પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
આ જીવ સમજીને છોડતો નથી. ડોકટર કહે છે તમને બ્લડપ્રેશર છે. ધંધો બંધ કરો. નહિતર જોખમ છે. ત્યારે મનુષ્ય
ડાહ્યો થઈને ઘરમાં બેસે છે. આ પ્રમાણે ડોક્ટર ધમકાવે ત્યારે ધંધો છોડીએ છીએ.
ધૃતરાષ્ટ્ર કહે છે:-ભાઈ તારું કહેવું સાચું છે પણ હું આંધળો છું. એકલો કયાં જાઉં?
વિદુરજી કહે છે, દિવસે તો ધર્મરાજા તમને છોડશે નહિ પણ, અત્યારે મધ્યરાત્રિએ હું તમને લઇ જાઉં.
ધૃતરાષ્ટ્ર-ગાંધારી સાથે વિદુરજી સપ્તસ્ત્રોત તીર્થ માં આવ્યાં.
સવારે યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રના મહેલમાં આવ્યા. કાકા દેખાતા નથી. યુધિષ્ઠિર વિચારે છે, અમે તેમના સો પુત્રને મારી
નાખ્યા એટલે તેમણે આત્મહત્યા કરી હશે. કાકા-કાકીનો પત્તો ન લાગે ત્યાં સુધી મારે પાણી પીવું નથી.
ધર્મી દુ:ખી થાય છે તો સંત તેને ત્યાં આવે છે. ધર્મરાજાની પાસે તે વખતે નારદજી પધાર્યા, ધર્મરાજા તેને કહે છે, મારા
પાપે કાકા ચાલ્યા ગયા.
વૈષ્ણવ તે છે કે, જે સ્વદોષનો વિચાર કરે, બીજાના દોષનો નહિ.
નારદજી સમજાવે છે કે ધૃતરાષ્ટ્રને સદ્ગતિ મળવાની છે. ચિંતા ન કરો દરેક જીવ મરણને આધિન છે. કાકા જયાં જવાના
ત્યાં તમારે પણ જવાનું છે. આજથી પાંચમા દિવસ પછી કાકાની સદ્ગતિ થશે. અને તે પછી તમારો વારો આવશે. કાકાને માટે હવે
રડશો નહિ. હવે તમે તમારો વિચાર કરો. મરેલો પાછો આવતો નથી. જીવતો પોતા માટે રડે તે જ સારું. એક મરે તેની પાછળ
બીજો રડે છે. પણ રડનારો એ સમજતો નથી કે તે ગયો છે, ત્યાં મારે પણ એક દિવસ જવાનું છે. રોજ વિચાર કરો, મારે મારું
મરણ સુધારવું છે. તમારા માટે પણ હવે છ મહિના બાકી રહ્યા છે. તમે તમારું મૃત્યુ યાદ કરો.
સૂતજી સાવધાન કરે છે:-પથારીમાં પડયા પછી, ડહાપણ ઘણાને આવે છે. તે શા કામનું?
નારદજી કહે છે:-હું તમને ભગવત પ્રેરણાથી સાવધાન કરવા આવ્યો છું. વિદુરજી ધૃતરાષ્ટ્રને સાવધાન કરવા આવ્યા
હતા. હું તમને સાવધાન કરવા આવ્યો છું. છ મહિના પછી કળિયુગની શરૂઆત થશે હવે તમે કોઈની ચિંતા ન કરો. તમે તમારી
ચિંતા કરો. યુધિષ્ઠિરે ઘણા યજ્ઞો કર્યા. ભગવાન દ્વારિકા ગયા, ત્યારે અર્જુનને સાથે લઇને ગયા. પ્રભુને ઈચ્છા હતી કે આ
યદુકુળનો વિનાશ થાય તો સારું. યદુકુળનો વિનાશ થયો.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૭૧
યુધિષ્ઠિરે ભીમને કહ્યું, નારદજીએ કહ્યું હતું, તે સમય આવ્યો હોય તેમ લાગે છે. મને કળિયુગની છાયા દેખાય છે. મારા
રાજ્યમાં અધર્મ વધી ગયો છે મંદિરમાં ઠાકોરજીનું સ્વરૂપ મને આનંદમાં દેખાતું નથી. શિયાળ-કૂતરાંઓ મારી સમક્ષ રડે છે. તને
શું કહું, મારા રાજ્યમાં અધર્મ વધ્યો છે.
હું કાલે ફરવા ગયો હતો. લુહારને ત્યાં મેં એક યંત્ર જોયું. મેં તેને પૂછ્યું. આને શું કહે છે? તેણે કહ્યું એને તાળુ કહે છે.
લોકોને ત્યાં ચોરી થવા લાગી છે. એટલે ઘરને તાળાં મારવા પડે છે.
હાલની છ મહિના ઉપરની વાત છે. એક વૈશ્યે બ્રાહ્મણને મકાન વેચાતું આપ્યું હતું. તે મકાનના પાયામાંથી સોનામહોરો
નીકળી. બ્રાહ્મણ તે લઇ શેઠ પાસે આવ્યો. શેઠ ધર્મ નિષ્ઠ હતા. તેમણે કહ્યું કે મેં મકાન તમને વેચ્યું છે, એટલે હવે મકાનમાંથી જે
નીકળે તે તમારું. શેઠ સોનામહોર લેતા નથી. શેઠ કહે છે તે સંપત્તિ તમારી છે. બ્રાહ્મણ કહે કે આ સંપત્તિ ઉપર મારો હક નથી. તે
મારી નથી. મારા રાજયની પ્રજા કેવી ધર્મનિષ્ઠ છે. તે વખતે તેં કહેલુ મોટાભાઇ ચિંતા ન કરો. છ મહિના પછી આ બન્નેની બુદ્ધિ
બગડશે. તેમજ થયું ગઈ કાલે તે બ્રાહ્મણ અને શેઠ મારી પાસે આવ્યા. બ્રાહ્મણ કહે છે. સંપત્તિ મારી છે. તે વખતે મારી બુદ્ધિ
બગડેલી હતી. હવે મારી બુદ્ધિ સુધરી ગઇ છે. આ પ્રમાણે બન્ને પોતપોતાનો હકક તે સંપત્તિ ઉપર બતાવવા લાગ્યા અને સાથે એક
વકીલને પણ લાવેલા. મને દેખાય છે કે મારા પવિત્ર રાજયમાં કળિનો પ્રવેશ થયો છે.
કળિ એટલે કલહનું રૂપ. જે ઘરમાં કૃષ્ણકીર્તન, કૃષ્ણકથા થાય તે ઘરમાં કળિ આવતો નથી.
અર્જુન હજુ આવ્યો નહિ. ભીમસેન અને ધર્મરાજા આવી રીતે વાતો કરતા હતા. તેવામાં અર્જુન આવ્યો! તેના મુખ ઉપર
જરાય તેજ દેખાતું નથી. યુધિષ્ઠિર અર્જુનને પૂછે છે. તારું તેજ ગયું કયાં? અર્જુન, તેં આંગણે આવેલા અતિથિને આપ્યા વગર
ભોજન તો કર્યુ નથી ને? અતિથિ ભગવાનનું સ્વરૂપ છે. આંગણે આવેલો અતિથિ ભૂખ્યો રહે, તો યજમાનનું પુણ્ય ખાઇ જાય છે.
નચિકેતા યમરાજાને ત્યાં ત્રણ દિવસ ભૂખ્યો, તરસ્યો બેસી રહ્યો છે. યમરાજા આવીને પૂછે છે. ત્રણ દિવસ તેં શું ખાધું? નચિકેતા
જવાબ આપે છે. તમારું પુણ્ય ખાધું.