પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
સર્વમાં સદભાવ-સમભાવ રાખનારના મનમાં કામ આવતો નથી. વિકાર અને વાસનાનો વિનાશ કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. સર્વમાં સદ્ભાવ રાખે, સર્વમાં ઈશ્વરનો ભાવ રાખે અને સત્કર્મ કરે તો તે સફળ થાય છે.
દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કરતાં, તેમાં શુદ્ધ ભાવ સમભાવ ન રાખ્યો તેથી તેને સહન કરવું પડયું.યજ્ઞથી દક્ષનું કલ્યાણ થયું નહીં. કારણ તેણે શિવજી પ્રત્યે કુભાવ રાખી યજ્ઞ કર્યો. દક્ષે યજ્ઞમાં કુભાવ રાખ્યો કે હું શિવજીની પૂજા નહિ કરું.તેથી યજ્ઞમાં વિઘ્ન આવ્યું. માટે કોઇ પ્રત્યે કુભાવ ન રાખો.ધર્મ સફળ થાય છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથાનો ઉદ્દેશ હરિહરનો અભેદ બતાવવાનો છે. રાગદ્વેષનો નાશ કરીને મનને શુદ્ધ કરવા માટે ભક્તિ છે.
આ શિવચરિત્રની કથા વકતાશ્રોતાના પાપને બાળનારી છે.
અધર્મના વંશથી તમે ચેતતા રહેજો.સ્કંધ ૪ અઘ્યાય ૮ ના પહેલા પાંચ શ્લોકોમાં અધર્મના વંશજો બતાવ્યા છે. આ અગત્યના શ્લોકો છે. પુણ્ય ન કરોતો કાંઇ નહીં. પણ પાપ તો ન જ કરો.
સનકાધા નારદશ્ર્ચ ઋભુર્હંસોડરુણિર્યતિ: ।
નૈતે ગૃહાન્ બ્રહ્મસુતા હ્યાવસન્નૂર્ધ્વરેતસ:।।૧।।
મૃષાડધર્મસ્ય ભાર્યાડડસીદ્દમ્ભં માયાં ચ શત્રુહન્ ।
અસૂત મિથુનં તત્તુ નિર્ઋતિર્જગૃહેડપ્રજ: ।। ૨।।
તયો: સમભવલ્લોભો નિકૃતિશ્ર્ચ મેહામતે ।
તાભ્યા ક્રોધશ્ર્ચ હિંસા ચ યદુરુક્તિ: સ્વસા કલિ: ।। ૩।।
રુક્તૌ કલિરાધત્ત ભયં મૃત્યું ચ સત્તમ ।
તયોશ્ર્ચ મિથુનં જજ્ઞે યાતના નિરયસ્તથા।। ૪ ।।
સઙ્ગ્રહેણ મયાડડખ્યાતઃ પ્રતિસર્ગસ્તવાનઘ ।
ત્રિ: શ્રુત્વૈતત્પુમાન્ પુણ્યંવિધુનોત્યાત્મનો મલમ્ ।। ૫ ।।ભા.સ્કં.૪.અ.૮.શ્ર્લો.૧-૫.
Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૩૫
અધર્મની પત્નીનુંનામ મૃષાદેવી-મિથ્યા ભાષણ કરવાની કુટેવ, તેમાંથી થયો દંભનો જન્મ.લોકોને વૈષ્ણવ કહેડાવવાની ઈચ્છા છે, પરંતુ કોઈને સાચા વૈષ્ણવ થવાની ઇચ્છા નથી.
દંભનો પુત્ર લોભ.લોભનો પુત્ર ક્રોધ.
ક્રોધની દુરુક્તિ એટલે કે કર્કશવાણી.મહાભારતના યુદ્ધનુંઅને રામાયણના કરુણ પ્રસંગોનુંમૂળ,કર્કશ વાણીમાં છે.
દુર્યોધનનો પગ લપસ્યો અને તે નીચે પડયો એટલે ભીમ બોલ્યો કે:-અન્ધસ્ય પુત્ર અન્ધ:। આંધળાનો પુત્ર આંધળો.દુર્યોધનને આ શબ્દોથી આઘાત લાગ્યો, એટલે મહાભારતનો આરંભ થયો.
સીતાજીએ લક્ષ્મણજીને કર્કશવાણીમાં ઠપકો આપ્યો. તેથી લક્ષ્મણજીને વિના ઈચ્છાએ મારીચ રાક્ષસના છળકપટભર્યા શબ્દો પાછળ જવું પડયું. લક્ષ્મણની ગેરહાજરીમાં રાવણ સીતાને ઉઠાવી ગયો અને રામાયણ શરૂ થયું.
માટે કર્કશવાણી કોઇ દિવસ બોલવી નહિ. આટલા દુર્ગુણોથી બચો તોય ઘણુંછે. કર્કશવાણીમાંથી થયો કળિ.કલહનુંરૂપ તે કળિ.
ઇન્દ્રિયોને હરિરસમાં તરબોળ રાખવાનો ભાગવતનો ઉદ્દેશ છે.
નામદેવ દરજીનો ધંધો કરતા. ગોરા કુંભાર, કુંભારનો ધંધો કરતા. સેના નાઈ હજામનો ધંધો કરતા. એ દરેકને પોતપોતાના ધંધામાંથી જ્ઞાન મળેલું.વ્યવહારમાં શુદ્ધિ આવી એટલે જીત્યા.
અર્થ-પ્રકરણનો આરંભ થાય છે. શાંતિ સંયમથી, સદાચારથી અનેસારા સંસ્કારથી મળે છે. સંપત્તિથી શાંતિ મળતી નથી.સંપત્તિથી વિકાર વાસના વધે છે. એટલે ધર્મ પ્રકરણ પહેલું અને અર્થ પ્રકરણ પછી છે. ધ્રુવજીનુંઆખ્યાન આવે છે, ઉત્તાનપાદની કથા એ જીવમાત્રની કથા છે.
ધ્રુવાખ્યાન
મંગલ મન્દિર ખોલો,દયામય! મંગલ મન્દિર ખોલો!
જીવન વન અતિ વેગે વટાવ્યું,દ્વાર ઊભો શિશુ ભોળો,
દયામય! મંગલ મન્દિર ખોલો!
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય! મંગલ મન્દિર ખોલો!
નામ મધુર તમ રટ્યો નિરન્તર,શિશુ સહ પ્રેમે બોલો,
દયામય! મંગલ મન્દિર ખોલો!
દિવ્ય-તૃષાતુર આવ્યો બાળક,પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય! મંગલ મન્દિર ખોલો!