782
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
તાજેતરના સમયમાં, સોશિયલ મીડિયા પર વાઇલ્ડ લાઇફ વીડિયોએ તમામ યુઝર્સનું ધ્યાન આકર્ષિત કર્યું છે. વન્ય પ્રાણીઓની જીવનશૈલી સાથે સંકળાયેલા વાઈલ્ડલાઈફ વીડિયોને કારણે યુઝર્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો મોટાભાગે સૌથી વધુ ભયંકર શિકારીઓ પ્રાણીઓના છે. જેમાં તેઓ નિર્દયતાથી શિકાર કરતા જોવા મળે છે. ત્યારે હાલમાં જ એક હાથીનો એક ક્યૂટ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે અનોખા અંદાજમાં કેળું ખાતા જોવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે હાથીઓ જંગલોમાં મોટા ઘાસ અને ઝાડના પાંદડા ખાય છે. તે જ સમયે, શહેરોમાં દેખાતા હાથીઓ ઘણીવાર ફળો અને શાકભાજી ખાતા જોવા મળે છે. હાલમાં, હાથીના કેળા ખાવાનો વિડીયો આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાથી માણસની જેમ કેળા ખાતા જોવા મળે છે. જેને જોઈને સૌની આંખો પહોળી થઈ ગઈ છે. મોટાભાગના યુઝર્સ તેને ચમત્કાર માની રહ્યા છે.
You Might Be Interested In