પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
જે ભાગવતની કથા પ્રેમથી સાંભળે છે તેનો સંબંધ ભગવાન સાથે થાય છે. ભાગવત એ ભગવાનનું સાક્ષાત્ સ્વરૂપ છે.
ભગવાનનું વાઙમય સ્વરૂપ છે.
વેદાન્તમાં અધિકાર-અધિકારીની બહુ ચર્ચા કરવામાં આવી છે. અથાતો બ્રહ્મ જીજ્ઞાસા ।
વેદાન્તનો અધિકાર સર્વને નથી. નિત્યાનિત્ય વસ્તુ, વિવેક, શામાદિષડ઼્ સંપત્તિ ઈહામુત્ર ફૂલભોગ વૈરાગ વિના
વેદાન્તાધિકાર નથી. વેદોના ત્રણ વિભાગ કરવામાં આવેલા છે. કર્મકાંડ, જ્ઞાનકાંડ, ઉપાસનાકાંડ, તે રીતે તેના અધિકારીઓ
ઠરાવ્યા છે.
ત્યારે ભાગવત સર્વને માટે છે. ભાગવતનો આશ્રય કરશો તો ભાગવત તમને ભગવાનની ગોદમાં બેસાડશે. તમને નિર્ભય
અને નિઃસંદેહ બનાવશે.
ભાગવતના શ્લોક ૧૮૦૦૦ કેમ? આઠ પ્રકૃતિના આઠ અને નવમા ઈશ્વર એટલે પૂર્ણતા થાય, નવમો આંક પૂર્ણતા
દર્શાવે છે. ખાવું કેવી રીતે, બોલવું કેવી રીતે, ચાલવું કેવી રીતે, પત્ર કેમ લખવો વગેરે બધું ભાગવતમાં બતાવ્યું છે. આ એક જ ગ્રંથનો આશ્રય
કરવાથી સઘળું જ્ઞાન મળશે.
આ ગ્રંથ પૂર્ણ છે. ભાગવત એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. જગત અને ઇશ્વરનું, જીવ અને જગતનું, જીવ અને ઇશ્વરનું જ્ઞાન
ભાગવતમાંથી મળશે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૨૬
ભાગવત સાંભળ્યું કેટલું તો કે જીવનમાં ઉતાર્યું તેટલું, શ્રવણનું મનન કરી આચરણમાં ઉતારો.
કેવળ જાણેલું કામ આવશે નહિ. પણ જીવનમાં ઉતારેલું કામ આવશે.
ગાંધીજી પણ કહેતા-અઢી મણ જ્ઞાન કરતાં અધોળ આચરણ શ્રેષ્ઠ છે.
પ્રભુના દિવ્ય સદ્ગુણોને જીવનમાં ઉતારો. પૂર્વ જન્મનો વિચાર ન કરો. જનકરાજાએ પોતાના પૂર્વજન્મો જોવા ઋષિ
યાજ્ઞવલ્કય પાસે માંગણી કરી, યાજ્ઞવલ્કયે ના પાડી અને કહ્યું. રાજા, તે જોવામાં મજા નથી. છતાં જનકરાજાએ દુરાગ્રહ કર્યો. તે
જોવા ઈચ્છા કરી, યાજ્ઞવલ્કયે તેમને તેમના પૂર્વ જન્મો બતાવ્યાં. જનકરાજાએ જોયું કે પોતાની પત્ની અગાઉના જન્મોમા એક
વખત પોતાની માતા હતી. તેઓને દુઃખ થયુ. તેથી પૂર્વ જન્મના વિચારો ન કરો.
ભગવાન સાથે લગ્ન કરો અને બીજાના લગ્ન પણ કરાવો. તુલસી રાધારાણીનું સ્વરૂપ છે. તુલસીવિવાહ એટલે હું મારા
ભગવાન સાથે લગ્ન કરીશ. ચાતુર્માસમાં સંયમ, તપ કરે, ત્યાર પછી જ તુલસીવિવાહ થાય. સંયમ પાળો, તપ કરો તો પ્રભુ મળશે.
આત્માનો ધર્મ છે પ્રભુની સન્મુખ જવું.
શ્રીમદ્ ભાગવતમાહાત્મ્ય સમાપ્ત:
હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
।। શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ।।