પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
અનસૂયાએ ધ્યાન કર્યું અને ત્રણે દેવો ઉપર પાણી છાંટ્યું. ત્રિદેવો બાળક બની ગયા. પતિવ્રતામાં એવી શક્તિ છે.
પાર્વતી વિચારે છે કે સવારના ગયા છે, તે હજુ આવ્યા નથી. લક્ષ્મી અને સાવિત્રી પણ પોતાના પતિઓને શોધવા નીકળી છે. ત્રણ દેવીઓ ચિત્રકૂટમાં આવીછે. એટલામાં નારદ ત્યાં આવ્યા, દેવીઓએ તેમને પૂછ્યું, અમારા પતિઓના કાંઇ સમાચાર જાણતા હો તો કહો. નારદજી કહે, પહેલાં કહો કે કોણ મોટું? તમે કે અનસૂયા? દેવીઓ કહે છે, અનસૂયા મોટાં. પણ અમારા પતિઓ છે કયાં? નારદજી કહે છે, મેંસાંભળ્યું છે કે તમારા પતિઓ બાળક બન્યા છે.અનસૂયાના ઘરમાં તેઓ મળશે.
બીજા સાથે અસૂયા કરનારને શાંતિ મળતી નથી. દેવીઓ ગભરાય છે, ત્યાં જઈએ અને અનસૂયા શાપ આપે તો? નારદજી કહે છે:-તમે ભલે મત્સર કરો, પણ અનસૂયા મત્સર કરશે નહિ. અનસૂયા તમને સદ્ભાવથી જોશે. તમારા પ્રત્યે સદ્ભાવ રાખશે. દેવીઓ આશ્રમમાં આવી છે. અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ દેવો પાસે અનસૂયાએકરાવી છે. આજથી પ્રતિજ્ઞા કરો કે પતિવ્રતાને કોઇ દિવસ ત્રાસ નહિ આપીએ. જગતની કોઈ પતિવ્રતા સ્ત્રીને નહિ પજવીએ. અત્રિ ઋષિ તેવામાં પધારે છે . પૂછે છે કે આ ત્રણ બાળકો કોણ છે?અનસૂયા કહે:-આ ત્રણ મારા છોકરાઓ છે. આ ત્રણે છોકરાની વહુઓ છે. અત્રિ કહે:-દેવી, આવું ના બોલો, આ ત્રણે મહાદેવો છે. પછી જળ છાંટયું, ત્રણે દેવો પ્રગટ થયા.ત્રણે દેવોએ કહ્યું, તમારા આંગણે બાળક થઈને રમતા હતા તેવુંસુખ તમને કાયમ આપીશું.આ ત્રણે દેવોનુંતેજ ભેગુંથવાથી ગુરુ દત્તાત્રેય પ્રગટ થયા છે.
જ્યારે આ જીવ કાંઈ લેતો નથી, ત્યારે પરમાત્મા તેને, પોતાના સ્વરૂપનુંદાન કરે છે.
માર્ગદર્શન ગુરુકૃપા વગર મળતું નથી. ગુરુ દત્તાત્રેય માર્ગદર્શન આપનાર છે. તેથી તેનો જન્મ માર્ગશીર્ષ માસમાં થયો છે.
પહેલા અધ્યાયમાં કર્દમ ઋષિની કન્યાઓના વંશનુંવર્ણન કર્યું.
દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિને ત્યાં સોળ કન્યાઓ થઇ છે.તેમાંથી તેર તેણે ધર્મને, એક અગ્નિને, એકપિતૃગણને અને સોળમી સતી શંકરજીને આપી છે.
ધર્મની તેર પત્નીઓ બતાવી છે. તેના નામો:-શ્રદ્ધા, મૈત્રી,દયા, શાંતિ, તૃષ્ટિ,પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા,સ્મૃતિ, અને મૂર્તિ.ઘર્મના તેર લગ્નો થયાં છે. આતેર ગુણોને જીવનમાં ઉતારે તો ધર્મ જરૂર ફળે છે.આ તેર ગુણો સાથે લગ્ન કરશો તો પ્રભુ મળશે.
Bhagavata Gita ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૨૮
ધર્મની પહેલી પત્ની શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા રાખો.ધર્મની પ્રત્યેક ક્રિયા શ્રદ્ધાથી કરજો.શ્રદ્ધા દૃઢ હોવી જોઇએ.
દૃઢ શ્રદ્ધાભક્તિથી-દૃઢ પ્રેમથી જડ પણ ચેતન બને છે.
મૈત્રી-જીવમાત્ર પ્રત્યે મૈત્રી રાખજો.
શ્રીધરસ્વામીએ કહ્યુંછે સર્વ પ્રત્યે મૈત્રી કરવી એ શક્ય નથી.સર્વ સાથે મૈત્રી ન થાય તો વાંધો નહિ, પણ કોઈ સાથે વેર ન કરો.વેર ન કરો એ મૈત્રી કર્યા જેવુંછે.
ધર્મની તેરમી પત્ની છે મૂર્તિ, અને તેના ઘરે નર-નારાયણનુંપ્રાગટય થયું છે.નારાયણનાં માતાપિતા મૂર્તિ અનેધર્મ છે. મૂર્તિમાં પ્રેમ રાખો.મૂર્તિને માતા અને ધર્મને પિતા માને એને ત્યાં નારયણનો જન્મથાય છે. બદ્રિનારાયણ ભગવાન મૂર્તિદેવીને વર્ષમાં એકવાર મળવા ઘરે જાય છે. ધર્મપિતા છે. મૂર્તિ માતા છે. બરાબર ધર્મનુંપાલન કરશો, તો તમારા ઘરે નારાયણ પ્રગટ થશે.
દૃક્ષ પ્રજાપતિની નાની કન્યા સતીનુંલગ્ન શિવજી સાથે થયું.દૃક્ષ પ્રજાપતિએ શિવજીનુંઅપમાન કર્યું, એટલે સતીએ પોતાનું શરીર યજ્ઞમાં બાળી દીધું. ભગવાન શંકર મહાન છે. સચરાચર જગતના ગુરુ છે. સંત જ્ઞાનેશ્વરે જ્ઞાનેશ્ર્વરીમાં કહ્યુંછે, જગતમાં જેટલા ધર્મ સંપ્રદાય છે તેના આદિ ગુરુ શંકર છે. ગુરુ કર્યા વગર રહેવું નહિ. સર્વ મંત્રના આચાર્ય શિવજી હોવાથી શિવજીને ગુરુ માની મંત્રદીક્ષા લેવી.
વિદુરજી પૂછે છે:-સર્વથી શ્રેષ્ઠ એવા શિવજી સાથે દૃક્ષ પ્રજાપતિએ વેરકર્યુંતેથી આશ્ર્ચર્ય થાય છે.આ કથા અમને વિસ્તારથી સંભળાવો.