News Continuous Bureau | Mumbai
હાલ સુધી આપણે દરેકે કાળા કાગડા જોયા છે, પરંતુ શું તમે ક્યારેય ધોળો કાગડો જોયો છે? પુણેના એક વિસ્તારમાં એકદમ સફેદ કાગડો જોવા મળ્યો છે. કાળા કાગડાઓની વચ્ચે આ સફેદ કાગડો જોઈને લોકો પણ દંગ રહી ગયા હતા. હાલમાં આ સફેદ કાગડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
white crow spotted in #Pune #Maharashtra #viralvideo pic.twitter.com/qRQ8wG6xto
— Sonu Kanojia (@NNsonukanojia) April 10, 2023
વાયરલ વીડિયોમાં સફેદ કાગડો રસ્તાના કિનારે ફરતો જોવા મળી રહ્યો છે. કેટલાકના મતે, આ સામાન્ય દૃશ્ય છે. પરંતુ જેણે આ વિડિયો પહેલીવાર જોયો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયો પુણેના લુલ્લા નગરનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાની માહિતી કેટલાક સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
આ સમાચાર પણ વાંચો :આમ જનતાને મોટી રાહત, જથ્થાબંધ મોંઘવારી 29 મહિનાના તળિયે, જાણો શું થયું સસ્તું..
Join Our WhatsApp Community