શું આપે ક્યારેય ચળકતા ચાંદી જેવા રંગનો ઘોડો જોયો છે? ઘોડાની સુંદરતા એવી કે તેના પર નજર પડે તો પણ આંખો ત્યાંથી હટવાનું નામ ન લે. હકીકતમાં આ ઘોડાનું નામ અખાલ ટેકે છે, જે વિશ્વની સૌથી સુંદર ઘોડાની જાતિઓમાંની એક છે. આ ઘોડો મૂળ તુર્કમેનિસ્તાનનો છે, જેની ચમક કોઈ જાજરમાન ઘોડાથી ઓછી નથી.
The Akhal-Teke horse is considered one of the most beautiful horses thanks to its almost metallic coat.
Amazing beautiful! pic.twitter.com/dwB5PjLVqh— The Figen (@TheFigen_) March 18, 2023
અખાલ ટેકે ઘોડાની સુંદરતા અને ચમક કિંમતી ધાતુ જેવી છે. આ ઘોડાને લઈને દુનિયાભરમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો જ્યારે પણ ઘોડાની વાત થશે તો અખાલ ટેકનો ઉલ્લેખ અવશ્ય થશે.
વૈજ્ઞાનિકો દાવો છે કે ઘોડાની આનુવંશિકતાને કારણે તેની ત્વચા ચમકવા સાથે પ્રકાશને પ્રતિબિંબિત કરે છે. આ એક ઉત્સાહી એથલેટિક જાતિ છે જે રમતગમત માટે ઉત્તમ હશે. પરંતુ ચિંતાની વાત એ છે કે આ જાતિના ઘોડાઓની સંખ્યા માત્ર 1250 જ રહી ગઈ છે. ચીનના લોકો તેને “સ્વર્ગના ઘોડા” તરીકે જુએ છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ માટે મોટી ભેટ તૈયાર, કોલાબા-સીપ્ઝ મેટ્રો આ મહિનાના સુધી ઉપલબ્ધ થશે, આ 26 સ્ટેશનો પર ઉભી રહેશે ટ્રેન..