પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ભાવનામાં ભાવથી મને શ્રીકૃષ્ણ દેખાય પણ પ્રત્યક્ષ બાલકૃષ્ણના દર્શન થતા નથી. મારા શ્રીકૃષ્ણના મારે પ્રત્યક્ષ
દર્શન કરવાં છે. મને થયું કે શ્રીકૃષ્ણ કયારે મને અપનાવશે? કયારે મને મળશે? મને શ્રીકૃષ્ણ દર્શનની તીવ્ર લાલસા
જાગી.શ્રીકૃષ્ણ દર્શનની મને તીવ્ર આતુરતા થઈ.
મારા શ્રીકૃષ્ણની ઝાંખી થાય તો કેવું સારું? મારા લાલાએ કૃપા કરી. એક દિવસ ધ્યાનમાં મને સુંદર નીલો પ્રકાશ
દેખાયો. પ્રકાશને નિહાળી હું જપ કરતો હતો, ત્યાં પ્રકાશ માંથી બાલકૃષ્ણનું સ્વરૂપ પ્રગટ થયું. મને બાલકૃષ્ણલાલના મનોહર
સ્વરૂપની ઝાંખી થઈ. મારા શ્રીકૃષ્ણે કસ્તૂરીનું તિલક કર્યું હતું. વક્ષ:સ્થળમાં કૌસ્તુભ માળા ધારણ કરેલી હતી. આંખો પ્રેમથી
ભરેલી હતી. મને જે આનંદ થયો, તેનું વર્ણન કરવાની શક્તિ સરસ્વતીમાં પણ નથી. મને થયું, હું દોડતો જાઉં અને શ્રીકૃષ્ણના
ચરણમાં વંદન કરું. હું ત્યાં વંદન કરવા ગયો ત્યાં શ્રીકૃષ્ણ અંતર્દ્યાન થયા. મને થયું મારા શ્રીકૃષ્ણ મને કેમ છોડીને ચાલ્યા ગયા?
ત્યાં તો આકાશવાણીએ મને આજ્ઞા કરી, તારા મનમાં સૂક્ષ્મવાસના રહેલી છે. જેના મનમાં સૂક્ષ્મવાસના રહેલી છે, તેવા યોગીને હું
દર્શન આપતો નથી.
હન્તાસ્મિગ્જન્મનિ ભવાન્મા માં દ્રષ્ટુમિહાર્હતિ ।
અવિપકવકષાયાણાં દુર્દર્શોડહં કુયોગિનામ્ ।।
આ જન્મમાં હવે તને મારા દર્શન થશે નહિ. આમ તો તારી ભક્તિથી હું પ્રસન્ન થયેલો છું. તારા પ્રેમને, ભક્તિને પુષ્ટ
કરવા તને દર્શન આપ્યાં છે. પણ તારે હજુ બિજો એક જન્મ લેવો પડશે. હજુ તારાં પાપ ઘણાં બાકી છે. બીજા જન્મમાં તને મારાં
દર્શન થશે. દૃષ્ટિ અને મનને સુધારી સતત વિચાર કે હું તારી સાથે છું. જીવનના છેલ્લા શ્વાસ સુધી જપ કરવાના. ભજન વિનાનું
ભોજન એ પાપ છે. સત્કર્મની સમાપ્તિ હોય નહિ. જે દિવસે જીવનની સમાપ્તિ, તે દિવસે સત્કર્મની સમાપ્તિ.
પછી હું ગંગા કિનારે રહ્યો. મરતાં પહેલાં મને અનુભવ થવા લાગ્યો કે આ શરીરથી હું જુદો છું. જડ ચેતનની ગ્રંથિ છૂટી
ગઈ. જડ અને ચેતનની, શરીર અને આત્માની જે ગાંઠ પડી છે, તે ગાંઠ ભક્તિ વગર છૂટતી નથી. અતિ ભક્તિથી જડ ચેતનની
ગાંઠ છૂટે છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૪૮
શરીરથી આત્મા જુદો છે, એ સર્વ જાણે છે. પણ અનુભવે છે કોણ? જ્ઞાનનો અનુભવ ભક્તિથી જ થાય છે.
તુકારામ મહારાજે કહ્યું છે:-મેં મારી આંખે મારું મરણ જોયું. મારા આત્મસ્વરૂપને મેં નિહાળ્યું.
મન ઈશ્ર્વરમાં હોય અને ઈશ્ર્વર સ્મરણ કરતાં શરીર છૂટી જાય તો મુક્તિ મળે છે. મનને ઈશ્વરનું સ્મરણ સતત કરાવો.
જપ વગર અન્ય કોઈ સાધન નથી. જીભથી જપ કરો, ત્યારે મનથી સ્મરણ કરવું જોઇએ.
આખું જીવન જેની પાછળ ગયું હશે. તે જ અંતકાળે યાદ આવશે. અંતકાળ સુધી મારો જપ ચાલુ હતો. જપની પૂર્ણાહૂતિ
ન હોય, ભજનની સમાપ્તિ ન હોય. શરીરની સમાપ્તિ સાથે જ ભજનની સમાપ્તિ. જીવનના અંત સુધી ભજન કરવાનું. અંતકાળમાં
રાધાકૃષ્ણનું ચિંતન કરતાં, મેં શરીરનો ત્યાગ કર્યો. મારું મુત્યુ મેં પ્રત્યક્ષ જોયું, મને મુત્યુનું કષ્ટ થયું નહિ. તે પછી હું બ્રહ્માજીને
ત્યાં જન્મ્યો. પૂર્વ જન્મના કર્મોનું ફળ, આ જન્મમાં મને મળ્યું. મારું નામ નારદ રાખવામાં આવ્યું, પૂર્વ જન્મમાં કરેલા ભજનથી
મારું મન સ્થિર થયું છે. મારું મન સંસાર તરફ જતું નથી. હવે મારું મન ચંચળ થતું નથી. હવે હું સતત પરમાત્માનાં દર્શન કરું
છું. એક દિવસ હું ગોલોક ધામમાં ગયો. જ્યાં સતત રાસલીલા થાય છે. ત્યાં રાધાકૃષ્ણનાં મને દર્શન થયાં. હું કીર્તનમાં તન્મય
થયો હતો. શ્રીકૃષ્ણકીર્તનમાં મને અતિ આનંદ થયો. પ્રસન્ન થઈ રાધાજીએ મારા માટે પ્રભુને ભલામણ કરી કે નારદને પ્રસાદ
આપો. શ્રીકૃષ્ણે મને પ્રસાદ આપ્યો, વ્યાસજીએ પૂછ્યું, ભગવાને પ્રસાદમાં તમને શું આપ્યું?
દેવદત્તામિમાં વીણાં સ્વરબ્રહ્મવિભૂષિતામ્ ।
મૂર્ચ્છયિત્વા હરિકથાં ગાયમાનશ્ર્ચરામ્યહમ્ ।।