પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ઝેર ચોળીને આવી હતી. ઈશ્વરના ધામમાં આવી હતી. વાસનાનું ઝેર મનમાં રાખીને હ્રદયમાં રાખીને. મનુષ્ય પરમાત્મા
સન્મુખ જાય છે, તેને પરમાત્માનાં દર્શન થતાં નથી. ઝેર ચોળીને આવી હતી પણ માતાની ભાવનાથી આવી હતી. પૂતનાએ માનું
કામ કર્યું છે. તેને યશોદા જેવી ગતિ આપી છે. ઝેર આપનાર પૂતનાને પણ મારા પ્રભુએ સદ્ગતિ આપી હતી. મારા પ્રભુ દયાળુ છે.
શ્રીકૃષ્ણને માખણ મિસરીની તો શું કોઈ વસ્તુની જરૂર નથી. ફકત પ્રેમની જરૂર છે. પ્રેમકે વશ અર્જુન રથ હાંકયો ભૂલ ગયે ઠકુરાઇ.
પદાર્થથી પ્રસન્ન થાય તે જીવ. પ્રેમથી પ્રસન્ન થાય તે ઈશ્વર. પ્રેમ કરવા લાયક એક પરમાત્મા જ છે. એવા પરમ દયાળુને
છોડીને હું કોના શરણમાં જઈશ.
શુકદેવજીના મનમાં શંકા હતી કે કનૈયો બધુ માંગશે, તો હું શું આપીશ? તેનું નિવારણ થયું.
શુકદેવજી આમ, તેમ જોવા લાગ્યા કે આ શ્લોક કોણ બોલે છે. ત્યાં વ્યાસજીના શિષ્યોનાં દર્શન થયાં. શુકદેવજીએ
તેઓને પૂછ્યું, તમે કોણ છો? તમે બોલો છો તે શ્લોક કોણે રચેલા છે?
શિષ્યોએ કહ્યું:-અમે વ્યાસજીના શિષ્યો છીએ. વ્યાસજીએ અમને આ મંત્રો આપ્યાં છે. આ બે શ્લોકો તો નમૂનાના છે.
બીજા શ્લોકો વખારમાં છે. વ્યાસ ભગવાને આવા શ્લોકોમય શ્રી ભાગવત પુરાણની રચના કરી છે.
શુકદેવજીએ પૂછયું:-આવા કેટલા શ્લોકો તેઓએ બનાવ્યા છે?
શિષ્યો કહે છેઃ-એવા અઢાર હજાર શ્લોકો બનાવ્યા છે.
આંખ ઉઘાડી હોવા છતાં આ શ્લોકોથી સમાધી લાગે છે. આંખ બંધ હોય અને સમાધિ લાગે તે ઠીક પણ આ તો આંખ
ઉઘાડી હોય અને સમાધિ લાગે. ગોપીઓને આવી સમાધિ લાગતી હતી. સાધો સહજ સમાધિ ભલી.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૫૭
શુકદેવજીએ વિચાર્યું, વ્યાસજી મારા પિતા છે. તેનો હું ઉત્તરાધિકારી છું. હું પિતા પાસે જઈ આ પુરાણ સાંભળીશ.
આજે શુકદેવજીને ભાગવતશાસ્ત્ર ભણવાની ઈચ્છા થઈ છે. કનૈયાની લીલા સાંભળી તેમનું ચિત્ત આકર્ષાયું. યોગીઓના
મન પણ આ શ્રીકૃષ્ણ કથાથી ખેંચાય છે. નિર્ગ્રન્થ શુકદેવને ભાગવત શાસ્ત્રનું અધ્યયન કરવાની ઈચ્છા થઈ. ભાગવતનાં શ્લોકો
સાંભળી શુકદેવજીનું ચિત્ત આકર્ષાયું અને નિર્ગુણ બ્રહ્મના ઉપાસક, સગુણ બ્રહ્મની પાછળ પાગલ બન્યા.
બાર વર્ષ પછી શુકદેવજી વ્યાસાશ્રમમાં દોડતા દોડતા આવ્યા, શુકદેવજીએ વ્યાસજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. વ્યાસજીએ
શુકદેવજીને છાતી સરસા ચાંપ્યા. શુકદેવજીએ કહ્યું:-પિતાજી, આ શ્લોકો મને ભણાવો.
વ્યાસજીએ, શુકદેવજીને ભાગવત ભણાવ્યું. શુકદેવજી કથા સાંભળીને કૃતાર્થ થયા. આ પ્રમાણે ભાગવત શાસ્ત્રનો
પ્રચાર કેવી રીતે કરવો એવી વ્યાસ ભગવાનની ચિંતાનો અંત આવ્યો.
આ ગ્રંથના ખરા અધિકારી આત્મારામ છે, કારણ કે શ્રીકૃષ્ણ સર્વના આત્મારૂપ છે. વિષયારામને આ ગ્રંથ સાંભળવાની
ઈચ્છા થતી નથી.
સૂતજી કહે છે:-શૌનકજી, આશ્ર્ચર્ય ન કરો. ભગવાનના ગુણો એવા મધુર છે કે સર્વને તે પોતાની તરફ ખેંચી લે છે. તો
પછી શુકદેવજીનું મન આકર્ષે તેમાં શું નવાઇ?
હરે ર્ગુણાક્ષિપ્તમતિર્ભગવાન્ બાદરાયણિ: ।
અધ્યગાન્મહદાખ્યાનં નિત્યં વિષ્ણુજનપ્રિય: ।।
આત્મારામાશ્ર્ચ મુનયો નિર્ગ્રન્થા અપ્યુરુક્રમે ।
કુર્વન્ત્ત્યહૈતુકીં ભક્તિમિત્થમ્ભૂતગુણો હરિ: ।।
જેઓ જ્ઞાની છે, જેમની અવિદ્યાની ગાંઠ ખૂલી ગઇ છે, અને જેઓ સદા આત્મામાં જ રમણ કરવાવાળા છે તેઓ પણ
ભગવાનની, હેતુરહિત ભક્તિ કર્યા કરે છે. કારણ કે ભગવાનના ગુણો એવા મધુર છે, કે તે સર્વને પોતાની તરફ ખેંચી લે છે.
ભગવાનની કથામૃતનું પાન કરતાં, ભૂખ અને તરસ પણ ભૂલાય છે. તેથી તો દશમ સ્કંધના પહેલાં અધ્યાયમાં,
પરીક્ષિત રાજા પણ કહે છે કે પહેલાં મને ભૂખ અને તરસ લાગતી હતી. પણ ભગવાનની કથામૃતનું પાન કરતાં, હવે મારાં ભૂખ-
તરસ અદૃશ્ય થયાં છે.