પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
મૈત્રેયજી બોલ્યા:-મનુ મહારાજની ત્રણ કન્યાઓના વંશનુંવર્ણન કર્યું છે. મનુ મહારાજને બે પુત્રો હતા. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. પ્રિયવ્રત રાજાના વંશની કથા પંચમ સ્કંધમા આવશે. ઉત્તાનપાદની કથાઆચતુર્થ સ્કંધમાં છે.
ઉત્તાનપાદને બે રાણીઓ હતી.સુરુચિ અને સુનીતિ. સુરુચિથી પુત્ર થયો, તેનું નામ ઉત્તમ અને સુનીતિથી પુત્ર થયો તેનુંનામ ધ્રુવ.
ઉત્તાનપાદ:-જીવમાત્ર ઉત્તાનપાદ છે. માના પેટમાં રહેલો જીવ ઉત્તાનપાદ છે. જીવ જન્મે છે ત્યારે માથુંપહેલું બહાર આવે છે. પગ પછી બહાર આવે છે. જેના પગ ઊંચા હતા તે ઉત્તાનપાદ. જેના પગ ઊંચેઅને મસ્તક નીચે તે ઉત્તાનપાદ. જન્મ વખતે દરેકની આ સ્થિતિ હોય છે.
જીવમાત્રને બે રાણીઓ હોય છે.સુરુચિ અને સુનીતિ.મનુષ્યમાત્રને સુરુચિ વહાલી લાગે છે, એટલે તે માનીતી રાણી.ઇન્દ્રિયો માંગે તે વિષયો ભોગવવાની ઈચ્છા તે સુરુચિ. સુરુચિ એટલે વાસના. આજ-કાલ સર્વને રુચિ વહાલી લાગે છે. મનને અને ઈન્દ્રિયોને ગમે તે મનુષ્ય કરે છે. તે શાસ્ત્રને પૂછતો નથી, ધર્મને પૂછતો નથી કે કોઇ સંતને પૂછતો નથી, રુચિ એટલે મનગમતી ઈચ્છા. મન માંગે તે ભોગ ભોગવવા આતુર બને તે સુરુચિનો દાસ અને રુચિને આધીન થયો તેને નીતિ અળખામણી લાગે છે. નીતિ ના પાડે તો પણ ઈન્દ્રિયો સ્વભાવિક રીતે વિષયો તરફ દોડે છે. લૂલી માંગે તે બધુંલૂલીને આપશો નહીં.ઘણાંને સોપારી વિના ચાલતુંનથી. સોપારી મર્યાદા પાળીને ખાય તો ઠીક છે. મર્યાદા બહાર ખાય તે સંયમ રાખી શકે નહીં. મનુષ્યમાત્રને સુનીતિ એટલે નીતિ વહાલી લાગતી નથી, એટલે તે અણમાનીતી રાણી.
મનુષ્યને નીતિ ગમતી નથી.સુરુચિ ગમે છે.જીવમાત્રને નીતિ પ્રિય નથી.રુચિ પ્રિય છે. સદાચાર, સંયમથી નીતિમય જીવન ગાળવુંતેને ગમતું નથી. જીવને વાસનાને આધીન થઈ વિલાસી જીવન ગાળવુંગમે છે.જીવમાત્રને નીતિને આધીન સદાચારી જીવન ગાળવુંગમતું નથી. પરંતુ વિલાસી સ્વેચ્છાચારી જીવન ગાળવું ગમે છે. સુરુચિને, નીતિને આધીન થશો તો ઉત્તમ ફળ મળશે.નીતિનુંફળ ઉત્તમ છે. સુરુચિના પુત્રનું નામ તેથી ઉત્તમ.ઉત્=ઈશ્ર્વર, તમ=અંધકાર. અંધકારએ જ અજ્ઞાન. ઈશ્ર્વરના સ્વરૂપનું અજ્ઞાન એજ ઉત્તમનુંસ્વરૂપ છે. ઈન્દ્રિયોના ગુલામ થશો તો ઇશ્વરના સ્વરૂપનું જ્ઞાન થશે નહિ. જે સુરુચિમાં ફસાયો છે, વિલાસી જીવન ગાળે છે, તેને ઈશ્ર્વરના સ્વરૂપનુંજ્ઞાન થતુંનથી. એ ઇશ્વરને ઓળખી શકે નહીં.ઇશ્વરનું જ્ઞાન વિરક્તને થાય. વિલાસીનેથતું નથી. ગીતાજીને પૂછો કે કેવાને ઇશ્વરનુંજ્ઞાન થાય છે. સત્ત્વગુણ જેનો વઘે છે, તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. સત્ત્વગુણ વધે છેસદાચારી સંયમી જીવન ગાળવાથી.
Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૩૬
ઈન્દ્રિય અને વિષયનો સંયોગ થાય ત્યારે ક્ષણિક સુખ મળે છે, એ સુખ નથી.સુખનો આભાસ છે. દરાજ ખંજવાળવાંથી સુખ મળતુંનથી. તે સુખનો ભાસ માત્ર છે. મનુષ્યને એક એક ઈન્દ્રિયોના વિષયો ભોગવવાની ચળ છુટે છે. ડહાપણ આવે છે પણ તે ટકતુંનથી. ઈન્દ્રિય અને વિષયના સંયોગથી ક્ષણિક સુખ મળે છે. ભોજન બહુ સરસ હશે તો ભૂખ કરતાં વધારે ખવાશે.તેથી અજીર્ણ થશે. અને ઉપરથી બે ચાર અન્નપાચનની ગોળીઓ લેવી પડશે.આવા વખતે રુચિ કહે છે, તુંખા અને નીતિ કહે છે તુંખાવાનુંબંધ કર.
તેથી શંકરાંચાર્યે આજ્ઞા કરી છે. સ્વાદ્વન્નં ન તુ યાચ્યતાં વિધિ વશાત્પ્રાતેનસન્તુષ્યતામ્ ।સ્વાદિષ્ટ અન્નની યાચના ન કરો. દૈવવશાત્ જે પ્રાપ્ત થાય તેથી સંતોષ માનો.જેનુંભોજન સારુંહશે તેનાથી ભજન થશે નહિ. નીતિનુંફળ આરંભમાં કદાચ દુ:ખ આપે પણ પરિણામે તે સુખ આપે છે. ત્યારે વિષયાનંદ પરિણામે બહુદુ:ખ આપશે.
જેનું જીવન શુદ્ધ છે. તેને ભજનાનંદ મળે છે. એ આનંદ કાયમ ટકે છે.
જે નીતિને આધીન રહી પવિત્ર જીવન ગાળે છે, તેને ઈશ્વરનુંજ્ઞાન થાય છે. સુનિતીથી ધ્રુવ મળશે. સુનીતિનુંફળ ધ્રુવ. તેથી સુનીતિના પુત્રનું નામ ધ્રુવ.ધ્રુવ એટલે અવિનાશી.જેનો કદી નાશ થતો નથી તે પદ.અનંત સુખ.બ્રહ્માનંદનો વિનાશ થતો નથી. તેથી જે ધ્રુવ નીતિને આધીન રહે તેને ધ્રુવ મળશે. બ્રહ્માનંદમળશે.