોશ્યલ મીડિયામાં ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને આ સિંહે કાયમી મુકામ કર્યો છે ત્યારે તેના નામ કરણની ચર્ચા ઉઠતા અન્ય સભ્યોએ નામ સૂચવ્યા હતા જેમાંથી આ સિંહને કોલંબસ નામ આપવામાં આવ્યું છે. લોકોમાં સિંહ વિશે જાગૃતિ આવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે તેવું પણ વન્યપ્રાણીપ્રેમીઓ દ્વારા જણાવાયું છે.