પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
શંકરાચાર્ય સ્વામી દુ:ખથી બોલ્યા છે કે, મનુષ્યને મરવાનું છે, તે જાણે છે. એક દિવસ આ બધું છોડીને જવાનું છે તે
પણ જાણે છે. તેમ છતાં મનુષ્ય પાપ કેમ કરે છે તેનું મને આશ્ર્ચર્ય થાય છે. માટે તમારા જીવનને સાચવજો. પરીક્ષિતનો અધિકાર
સિદ્ધ થયા પછી શુકદેવજી મહારાજ ત્યાં પધાર્યા છે. શુકદેવજીને આમંત્રણ આપવું પડયું નથી. અરે, આમંત્રણ આપ્યે, આ
શુક્દેવજી આવે એવા નથી. રાજાના જીવનનો પલટો થયો. શુકદેવજીને જયારે લાગ્યું કે પરીક્ષિત રાજા હવે રાજા મટી મહર્ષિ થયા
છે, ત્યારે તેઓ આવ્યા. રાજર્ષિ અને ઋષિ એક જ છે. રાજા જયાં સુધી મહેલમાં વિલાસી જીવન ગાળતા હતા, ત્યાં સુધી શુકદેવજી
ન આવ્યા. પણ તક્ષકના ભયથી સંસાર છોડયો કે તરત શુકદેવજી પધાર્યા. રાજા હતા ત્યારે શુકદેવજી કથા કરવા ગયા હોત તો
રાજા કહેત, તમે આવ્યા છો તો સારું. એક કલાક કથા કરો અને વિદાય થાવ. મારે ઘણું કામ છે.
પરીક્ષિત રાજાને ખાત્રી હતી કે સાતમે દિવસે પોતે મરવાના છે. આપણને એ પણ ખબર નથી. જીવન પાણીનો પરપોટો
છે. પાણીના પરપોટાને ફુટી જતાં વાર લાગતી નથી. તેમ જીવનનો અંત આવતાં પણ વાર લાગતી નથી.
પ્રથમ સ્કંધ અધિકાર લીલાનો છે. શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન સંપાદન કરવાનો અધિકારી કોણ? એ જ્ઞાન આપવાનો
અધિકારી કોણ વગેરે બતાવ્યું છે પ્રથમ સ્કંધમાં. પ્રથમ સ્કંધના ત્રણ પ્રકરણ છે:-ઉત્તમાધિકાર, મધ્યમાધિકાર અને ત્રીજું
કનિષ્ઠાધિકાર પ્રકરણ છે. શુકદેવજી-પરીક્ષિત ઉત્તમ વકતા- શ્રોતા. વ્યાસ-નારદ, મધ્યમ વકતા-શ્રોતા. અને સૂત શોનકજી
કનિષ્ઠ વકતા-શ્રોતા.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૫૩
વ્યાસજી સમાજને સુધારવાની ભાવનાથી કથા કરે છે, એટલે મધ્યમ વકતા કહેવાયા છે. સમાજને સુધારવાની ઈરછા
અનેકવાર પ્રભુભજન, પ્રભુમિલનમાં બાધક થાય છે. બીજાને સુધારવાની ભાવના પ્રભુભજનમાં વિઘ્ન કરે છે. બીજાને સુધારવાની
ભાંજગડમાં પડશો નહિ. તમે તમારું સુધારજો. કથા કરતી વખતે શુકદેવજીને ખબર પડી નથી, કે મારી કથા સાંભળવા સામે કોણ
કોણ બેઠા છે. શુકદેવજીની કથાથી ઘણાના જીવન સુધરે છે. પણ તેનો વિચાર શુકદેવજી કરતા નથી. શંકરાચાર્યે કહ્યું છે કે
બ્રહ્મજ્ઞાની મહાત્માઓ એક ક્ષણ પણ બ્રહ્મનું ચિંતન છોડી શકતા નથી. આવી દશા શુક્દેવજીની છે. સોળઆની વૈરાગ્ય ન હોય
તો દૃષ્ટિ બ્રહ્માકાર થતી નથી. જગતમાં બ્રહ્મજ્ઞાની મળી શકે પણ બ્રહ્મદૃષ્ટિ રાખીને વિચારનારા શુકદેવજી જેવા નથી મળતા.
શબ્દમાં શક્તિ, ત્યાગ વિના આવતી નથી. કહેણી અને કરણી એક ન હોય, વાણી અને વર્તન એક ન હોય, ત્યાં સુધી
શબ્દમાં શક્તિ આવતી નથી. આધી કેલે મંગ સાંગિતલે । રામદાસ સ્વામીએ કહ્યું છે, મેં કર્યું છે. મેં અનુભવ્યું છે, અને પછી તમને
કહ્યું છે.
શુકદેવજી મહારાજ જે બોલ્યા છે તે, જીવનમાં ઉતારીને બોલ્યા છે. શુકદેવજી ઉત્તમ વકતા. કારણ કે વાણી અને વર્તન
તેનું એક છે. એક સંતે તેથી કહ્યું છે:-બોલે તૈસા ચાલે ત્યાંચિ બન્દાવિ પાઉલે । આવી વ્યક્તિ વંદનીય છે. એક વખત એકનાથ
મહારાજ પાસે એક બાઈ પોતાના પુત્રને લઈને આવી. મહારાજ મારા પુત્રને ગોળ ખાવાની બહુ ટેવ છે, તે ટેવ છોડતો નથી. તે
ગોળ ખાવાની ટેવ છોડી દે તેવા આશીર્વાદ આપો. મહારાજે તે વખતે આશીર્વાદ આપ્યા નહીં. કારણ કે પોતે ગોળ ખાતા હતા. તે
બાઇને તેઓએ કહ્યું, તમે થોડા દિવસ પછી તમારા પુત્રને લઇને આવજો. તે વખતે હું આશીર્વાદ આપીશ. આજે નહિ. તેઓએ
ગોળ ખાવાનું છોડયું. વિઠ્ઠલનાથ કૃપા કરો, આજથી મેં ગોળ છોડયો છે. જેથી મારી વાણીમાં શક્તિ આવે. તે પછી થોડા દિવસ
પછી બાઈ પોતાના પુત્રને લઈને આવી. મહારાજે તે વખતે બાળકને આશીર્વાદ આપ્યા.