પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
સુખકે માથે શિલ પડો । હરિ હ્રદયસે જાય । બલીહારી વહ દુ:ખકી જો પલ પલ નામ જપાય ।।
હનુમાનજીએ રામચંદ્રજીને કહ્યું છે. તમારા ધ્યાનમાં સીતાજી તન્મય થયાં છે, તેથી કહું છું કે સીતાજી આનંદમાં છે. કહ
હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ ।। જબ તવ સુમિરન ભજન ન હોઈ ।।
નાથ, જયારે તમારું સ્મરણ-ભજન ન થાય, ત્યારે જ સાચી વિપત્તિ આવી છે એમ સમજવું.
મારે માટે વિપત્તિઓ આવે કે જેથી, તમારા ચરણનો આશ્રય કરવાની ભાવના જાગે. દુનિયાના મહાન પુરુષોને પહેલા
દુઃખના પ્રસંગો આવ્યા છે.
જન્મૈશ્ર્વર્યશ્રુતશ્રીભિરેધમાનમદ: પુમાન્ । નૈવાર્હત્યભિધાતું વૈ ત્વામકિગ્ચનગોચરમ્ ।।
ચાર પ્રકારના મદથી મનુષ્ય ભાન ભૂલે છે:-(૧) વિદ્યા મદ (૨) જુવાનીનો મદ (3)દ્રવ્ય મદ (૪) અધિકાર મદ, આ
ચાર પ્રકારના મદથી, જીવ ભગવાનને ભૂલી જાય છે, પોતાનું બાળક રડે તો, પ્રોફેસર તાળી વગાડી તેને છાનું રાખવા પ્રયત્ન કરે
છે. ત્યારે તે ભૂલી જાય છે કે હું પ્રાફેસર છું. પ્રોફેસર સાહેબ કથામાં આવે છે, ત્યારે કીર્તનમાં તાળી પાડતાં શરમ આવે છે. ઘરે
બાબાને રમાડતાં તાળી પાડતાં શરમ નથી આવતી અને પ્રભુના કીર્તનમાં તાળી પાડતાં શરમ આવે છે. ભણેલા લોકોને ભજનમાં
શરમ આવે તો, એના જેવું બીજું શું દુર્ભાગ્ય હોઇ શકે? ભગવાને કહ્યું છે, આ ચાર પ્રકારના મદથી જીવ ઉન્મત્ત બને છે અને મારું
અપમાન કરે છે.
આ મદવાળાની જીભને કીર્તન કરતાં પાપ પકડી રાખે છે. તું બોલીશ તો મારે બહાર નીકળવું પડશે.
મહાભારતમાં કહ્યું છે, સર્વ પ્રકારના રોગનો જન્મ મદમાંથી થયો છે. માટે દીન બની પ્રાર્થના કરો. તમારા જન્મનું
પ્રયોજન ઘણી રીતે બતાવવામાં આવે છે. પરંતુ મને લાગે છે કે દુષ્ટોનો વિનાશ કરવો એ તમારા જન્મનું પ્રધાન કાર્ય નથી, પરંતુ
તમારા ભક્તોને પ્રેમનું દાન કરવા નાથ, તમે આવ્યા છો.
કુંતા થઈ, સ્તુતિ કરજો! મને વાસુદેવજીએ કહેલું, કંસના ત્રાસથી હું ગોકુળમાં જઇ શકતો નથી. તમે ગોકુળમાં જઇ
કનૈયાના દર્શન કરજો. જયારે તમે ગોકુળમાં બાળલીલા કરતા હતા, ત્યારે તે સમયે હે નાથ, હું તમને જોવા આવી હતી. તે તમારું
બાળસ્વરૂપ હજુ ભુલાતું નથી, એ વખતે યશોદાએ તમને બાંધ્યા હતા. તે ઝાંખી મને થઈ હતી તે હજુ ભૂલાતી નથી.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૬૩
ગોપ્યાદદે ત્વયિ કૃતાગસિ દામ તાવદ્ યા તે દશાશ્રુકલિલાગ્જનસમ્ભ્રમાક્ષમ્ ।
વકત્રં નિનીય ભયભાવનયા સ્થિતસ્ય સા માં વિમોહયતિ ભીરપિ યદ્ બિભેતિ ।।
કાળ પણ જેનાથી કાંપે છે, તે કાળના કાળ શ્રીકૃષ્ણ આજે થર થર કાંપે છે.
મર્યાદાભક્તિ પુષ્ટિભક્તિના, આ પ્રમાણે વખાણ કરે છે. કુંતા યશોદાનાં વખાણ કરે છે. પ્રેમનું બંધન ભગવાન પણ
ભૂલી શકતા નથી.
સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર થયા પછી સંસારમાં આસક્તિ રહી જાય છે. સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ બંનેનું
આરાધન કરે, તેની ભક્તિ સિદ્ધ થાય છે, સ્નેહપાશ મિમં છિન્ધિ (સ્વજનોની સાથે જોડાયેલાં સ્નેહના દૃઢ બંધનને આપ કાપી
નાંખો) આ શ્ર્લોકથી એ સિદ્ધ થાય છે.
આપ એવી દયા કરો કે મને અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય.
સ્તુતિના આરંભમાં નમસ્તે અને સમાપ્તિમાં પણ નમસ્તે છે. સાંખ્યશાસ્ત્રના ૨૬ તત્વોનું પ્રતિપાદન, ૨૬ શ્ર્લોકની
સ્તુતિમાં કરવામાં આવ્યું છે.
ભગવાન બધું કરે છે, પણ તે વૈષ્ણવને નારાજ કરી શકતા નથી. કુંતાજીના ભાવ જાણી ભગવાન પાછા વળ્યા છે.
કુંતાજીના મહેલમાં ભગવાન પધાર્યા છે, અતિશય આનંદ થયો છે. અર્જુન ત્યાં આવ્યા છે. માને કહે છે, કૃષ્ણ મારા સખા છે. મારા
માટે તેઓ પાછા આવ્યા છે. કુંતાજી કહે છે:-રસ્તામાં હું જઇને ઊભી રહી એટલે પાછા આવ્યા છે.
દ્રૌપદી કહે છે:-શ્રીકૃષ્ણની આંગળી કપાઈ હતી, ત્યારે મારી સાડી ફાડી પાટો મેં બાંધેલો એટલે મારા માટે આવ્યા છે.
સુભદ્રા કહે છે:-તમે માનેલા બહેન છો, સગી બહેન તો હું છું. એટલે મારા માટે પાછા આવ્યા છે. મને મળવા આવ્યા, ત્યારે હું રડી
અને કંઈ ન બોલી શકી, માટે પાછા આવ્યા છે. પરમાત્મા સાથે પ્રેમ કરો તો તે તમારા થશે.