પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
નૈષાતિદુ:સહા ક્ષુન્માં ત્યક્તોદમપિ બાધતે ।
પિબન્તં ત્વન્મુખાંમ્ભોજચ્યુતં હરિકથામૃતમ્ ।।
મેં પાણી પણ છોડયું છે. છતાં હું આપના મુખકમળમાંથી નીકળતું શ્રી હરિકથારૂપી અમૃતનું પાન કરી રહ્યો છું. તેથી આ
અતિ દુ:સહ ક્ષુધા પણ મને પીડા કરતી નથી.
ભોજન, ભજનનું સાધન માત્ર છે. માટે ક્ષુધા લાગે નહિ તેટલું જ ભોજન કરવું. સૂતજી વર્ણન કરે છે,તે પછી આ કથા
શુકદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી. ગુરુદેવે કથા મને કહી તે તમને સંભળાવું છું. શ્રવણ કરો. હવે હું તમને પરીક્ષિતના જન્મ,
કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વાર્ગારોહણની કથા કહું છું.
પાંચ પ્રકારની શુદ્ધિ બતાવવા પંચાધ્યાયીની કથા શરૂ કરે છે. પિતૃશુદ્ધિ, માતૃશુદ્ધિ, વંશશુદ્ધિ, અન્નશુદ્ધિ અને
આત્મશુદ્ધિ. જેનામાં આ પાંચ શુદ્ધિ હોય તેને પ્રભુ દર્શનની આતુરતા જાગે છે. આતુરતા વગર ઈશ્ર્વર દર્શન થતાં નથી. પરીક્ષિત
રાજામાં આ પાંચેય શુદ્ધિ હતી. તે બતાવવા આગળની કથા કહેવામાં અવે છે ૭ થી ૧૧ પાંચ અધ્યાયમાં બીજ શુદ્ધિની કથા છે.
૧૨ માં અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે.
પરીક્ષિત કહે:-આ હરિકથા સાંભળતાં મને તૃપ્તિ થતી નથી. ઉત્તમ શ્રોતા તે છે કે જે ભજનમાં ભૂખ અને તરસને ભૂલે.
પ્રભુ ભજનમાં આનંદ આવે તો, ભૂખ તરસ ભૂલાય છે. આત્માકાર વૃત્તિ થાય, તો દેહધર્મનું ભાન રહેતું નથી.
કૌરવો પાંડવોનું યુદ્ધ પૂરું થયું છે. અશ્ર્વત્થામાએ વિચાર્યું, હું પણ કપટથી પાંડવોને મારીશ. પાંડવો જયારે સૂઈ ગયા
હશે, ત્યારે તેઓને મારીશ.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૫૮
અરે, જેને પ્રભુ રાખે તેને કોણ મારી શકે? પ્રભુએ સૂતેલા પાંડવોને જગાડયા અને કહ્યું મારી સાથે ગંગા કિનારે ચાલો.
પાંડવોને શ્રીકૃષ્ણ ઉપર કેટલો દૃઢ વિશ્વાસ. દ્વારકાનાથ કહે તે જ કરવાનું. તેઓ કાંઇ પ્રશ્ર્ન પૂછતા નથી. પાંડવોને પ્રભુમાં પૂર્ણ
વિશ્વાસ છે. પાંડવો પોતાને સ્વતંત્ર માનતા નથી. પણ પ્રભુને આધીન છે. આજકાલ સ્વતંત્રતાનો અર્થ જુદો કરવામાં આવે છે.
બાકી જેના જીવનમાં સંયમ છે, જે પરમાત્મા આધીન છે. તે ખરો સ્વતંત્ર છે. તમે પણ કોઈ પણ સાધુ-સંત-મહાત્મા, માતા-
પિતાને આધીન રહેજો. આવા પાંડવોના કુળમાં, પરીક્ષિતનો જન્મ થયો છે. પાંડવોને લઈ શ્રીકૃષ્ણ ગંગા કિનારે આવે છે. પ્રભુએ
કહેલું છતાં દ્રૌપદીના પુત્રો આવતા નથી. બાળક બુદ્ધિ હતી. તેઓ બોલ્યા, તમને ઊંઘ આવતી નથી પણ અમને ઊંઘ આવે છે.
તમારે જવું હોય તો જાવ. પરિણામે અશ્વત્થામાએ દ્રૌપદીના પાંચ પુત્રોને માર્યા.
દુઃખમાં ડહાપણ આવે છે. પ્રભુ પાસે એકાદ દુઃખ તો માંગજો કે જેથી અક્કલ ઠેકાણે રહે. જે સર્વ પ્રકારે સુખી થયો તે
દીન થઇને નમતો નથી.
આજે શ્રીકૃષ્ણ નિષ્ઠૂર થયા છે. દ્રૌપદીનાં આંસુ સામે જોતાં નથી. આજે દ્રૌપદી રડે છે પણ દ્વારકાનાથને દયા આવતી
નથી. નહિતર દ્રૌપદી રડે એ શ્રીકૃષ્ણથી સહન થતું નથી. અગાઉ જયારે જરૂર પડી ત્યારે દ્રૌપદીનાં આંસુ લૂછવા, દોડતા આવ્યા
હતા.
આ જીવ સર્વ પ્રકારે સુખી થાય એ યોગ્ય નથી. એકાદ દુઃખ મનુષ્યના હ્રદયમાં હોવું જ જોઇએ કે જેથી દુઃખમાં ખાત્રી
થાય કે ભગવાન વિના મારું કોઈ નથી. દરેક મહાન પુરુષ ઉપર દુઃખ આવ્યાં છે. પરમાત્માએ વિચાર્યું, પાંડવોને પૃથ્વીનું રાજ્ય
મળ્યું છે, સંતતિ છે અને સંપત્તિ પણ પુષ્કળ છે. સર્વ રીતે પાંડવો સુખી થાય એ સારું નથી. પાંડવોને આ સુખમાં કદાચ
અભિમાન થશે તો તેમનું પતન થશે. આવા શુભ હેતુ માટે, ઠાકોરજી કોઇ વખત નિષ્ઠૂર જેવા બની જાય છે,