Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૪૧

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

by Dr. Mayur Parikh
Bhagavata Gita : Purpose of Bhagavata and its Mahatma. – 141

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

માતાના વાંકથી બાળક દુષ્ચરિત્રનો થાય છે.પિતાના દોષથી મૂર્ખ.વંશના દોષથી કાર્પણ્ય એટલે કે ભીરુ અને પોતાના દોષથી દરિદ્ર બને છે.

દુ:શીલોમાતૃદોષેણ,પિતૃદોષેણ મૂર્ખતા।

કાર્પણ્યં વંશદોષેણ,આત્મદોષાદ્ દરીદ્રતા।।

બે માતાઓના આશીર્વાદ મેળવી, ધ્રુવકુમાર વનમાં જાય છે, વિચાર કરો.પાંચ વર્ષનો બાળક વનમાં જાય છે.ધ્રુવજી વિચારે છે વનમાં તો વાઘવરુ હોય છે.વનમાં કોઈ મનેમારશે તો નહિ ને?ના નાહું એકલો નથી. મારી માએ મને કહ્યુંછે કે તુંજ્યાં જાય ત્યાં નારાયણ તારી સાથે છે.

સર્વને વંદન કરીને સર્વના આશીર્વાદ મેળવીને ઘર છોડીને જાય છે તેને રસ્તામાં સંત મળે છે. ઝગડો કરીને જાય તેને સંત મળતા નથી. કેટલાક ઘર છોડે છે પણ ઝગડો થાય એટલેધર છોડે છે. બાવાબને છે. ધ્રુવજી વિચાર કરતાં કરતાં જાય છે.ઘરમાં તોમારી મા મને બેટા કહીને બોલાવતી હતી. વનમાં હવે મને કોણ ગોદમાં બેસાડશે? કોણ મને પ્યારકરશે?જે માર્ગે ધ્રુવ જતા હતા તે જ માર્ગે નારદજી આવતા હતા. ધ્રુવજી વિચારે છે, આ કોઈ સંત લાગે છે. માતાએસારા સંસ્કાર આપેલા.રસ્તામાં કોઈ સાધુ મળે તેને સાષ્ટાંગ પ્રણામ કરવા. ધ્રુવજી નારદજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે.

પ્રણામ સાષ્ટાંગ કરવા.પ્રકૃતિ અષ્ટધા છે. તે આઠ પ્રકૃતિ સ્વરૂપ પરમાત્મામાંમળી જવાની ઇચ્છા બતાવવા, સાષ્ટાંગ પ્રણામ કરવાના હોય છે. પ્રણામથી આત્મનિવેદન થાય છે.

અધીકારિ શિષ્યને સદ્ગુરુ રસ્તામાં જ મળે છે. સદ્ગુરુ તત્વ અને ઇશ્વર તત્વ એક જ છે. પરમાત્મા વ્યાપક છે તેમ સદ્ગુરુ પણ વ્યાપક છે. સર્વ વ્યાપકને શોધવાની જરૂર પડતી નથી પણ તેમને ઓળખવાની અને તેમને લાયક થવાની જરુર છે.બાળકનો વિનય જોતાં નારદજીને અતિશય આનંદ થયો.સંતનુંહ્રદય પીગળી ગયું. ગોદમાં લીધો. ધ્રુવનાં માથા ઉપર હાથ મૂકયો. કોઈ મહાપુરુષનો હાથ મસ્તક ઉપર આવે છે ત્યારે મનના વિકારો શાંત થાય છે. ધ્રુવ વિચારે છે કે મારી માના આશીર્વાદથી રસ્તામાં મને બીજી મા મળીગઈ છે.

એક મા બાળકને સ્તનપાન કરાવી પુષ્ટિ આપે છે. ગુરુરુપી મા કાયમને માટે સ્તનપાન છોડાવે છે. જન્મમરણના ત્રાસમાંથી મુકિત અપાવે છે, મોક્ષ અપાવે એટલે ફરી કોઈ વખત જ્ન્મ લઈ સ્તનપાન કરવું જ ન પડે.સ્તનપાન કરાવનાર મા શ્રેષ્ઠ કે સ્તનપાન છોડાવનાર મા શ્રેષ્ઠ?ગુરુશ્રેષ્ઠ છે. બેટા, હું તને એવો ઉપદેશ આપીશ કે કોઈ માને ધાવવાનો તને પ્રસંગ આવશે નહિ.

નારદજી પૂછે છેઃ-બેટા! તુંકયાં જાય છે?

Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૪૦

ધ્રુવજી ઉત્તર આપે છે:-હું વનમાં જાઉ છુ. હું ભગવાનના દર્શન કરવા જાઉં છું. મારી માએ કહ્યું છેકે મારા સાચા પિતા નારાયણ છે. હું મારા પિતા નારાયણની ગોદમા બેસવા જાઉ છું.

આ સાંભળી નારદજી ડોલ્યા છે.નારદજી ધ્રુવના નિશ્ર્ચયની પરીક્ષા કરે છે. સદ્ગુરુ શિષ્યની પરીક્ષાકરે છે પછી ઉપદેશ આપે છે.

નારદજી બોલ્યા:-તું બાળક છે. અત્યારથી જ૫ કરવાની જરુર નથી.બાલ્યાવસ્થા તો રમવા માટે છે. બેટા, ભગવાન તો યત્પ્રસાદં સ વૈ પુંસાં દુરારાધ્યો મતો મમ ।।મારા વિચાર પ્રમાણે સાધારણ પુરુષો માટે ઇશ્વરને પ્રસન્ન કરવા ઘણું કઠણ છે. જેની કૃપા મેળવવા તું ઈચ્છે છે તે ભગવાન તો ખરેખર પુરુષોથી પ્રસન્ન કરવાં મુશ્કેલ છે.મોટા મોટા ઋષિઓ અનેક જન્મથી ઇશ્વરનુંઆરાધન કરે છે તેને પણ ભગવાન મળતા નથી.મોટા મોટા મુનિઓ પણ ભગવાનના માર્ગને શાધે છે, છતાં તેને જાણી શકતા નથી. તું મોટો થઇ દરેક પ્રકારના સુખ ભોગવી, વૃદ્ધાવસ્થામાં નિવૃત્ત થઇ, તે પછી વનમાં જજે.આરામથી ત્યારે ભગવાનનું ભજન કરજે. ત્યારે રામ રામ કરજે. ભગવાન તને મળવા આવશે. તુંમાને છે કે ભગવાન મને ગોદમાં બેસાડશે પણ મોટા મોટા ઋષિઓ હજારો વર્ષથી તપશ્ચર્યા કરે છે.તેમ છતાં તેઓને પરમાત્માનાં દર્શન થતાં નથી. તો તારા જેવા બાળકને પરમાત્મા કેવી રીતે મળશે? માટે તુંઘરે જા.

ધ્રુવકુમારે કહ્યું:-ના, જે ઘરમાં મારું માન નથી તે ઘરમાં મારે રહેવું નથી.

પાંચ વર્ષના ધ્રુવકુમાર ઘરનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવા ચાલી ગયા છે. ધ્રુવજી કહે છે:-મારે પિતાની ગાદી ઉપર બેસવું નથી. મેંતો નિશ્ચય કર્યો છે કે આ જન્મમાં જ મારે પરમાત્માના દર્શન કરવા છે. ગુરુજી મને ઉપાય બતાવો. ધ્રુવનો દૃઢ નિશ્ચયજોઈ નારદજી ધ્રુવને કહે છે.

ધર્માર્થકામમોક્ષાખ્યં ય ઈચ્છેચ્છ્રેય આત્મન: ।

એકમેવહરેસ્તત્રકારણં પાદસેવનમ્ ।।ભા.સ્કં.૪.અ.૮.શ્ર્લો.૪૧.

જે મનુષ્ય પોતાનુંકલ્યાણ કરવા ઇચ્છતો હોય અને ધર્મ, અર્થ,કામ, મોક્ષને પ્રાપ્ત કરવા માગતો હોય, તો તેને માટે શ્રીહરિનાં ચરણોનુંસેવન એજ એક માત્ર ઉપાય છે, સાધન છે.

તું મધુવનમાં જા.મથુરા પાસે આ મધુવન છે જ્યાં ધ્રુવજીને નારાયણનાં દર્શન થયાં છે. યમુના કૃપાળુ છે. યમુના મહારાણી કૃપાદેવીનો અવતાર છે. ભાગવતમાં ચાર પાંચજગ્યાઓ એવી બતાવી છે કે જયાં પરમાત્મા અખંડ બિરાજે છે. મધુવનમાં, શ્રીરંગમમાં.શ્રીરંગમમાં અનન્તશયનમ પદ્મનાભમ્ અખંડ બિરાજે છે. દ્વારકામાં પણ ભગવાન અખંડ બિરાજે છે. દ્વારકા છોડીને આવ્યા નથી. બોડાણાની ભક્તિ અનન્ય હતી એટલે એક સ્વરૂપે ડાકોર આવ્યા છે. ગંડકી નદીના કિનારે પુલહ ઋષિના આશ્રમમાં ભગવાન અખંડ બિરાજે છે એમ ભાગવતના પાંચમા સ્કંધમાં લખ્યુંછે. વૃદાવનમાં ભગવાન અખંડ બિરાજે છે. તારો બ્રહ્મસંબંધ યમુનાજી સિદ્ધ કરી આપશે. તે તારા માટે ભલામણ કરશે.તે ઠાકોરજીને તારી ભલામણ કરશે.કૃપા કરશે. ધ્રુવકુમારને આજ્ઞા કરી છે.

તત્તાતગરછભદ્રંતેયમુનાયાસ્તટં શુચિ ।

પુણ્યં મધુવનંયત્ર સાંનિધ્યં નિત્યદા હરે: ।।ભા.સ્કં.૪.અ.૮.શ્ર્લો.૪૨.

બેટા!તારુંકલ્યાણ થાઓ. યમુના નદીના તટ પર આવેલા પરમપવિત્ર મધુવનમાં તુંજા. ત્યાં શ્રીહરિનો નિત્ય નિવાસ છે.

વૃંદાવન એ પ્રેમભૂમિ છે. ત્યાં રહી ભજન કરવાથી મન જલ્દી શુદ્ધ થાય છે. વૃંદાવન એ દિવ્યભૂમિ છે. ત્યાં જીવ અને ઇશ્વરનુંમિલન જલ્દી થાય છે.

ધ્રુવજીએ પૂછ્યું:-ત્યાં જઈ, કેવી રીતે પરમાત્માની આરાધના કરવી?

નારદજી કહે છે:-ધ્યાન કરતાં પહેલાં માનસી સેવા કરજે. ચર્તુર્ભુજનારાયણ ભગવાનની માનસી સેવાકરજે.માનસી સેવામાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે મનની ધારા તૂટે નહિ. સતત મન ઈશ્વરમાં પરોવાયેલુંરહે. માનસી સેવા અતિ શ્રેષ્ઠ માની છે. ભગવાન શંકરાચાર્ય શ્રીકૃષ્ણની માનસી સેવા કરતા.

હ્રદંભોજે કૃષ્ણ:સજલજલદશ્યામલતનુ: ।

સરોજાક્ષ: સ્ત્રગ્વી મુકુટકટકાધાભરણવાન ।।

વિરક્ત સાધુ સંન્યાસીઓ જે કશુંરાખતા નથી તે માનસી સેવા કરે એ ઉત્તમ છે. પણ ગૃહસ્થીઓ એકલી માનસી સેવા કરે તે ન ચાલે.ગૃહસ્થીઓએ માનસી અને પ્રત્યક્ષ, બન્ને સેવા કરવી જોઇએ.

માનસી સેવાનો અતિ ઉત્તમ સમય સવારના ૪-૫।। સુધીનો છે. કોઈનું મુખ જોયા પહેલાં તે કરવી જોઇએ. પ્રાત:કાળમાં ઊઠી ધ્યાન કરવાનુંકે હુંગંગાજીના કિનારે બેઠો છું. ગંગાજીમાં સ્નાન કરવાનું. તે પછી અભિષેક માટે ગંગાજળ લાવવાનું. મનથી લાવવાનું એટલે ચાંદીના લોટામાં લાવવાનું. ઠાકોરજી જાગ્યા પછી તેને આચમન કરાવવું. મંગળામાં પછી માખણ મિસરી લાવવાં, એ તો ભોળાનાથને કાંઈ જરૂર પડતી નથી. કનૈયોતો બધુંમાંગે છે.પછી શ્રીકૃષ્ણને સ્નાન કરાવવું.શંકરને ઠંડુ જળ ચાલે, બાલકૃષ્ણને ગરમ જળથી નવડાવો. ઠાકોરજીને તે પછી શ્રૃંગાર કરવો. શ્રૃંગાર ન કરો તો પણ ભગવાન સુંદર જ છે. પણ શ્રૃંગાર કરવાથી તમારુંમનસુંદર થશે.આપણું મન બગડેલુંછે, તેને શુદ્ધ કરવા શ્રૃંગાર છે. શ્રૃંગારમાં સમાધિ જેવોઆનંદ મળે છે. શ્રૃંગારપછી પરમાત્માને સુંદર ભોગ ધરવો તે પછી તિલક કરો, આરતી ઉતારો. ભગવાનની આરતી ઉતારો ત્યારે હ્રદય આર્દ્ર બનવું જોઈએ. પદ્મપુરાણમાં આરતીનો ક્રમ બતાવ્યો છે. ચરણ, સાથળ,વક્ષ:સ્થળ,મુખ અને પછી સર્વાંગની આરતી ઉતારવી. આરતી ઉતારો ત્યારે પ્રભુના દર્શન માટે આર્તબનીને આરતી ઉતારો.

ભગવાનનાં દર્શન કરતાં કરતાં ધ્યાન કરવાનુંછે.શ્રીહરિનુંમનથી ધ્યાન કરજે. બેટા, ધ્યાન સાથે જપ થવો જોઈએ. કેટલાક જપ કરતી વખતે સંસારનુંધ્યાન કરે છે. એટલે જપ નિષ્ફળ ગયા છે એમ તો ન કહેવાય, પણ તેનુંજોઇએ તેવુંફળ મળતુંનથી.

સ્નાનથી શરીરની શુદ્ધિ થાય છે.

દાનથી ધનની શુદ્ધિ થાય છે.

ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે.

જપ અને ધ્યાન સાથે થવાં જોઇએ. જપ કરવા બેસો ત્યારે જે દેવનો જપ કરો તેની મૂર્તિ ધ્યાનમાંથી ખસે નહીં. જીભથી ભગવાનનું નામ લેવું.મનથી તેમનું સ્મરણ ધ્યાન કરવું, આંખોથી તેમનાં દર્શન કરવાં.કાનથી તેમના નામનુંશ્રવણ કરવું. આ પ્રમાણે જપ કરવાના. બેટા હું તને એક મંત્ર આપું છું.”ૐ નમોભગવતે વાસુદેવાય.” એ મહામંત્રનો તુંસતત જપ કરજે.ભગવાન તારા ઉપર પ્રસન્ન થશે. મારો આશીર્વાદ છે.તને છ મહિનામાં ભગવાન મળશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More