પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
આ શરીર પંચાયતન છે. પંચતત્ત્વોનુંઆ શરીર બનેલું છે. એક એક તત્ત્વના એક એક દેવ છે.
આ પંચાયતન પાંચ દેવો-પ્રધાન દેવો નીચે જણાવ્યા પ્રમાણે છે.
પૃથ્વી તત્ત્વ-ગણેશ:-ગણેશની ઉપાસનાથી વિઘ્નોનો નાશ થાય છે.
ગણેશ વિધ્નહર્તા છે. ગણપતિના પૂજનથી તમારા સત્કાર્યમાં વિઘ્ન નહિ આવે.
જળ તત્વ-શિવ:-શિવની ઉપાસના કરવાથી જ્ઞાન મળે છે.
તેજ તત્વ-સૂર્ય:-સૂર્યની ઉપાસના નીરોગી બનાવે છે. સૂર્ય આરોગ્ય આપે છે. આરોગ્યં ભાસ્કરાત્ઈચ્છેત્ ।સૂર્ય પૃથ્વી ઉપર સાક્ષાત્ પ્રત્યક્ષ દેવ છે. સૂર્યને રોજ કંઈ નહિ તો સૂર્ય નમસ્કાર ના બાર મંત્રો બોલતાં બોલતાં અગિયાર વાર સૂર્યનમસ્કાર કરો.
૧. ૐ મિત્રાય નમ:,૨. ૐ રવયે નમ:, ૩.ૐ સૂર્યાય નમ:, ૪. ૐ ભાનવે નમ:,
પ. ૐ ખગાય નમ:, ૬. ૐ પૂષ્ણે નમ:, ૭. ૐ હિરણ્યગર્ભાય નમ:, ૮. ૐ મરીચયે નમ:,
૯. ૐ આદિત્યાય નમ:, ૧0. ૐ સવિત્રે નમ:, ૧૧ ૐ અર્કાય નમ:, ૧૨. ૐ ભાસ્કરાય નમ: ।
એક નાસ્તિકે કહ્યું, મહારાજ ભગવાનનાં દર્શન મને કરાવો.સૂર્યને બતાવીને કહ્યું, આ સાક્ષાત્ પરમાત્મા છે.
નમસ્કાર પ્રિયો ભાનુ જલધારા પ્રિયો શિવ:।
અલંકારો પ્રિયઃ કૃષ્ણ બ્રાહ્મણો મોદક પ્રિય:।।
વાયુતત્વ માતાજી:-માતાજીની ઉપાસના ધન આપે છે.
આકાશતત્ત્વ-વિષ્ણું:-વિષ્ણુનીઉપાસના પ્રેમ આપે છે.પ્રેમ વધારે છે.
Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૩૪
સૂર્યની પૂજાથી તમને સારું આરોગ્ય મળશે.શિવજીના પૂજનથી તમને જ્ઞાન મળશે. પાર્વતી માતાજીના પૂજનથી સંપત્તિ મળશે. બુદ્ધિ છે.શરીર સારું છે.સંપત્તિ છે પણ શ્રીકૃષ્ણની સેવા ન કરો તો નહિ ચાલે. શ્રીકૃષ્ણ પ્રેમનુંદાન કરે છે.
દક્ષ પ્રજાપતિ દ્વારકાધીશની સેવા સ્મરણમાં તન્મય થયા. પછી તેણે શિવજીની પૂજા છોડી હોત તો ચાલત, પણ તેની અંદર વેર-વાસના હતાં. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ કુભાવથી કરવામાં આવ્યો એટલે તે યજ્ઞ પાપ રૂપ થયો.
દક્ષ એ જીવ છે, શિવજી એ સદ્ગુરુ છે. શરીરને સાદુંરાખો. શરીર એ ભસ્મ છે.એક મુઠી રાખ છે. માટે તેને ખોટી રીતે શણગારવાનું અને લાડ કરવાનું છોડી દો.આ છે શિવજીનો ઉપદેશ. તેથી તો શિવજી શરીર ઉપર ભસ્મ ચોળે છે.શરીરને શણગારવાનું છોડી દો.માનવનું જીવન તપ કરવા માટે છે. તપ ન કરે એનું પતન થાય છે.
માનવજીવનનુંલક્ષ્ય ભોગ નથી પણ ભજન છે.ઈશ્વર ભજન છે. સમભાવ અને સદ્ભાવ સિદ્ધ કરવા માટે સત્સંગની જરૂર છે. સમભાવ સિદ્ધ થાય છે ત્યારે કેજ્યારે, દરેક જડ-ચેતનમાં ઈશ્વરની ભાવના જાગે છે.
માનવનો અવતાર પરમાત્માનુંઆરાધન કરવા માટે છે.તપ કરવા માટે છે. પશુઓ પણ ભોગ ભોગવે છે. મનુષ્ય કેવળ ભોગ પાછળ પાગલ બને તો પશુ અને મનુષ્યમાં ભેદ શું?મનુષ્યને પ્રભુએ બુદ્ધિ આપી છે.જ્ઞાનઆપ્યું છે.પશુને નહીં. આવતી કાલની ચિંતા માનવ કરે છે.પશુ કરતા નથી, કરી શકતા નથી.
પશુઓ તપ કરી શકતાં નથી. દેવો પણ તપ કરી શકતા નથી. દેવો પુણ્યનો ભોગ ભોગવી શકે છે.
તપશ્ચર્યાનો અધિકાર મનુષ્યોને છે. મનુષ્ય વિવેકથી ભોગ ભોગવી અને તપશ્ર્ચર્યા પણ કરી શકે છે.
મનુષ્યજીવન તપ માટે છે. તપના અનેક પ્રકારો છે.
દુ:ખ સહન કરી સત્કર્મ કરે, એને તપ કહે છે. ઉપાસના કરવી એ તપ છે. અમાસ-પૂર્ણિમાનાદિવસોને પવિત્ર માન્યા છે.તે દિવસે ઉપવાસ કરવો. પરોપકારમાં શરીર ઘસાવવુંએ પણ તપ છે. પરંતુ ગીતાજીમાં તપની સુંદર વ્યાખ્યા આપી છે.
ગીતામાં કહ્યુંછે:-ભાવસંશુદ્ધિરિત્યેતત્તપોમાનસમુચ્યતે ।ગી.અ.૧૭.શ્ર્લો.૧૬.
ભાવસંશુદ્ધિ એ મોટું તપ છે.સર્વમાં ઈશ્વરનો ભાવ રાખવો એ તપ છે. સર્વમાં ઇશ્વર બિરાજેલા છે એવો અનુભવ કરવો, એ મહાન તપ છે. ભાવ સંશુદ્ધિથી એટલે અંતઃકરણની પવિત્રતાથીસદા સર્વદા હ્રદયમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે.પ્રિય અને સત્ય બોલવું એ વાણીનું તપ છે. પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા આ શરીર સંબંધીના તપ છે.