પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
કન્યાદાનના સંકલ્પમાં લખ્યુ:-સંતત્યા ઈતિ એક વચનમ્ । સંતિભિ: એમ કહ્યું નથી. વંશનું રક્ષણ કરવા એક પુત્ર માટે
કન્યા અર્પણ કરું છું. પિતા પુત્રને કહે છે, તું મારો આત્મા છે. એક પુત્ર થાય પછી પત્ની માતા બને છે.
કામ ઇશ્વરની જેમ વ્યાપક થવા માંગે છે. સુંદરતા દેખાય કે કામ ઉત્પન્ન થાય છે. તેને એક સ્ત્રીમાં સમાવિષ્ટ કરી તેનો
નાશ કરવા માટે લગ્ન કરવાનાં હોય છે.
લગ્નમાં સાવધાન શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે છે. કારણ બધા જાણે છે કે લગ્ન કર્યા પછી એ સાવધ રહેવાનો નથી.
લગ્ન કર્યા પછી સાવધ રહે તે જીત્યો અથવા જે પહેલેથી સાવધ થયો તે જીત્યો.
રામદાસ સ્વામી લગ્ન પહેલાં સાવધાન થયા હતા. લગ્નમંડપમાં ગોરમહારાજ સાવધાન બોલવા લાગ્યા, એટલે રામદાસ
સ્વામી સાવધ થઈ ગયા અને લગ્નમંડપમાંથી નાસી ગયા.
ભોગ વગર રોગ થાય જ નહિ. કેટલાક રોગ પૂર્વજન્મના પાપથી થાય છે. ત્યારે કેટલાક રોગ આ જન્મના ભોગ વિલાસથી
થાય છે. ભોગે રોગ ભયમ્ । ભોગ ભોગવવામાં રોગોનો ભય છે. ભોગ વધે એટલે આયુષ્યનો ક્ષય થાય છે, ભોગો ભોગવાતા નથી.
આપણે જ ભોગવાઇ જઈએ છીએ.
ઘર સંસાર બગડયા ત્યારથી, કે જ્યારથી વરરાજા મોટરમાં બેસવા લાગ્યા. હાલના વરરાજાને ઘોડા ઉપરથી પડી જવાની
બીક લાગે છે. એક ઘોડો તને પાડી નાંખશે તો, અગિયાર ઘોડા તારી શું દશા કરશે? એક ઘોડાને સાચવી શકે નહિ, તો અગિયાર
ઘોડાઓને કેમ કરી સાચવશે? ૧૧ ઘોડા ૧૧ ઈન્દ્રિયો છે. જિતેન્દ્રિય થવા માટે લગ્ન છે. આપણે તો લગ્નનું લક્ષ્ય ભૂલી ગયા છીએ.
કર્દમઋષિએ આદર્શ બતાવ્યો છે, મારું લગ્ન એક સત્ પુત્રને માટે છે. તે પછી હું સન્યાસ લઇશ. આ મારો નિયમ તમારી
કન્યાને માન્ય હોય તો લગ્ન કરું.
મનુમહારાજે પુત્રીને કહ્યું:–આ તો લગ્ન વખતે સંન્યાસની વાત કરે છે. પણ દેવહૂતિ સાધારણ ન હતી.
શુકદેવજી વર્ણન કરે છે દેવહૂતિએ કહ્યું, મારે એવા પતિની જ જરૂર છે. કામાંધ થઈ સંસાર સાગરમાં ડૂબવા માટે
ગૃહસ્થાશ્રમ નથી. મારી ઇચ્છા મને કોઈ જીતેન્દ્રિય પતિ મળે એવી જ હતી.
દેવને બોલાવનારી શક્તિ દેવહૂતિ છે. નિષ્કામ બુદ્ધિ દેવને બોલાવી શકે છે.
મનુમહારાજે વિધિપૂર્વક કન્યાનું દાન કર્યું છે. દેવહૂતિ-કર્દમના લગ્ન થયાં. દેવહૂતિ કર્દમના આશ્રમમાં બિરાજ્યા છે.
મારા પતિ તપસ્વી છે, તો મારે પણ તપસ્વિની બનવું જોઈએ. બાર વર્ષ એક જ ઘરમાં સંયમથી રહ્યાં છે. બાર વર્ષ સુધી નિર્વિકાર રહ્યાં છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય – ૧૧૧
અગિયારસો વર્ષ ઉપર દક્ષિણ દેશમાં વાચસ્પતિ મિશ્ર નામના ઋષિ થઈ ગયા. ષડ઼શાસ્ત્ર ઉપર તેમણે ટીકાઓ લખી
છે. તેમની ટીકાઓ પ્રખ્યાત છે.
ગ્રંથો લખે અને આખો દિવસ તપશ્ચર્યા કરે. લગ્ન થયેલું પણ ૩૬ વર્ષ સુધી જાણતા ન હતા કે પોતાની પત્ની કોણ છે?
૩૬ વર્ષ સાથે રહ્યાં છતાં પત્નીને ઓળખતા નથી.
એક દિવસ બ્રહ્મસૂત્રના શાંકરભાષ્ય ઉપર ટીકા લખતા હતા. દીવો થોડો મંદ થયો. બરાબર દેખાતું ન હતું, તેમની પત્ની
દીવામાંની વાટ સંકોરે છે. તેવામાં વાચસ્પતિની નજર તેના ઉપર પડે છે. તેઓ પૂછે છે, દેવી તમે કોણ છો?
લગ્ન થયાને ૩૬ વર્ષ થયાં છે, છતાં પત્નીને ઓળખતા નથી. કેવા સંયમી. કેવા જિતેન્દ્રિય હશે.
તેમની પત્ની કહે છે:-તમારું લગ્ન થયેલું એ યાદ આવે છે?
વાચસ્પતિ:-હા, તે યાદ આવે છે.
ભામતિ:-મારી સાથે તમારુ લગ્ન થયું છે. હું તમારી દાસી છું. આજથી ૩૬ વર્ષ ઉપર નાનપણમાં આપણાં લગ્ન થયેલાં.
લગ્નની યાદ દેવડાવે છે, ત્યારે વાચસ્પતિને સઘળું જ્ઞાન થાય છે.
વાચસ્પતિ કહે:-તારી સાથે મારું લગ્ન થયું છે. છત્રીસ વર્ષ સેવા કરી પણ કાંઈ બોલી નહિ. આટલી બધી મારી સેવા
કરી. તારા અનંત ઉપકાર છે. તારી કાંઈ ઇચ્છા છે?
ભામતિ:-નાથ, મારી કાંઈ ઈચ્છા નથી. આપ જગતના કલ્યાણ માટે શાસ્ત્રોની ટીકાઓ રચો છો અને આપની સેવા
કરી, હું કૃતાર્થ થઈ છું. તમારી સેવા કરતાં કરતાં મારો દેહ પડો.
વાચસ્પતિનું હ્રદય ભરાયું. કાંઈક માંગવા કહ્યું છતાં પત્નીએ કાંઇ માંગ્યું નહિ.
વાચસ્પતિ:-દેવી, આપનું નામ?
ભામતિ:-આ દાસીને બધા ભામતિ કહે છે.
વાચસ્પતિ:- શાંકરભાષ્ય ઉપર હું જે ટીકા લખી રહ્યો છું તેનું નામ ‘ભામતિ ટીકા’ રહેશે. ટીકાને નામ આપ્યું ભામતિ
ટીકા.
આજે પણ એ ટીકા તે જ નામે ઓળખાય છે.
આવો હતો આપણો દેશ ભારતવર્ષ. એક ઘરમાં છત્રીસ વર્ષો સંયમથી રહ્યા. આવા પુરુષોને જ્ઞાન મળે છે. બાકી કાંઈ
જ્ઞાન બજારમાં મળતું નથી. પુસ્તકોથી આજકાલ જ્ઞાનનો પ્રચાર બહુ થયો છે. પણ કોઈના મસ્તકમાં વધારે જ્ઞાન જોવામાં આવતું
નથી. પૂર્ણ સંયમ વિના જ્ઞાન આવે નહિ. પૂર્ણ સંયમ વિના પરમાત્મા પ્રગટ થાય નહિ.