પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
શુકદેવજી કથા કરતા નથી. લક્ષ્મીનારાયણનાં દર્શન કરે છે. પ્રતિબિંબને જોતાં બિંબને મોહ થાય છે. ત્યારે બિંબને જોતાં
કેટલો આનંદ થાય. વૈષ્ણવો ભાગ્યશાળી કે તે પ્રતિબિંબને જોઇ શકે છે. ભગવાન પોતાનું બિંબ જોઇ શકતા નથી. કનૈયો દર્પણમાં
પોતાનું પ્રતિબિંબ જુએ છે. યશોદાજીને કહે છે કે, આ બાળક બહુ સુંદર છે. મારે આ બાળક સાથે રમવું છે. યશોદાજી સમજાવે છે
કે, આ બાળક જુદો નથી. એ તારું જ પ્રતિબિંબ છે. પોતાના પ્રતિબિંબના દર્શન કરતાં ભગવાન પણ ભૂલે, તો ગોપીઓ બિંબનાં
દર્શન કરતાં ભાન ભૂલે તેમાં શું આશ્ચર્ય?
સનત્ કુમારો વૈકુંઠલોકના છ દરવાજાઓ ઓળંગી સાતમા દરવાજે આવ્યા. સાતમા દરવાજે જય વિજય ઊભા હતા.
તેઓ જ્યાં ભગવાનના મહેલમાં પ્રવેશ કરવા જાય છે, ત્યાં ભગવાનના દ્વારપાળો જય અને વિજયે અટકાવ્યા. સનત્ કુમારોએ
કહ્યું, લક્ષ્મી-મા અને નારાયણ પિતાને મળવા જઈએ છીએ. જિતેન્દ્રિય થઈને ભગવાનના દર્શન કરવા જવાનું છે. દ્વારપાળોએ
કહ્યું:-મહારાજ! અંદરથી હુકમ આવશે તે પછી અંદર જવા દઇશું. મહારાજ ઉભા રહો. કામાનુજ, કામનો નાનો ભાઇ ક્રોધ છે.
સનત્ કુમારોને ક્રોધ આવ્યો. અતિ સાવધ રહે તો કામને મારી શકે. પણ કામના નાનાભાઈ ક્રોધને મારવો કઠણ છે. કામનું મૂળ
સંકલ્પ છે. જ્ઞાનીઓ કોઇના શરીરનું ચિંતન કરતા નથી, એટલે તેમને કામ ત્રાસ આપી શકતો નથી. જ્ઞાની પુરુષનું પતન કામથી
નહિ પણ ક્રોધથી થાય છે.
છ દરવાજા ઓળંગીને જ્ઞાની પુરુષો જઈ શકે, પણ સાતમે દરવાજે જય-વિજય તેઓને અટકાવે છે.
સાત પ્રકારના યોગના અંગો, એ વૈફુંઠના સાત દરવાજા છે. યોગના સાત અંગો:-(૧)યમ,(૨) નિયમ, (૩)આસન,
(૪) પ્રાણાયામ, (૫)પ્રત્યાહાર, (૬)ધ્યાન અને (૭)ધારણા. સાત દરવાજા વટાવ્યા પછી બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. યોગના સાત
અંગો સિદ્ધ કરો, તો વૈકુંઠમાં પ્રવેશ મળશે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૦૫
ધ્યાન એટલે એક અંગનું ચિંતન. શરીર અને આંખને સ્થિર રાખવા એ જ આસન. ધારણા એટલે સર્વાંગનું ચિંતન.
ધારણામાં અનેક સિદ્ધિઓ વિઘ્ન કરે છે. સર્વાંગનું દર્શન એ ધારણા છે. સાધકને જીવનના છેલ્લા શ્વાસ સુધી સાવધાન રહેવાની
જરૂર છે. જય-વિજય પ્રતિષ્ઠાનું સ્વરૂપ છે. સર્વાંગનું ચિંતન કરવા જતાં સિદ્ધિ-પ્રસિદ્ધિ અટકાવે છે. સિદ્ધિ મળે એટલે પ્રસિદ્ધિ
થાય છે. ભક્તિમાં પ્રમાદ કરે, તેનું પતન થાય છે. જય:-સ્વદેશમાં પ્રતિષ્ઠા તે જય. વિજય:-પરદેશમાં પ્રતિષ્ઠા તે વિજય.
જગત તમારે માટે શું બોલે છે, તે જાણવાની ઇચ્છા રાખશો નહિ, પણ જગદીશ્ર્વર તમારે માટે શું કહેશે તેનો ખ્યાલ
રાખજો. લૌકિક પ્રતિષ્ઠામાં ફસાયા છે તે પરમાત્માથી દૂર થાય છે.
ભગવાનના મહેલના સાતમે દરવાજે જય-વિજય જીવને અટકાવે છે.
જય-વિજય એટલે કીર્તિ અને પ્રતિષ્ઠાનો મોહ. મનુષ્યનો, કીર્તિ અને પ્રતિષ્ઠાનો મોહ છૂટતો નથી. ઘરનું નામ આપે છે
અશોકનિવાસ. આ અશોક્ભાઈ કેટલા દિવસ તેમાં રહેવાના? ઘરને ઠાકોરજીનું નામ આપો. ઘર પર નામ અને આ કથામાં
બેસવાના આસન ઉપર પણ નામ. આ ઘર અને આસન પરના નામ કેટલા દિવસ રહેવાનાં? પૈસાનો મોહ છૂટે છે. પરંતુ
પ્રતિષ્ઠાનો મોહ છૂટતો નથી. ચેલાઓ વખાણ કરે એટલે ગુરુને લાગે છે, હું બ્રહ્મરૂપ થઇ ગયો છું. એટલે પછી સેવાસ્મરણમાં
ઉપેક્ષા જાગે છે અને પતન થાય છે. મનુષ્યનું મન નામરૂપમાં ફ્સાયેલું છે. નામ અને રૂપનો મોહ ન છૂટે, ત્યાં સુધી ભક્તિ થતી
નથી. મન શ્રીકૃષ્ણના રૂપમાં ફસાય તો જ મુક્તિ મળે. પ્રતિષ્ઠાનો મોહ આવ્યો કે ભગવાનને દરવાજેથી પાછા ફરવું પડે છે. ક્રોધ
કરવાથી સનત્ કુમારોને ભગવાનના સાતમા દરવાજેથી પાછા ફરવું પડયું. પરંતુ સનત્ ફુમારોનો ક્રોધ સાત્ત્વિક છે. આ દ્વારપાળો
ભગવતદર્શનમાં વિધ્ન કરે છે, તેથી ક્રોધ આવ્યો છે. એટલે ભગવાને અનુગ્રહ કરી બહાર આવીને દર્શન દીધાં. પરંતુ ભગવાનના
મહેલમાં તો તેઓ દાખલ થઈ શક્યા નહિ.
સંતોએ આ ચરિત્રની સમાપ્તિ કરતાં કહ્યું છે, જ્ઞાનમાર્ગમાં જ્ઞાનીઓને વિઘ્ન કરનાર અભિમાન છે. અભિમાનના મૂળમાં
આ ક્રોધ છે. કેટલાક અજ્ઞાનમાં મરે છે. કેટલાક જ્ઞાની થઈ અભિમાનમાં મરે છે. બ્રાહ્મણ ન ભણે તો અજ્ઞાની રહે છે, અને બહુ
ભણે તો કેટલીકવાર અભિમાનમાં મરે છે.