News Continuous Bureau | Mumbai
જંગલ સફારી જેટલી મજેદાર છે તેટલી જ ખતરનાક પણ છે. કેટલાક પ્રવાસીઓ ( tourist ) તેમના ઉત્સાહ માં ઘણીવાર જંગલી પ્રાણીઓની ખૂબ નજીક જાય છે. પરિણામે, પ્રાણી પ્રવાસીઓ પર હુમલો કરે છે. આવો જ એક વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ગુસ્સે ભરાયેલા ગેંડાએ ( Rhino ) પ્રવાસીઓથી ભરેલી જીપનો પીછો કરે છે. આ વીડિયો 45 સેકન્ડની કલીપમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક લોકો ( tourist jeeps ) ખુલ્લી જીપમાં ( Kaziranga National Park ) જંગલ સફારી કરી રહ્યા હતા ત્યારે એક ગેંડા તેમની જીપની પાછળ દોડવા લાગ્યો. ડ્રાઈવર જીપ ચલાવવા લાગે છે. જ્યારે જીપમાં બેઠેલા પ્રવાસીઓ ચીસો પાડવા લાગે છે. એક મહિલા એટલી ડરી જાય છે કે તે બૂમો પાડવા લાગે છે. જો ડ્રાઈવરે સમજદારીથી કામ ન કર્યું હોત તો કંઈક અઘટિત બની શક્યું હોત.
This rhino got no chill. A rhino chasing vehicle at Kaziranga. pic.twitter.com/P9F5CXbSC4
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 31, 2022
આ સમાચાર પણ વાંચો : શું ફરી જેલ ભેગા થશે શિવસેના નેતા સંજય રાઉત? આ તપાસ એજન્સીએ કોર્ટમાં દાખલ કરી અરજી..