પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
પેલા બકરાને ઘાસ ચરાવવા લઇ
જનારો એ જીવાત્મા છે. રાજા એ પરમાત્મા છે. મનને મારો, તેના ઉપર અંકુશ રાખો. મન સુધરે તો જીવન સુધરે. મનને વિવેકરૂપી
લાકડી રોજ મારો. જીવને તૃપ્તિ ભોગથી થતી નથી. તૃપ્તિ ત્યાગમાં છે.
અહંમમાભિમાનોત્થૈ: કામલોભાદિભિર્મલૈ: ।
વિતં યદા મન: શુદ્ધમદુ:ખમસુખં સમમ્ ।।
મન અહંતા –મમતાથી ભરેલું છે. મન માંગે ત્યારે તેને વિવેકરૂપી લાકડીથી મારશો, તો તે વશ થશે.
રામદાસ સ્વામીએ મનને બોધ આપ્યો છે. દૃઢ વૈરાગ્ય, તીવ્ર ભક્તિ અને યમનિયમાદિના અભ્યાસથી ચિત્ત વશ, સ્થિર
થાય છે. અને છેવટે પ્રકૃતિ પણ ધીમે ધીમે અદૃશ્ય થાય છે.
સંસાર ઉપર વૈરાગ્ય લાવવા માટે એક જ ઉપાય છે. જન્મમૃત્યુ જરાવ્યાધિ દુ:ખદોષાનુદર્શનમ્ ।
આ જગતમાં સુખી થવાના બે જ માર્ગ છે:-એક જ્ઞાનમાર્ગ અને બીજો ભક્તિમાર્ગ. જ્ઞાનમાર્ગ કહે છે કે સર્વ છોડીને
પરમાત્મા પાછળ પડો. વૈરાગ્ય વગર જ્ઞાન મળતું નથી. જ્ઞાનમાર્ગમાં વૈરાગ્ય મુખ્ય છે. જ્ઞાનમાર્ગમાં બધું છોડી દેવાનું છે. જ્ઞાની
બધું છોડી દે છે, અને એક ભગવાનને પકડી રાખે છે. જ્ઞાનમાર્ગમાં ત્યાગ મુખ્ય છે. જ્ઞાનમાર્ગના આચાર્ય શિવજી છે. સર્વનો ત્યાગ
કરવો કઠણ છે. ભક્તિમાર્ગ કહે છે, સર્વનો ત્યાગ કરવો એ અઘરું છે. એના કરતાં સર્વમાં ઇશ્વર છે એમ માની સર્વ સાથે વિવેકથી
પ્રેમ કરો. ભક્તિમાર્ગમાં ભગવદ્ભાવ રાખી સમર્પણ કરવાનું છે. ભક્તિ-માર્ગમાં કાંઈ છોડવાનું નથી. વૈષ્ણવ હશે એ કહેશે કે આ
કેળાંની છાલમાં પણ શ્રીકૃષ્ણ છે. તેને ગાયને ખવડાવીશ. ભક્તિમાર્ગમાં સમર્પણ મુખ્ય છે. ભક્તિમાર્ગના આચાર્ય શ્રીકૃષ્ણ છે.
ભગવાન શ્રીકૃષ્ણ સર્વ ઉપર પ્રેમ કરે છે. ભક્તિમાર્ગમાં સર્વ સાથે પ્રેમ કરવાનો હોય છે. ભગવાન જેવો પ્રેમ કરનાર કોઇ થયો નથી
અને થવાનો નથી.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૧૭
એક વખત ભૃગુઋષિ વૈકુંઠમાં આવ્યા. ભગવાન સૂતેલા છે. લક્ષ્મીજી ચરણની સેવા કરે છે. આ કોઇ વિલાસી લાગે છે,
આને મોટો દેવ કોણ કહે? આવેલા પરીક્ષા કરવા એટલે એકદમ આવીને ભગવાનની છાતી ઉપર લાત મારી. ભૃગુઋષિએ છાતીમાં
લાત મારી તેમ છતાં, છાતીમાં લાત મારનાર ઉપર પણ મારો કનૈયો પ્રેમ કરે છે. ભગવાન કહે છે, મારી છાતી સખત અને તમારાં
ચરણ કોમળ. તમારાં ચરણને દુ:ખ થયું હશે. જગતમાં આવો પ્રેમ કરનારો કોઈ છે? આવો પ્રેમ કરનારો કોઈ નથી. ઝેર આપનાર
ઉપર પણ કનૈયો પ્રેમ કરે છે. પણ લક્ષ્મીજીને જરા ખોટું લાગ્યું. આવી રીતે પરીક્ષા થતી હશે? આ પરીક્ષા કરવાની રીત નથી. હું
બ્રાહ્મણોને ત્યાં જઈશ નહિ. માતાજીએ બ્રાહ્મણોનો ત્યાગ કર્યો. એટલે ઘણે ભાગે બ્રાહ્મણો ગરીબ હોય છે.
જ્ઞાનીઓ માને છે કે આ શરીરનો સંબંધ થયો, એટલે દુ:ખ આવ્યું, એટલે જ્ઞાનીઓ આ શરીર સાથે પ્રેમ કરતા નથી. પ્રેમ
કરવો હોય તો આ શરીર ઉપર ન કરતાં, પરમાત્મા ઉપર પ્રેમ કરવો. સર્વ સાથે પ્રેમ કરો અથવા સર્વનો ત્યાગ કરો. સર્વનો ત્યાગ
તમારાથી ન થઈ શકે તો સર્વમાં ઇશ્વરનો ભાવ રાખી તેમની સાથે પ્રેમ કરો. સર્વમાંથી મમતાનો ત્યાગ કરો અથવા સઘળું ઇશ્વરને
અર્પણ કરી સર્વે કર્મફળોનો ત્યાગ કરો.
દરેકમાં મમતા-મારાપણું. સમર્પણ માર્ગ અમુકમાં જ મમતા. સ્વાર્થ માર્ગ-આજે તો બધા સ્વાર્થમાર્ગી બન્યા છે.
પૈસો મારો પરમેશ્વર, અને બૈરી મારો ગુરુ,
છૈયાં-છોકરાં મારા શાલિગ્રામ, હું પૂજા કોની કરું?
સંસારમાંથી જે ન જાગે, તેને કનૈયો મળતો નથી. કંસ એ કામ અને અભિમાની છે. એ સૌને કારાગૃહમાં રાખે છે.
જાગ્યો કોણ? જે મનથી વિષયસુખનો ત્યાગ કરી ભગવાનના નામના જપ કરે તે.
જગતમાં જાગ્યો કોણ? તુલસીદાસજી વર્ણન કરે છે:-
જાનિયે તબ જીવ જગ જાગા ।
જબ સબ વિષય વિલાસ વિરાગા ।।
જ્યારે સઘળા વિષય-વિલાસો ઉપર વૈરાગ્ય આવે, ત્યારે સમજવું કે એ જીવ જગતમાં જાગ્યો છે. મા! અનાદિકાળથી
આ મન સંસારમાં ભટકતું આવ્યું છે. સત્સંગથી મન સુધરે છે. વાસનાનો ત્યાગ કરવાથી મન સુધરે છે. વિવેકી પુરુષો સંગ અથવા
આસક્તિને આત્માનું બંધન માને છે. પરંતુ એ સંગ અથવા આસક્તિ જ્યારે સંત મહાત્માઓ પ્રતિ થાય છે, ત્યારે મોક્ષનું દ્વાર ખુલ્લું
થઈ જાય છે. માટે સત્સંગ કરો.