પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
મનુષ્ય શરીર કરતાં આંખથી, મનથી વધારે પાપ કરે છે. મારો અર્જુન અપાપી છે. ગીતાજીમાં પ્રભુએ અર્જુનને માનપત્ર
આપ્યું છે. મારો અર્જુન પવિત્ર છે. એટલે તો ભગવાને ગુહ્યતમ જ્ઞાન તેને આપ્યું. એક રાત્રે ઉર્વશી અર્જુનને મળવા આવી. તે વખતે
અર્જુને તેની સામે જોયું નહીં. ઉર્વશીને કહ્યું મા! હું ભારતખંડનો માનવ છું. પર સ્ત્રી મારા માટે માતાસમાન છે. એકાંતમાં કામને
જીતે એ વીર છે. મને ખાત્રી છે કે મારો અર્જુન પરસ્ત્રીગમન જેવું પાપ કરે જ નહિ, તેમ છતાં અર્જુન નિસ્તેજ કેમ છે. મને આ
કળિયુગનાં લક્ષણો દેખાય છે.
ધર્મરાજા અર્જુનને પૂછે છેઃ–તારા આત્માસ્વરૂપ શ્રીકૃષ્ણ કુશળ તો છે ને? તેઓ દ્વારકામાં બિરાજે છે કે નહિ?
અર્જુન કહે છેઃ-મોટાભાઇ શું કહું? મારા પ્રભુએ, મારો ત્યાગ કર્યો છે. લાક્ષાગૃહમાં જેણે આપણું રક્ષણ કર્યું હતું તે પ્રભુ
સ્વધામમાં પધાર્યા છે. અંતકાળે પ્રભુ મને સાથે લઈ ગયા નહિ. મને કહ્યું, તું સાથે આવ્યો નથી, તો સાથે લઈ જાઉં કયાંથી? મેં
તને ગીતાશાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે, તે તારું રક્ષણ કરશે. મોટાભાઈ હું શું કહું? મારી આજ દિન સુધી હાર થઇ ન હતી. પણ
કૃષ્ણવિરહમાં, હું આજે આવતો હતો, ત્યારે કાબા લોકોએ રસ્તામાં મને લૂંટી લીધો. મને લાગે છે કે મારામાં જે શક્તિ હતી તે મારી
ન હતી. તે શક્તિ દ્વારકાનાથની હતી. તે આજે તેમના જવાથી ચાલી ગઈ છે. મોટાભાઈ પ્રભુના તે અનંત ઉપકાર આજે યાદ આવે
છે. પ્રભુએ લાક્ષાગૃહમાં, યુદ્ધમાં વગેરે સ્થળોએ આપણું રક્ષણ કર્યું છે.
કૃષ્ણવિરહમાં શ્રીકૃષ્ણની કૃપા યાદ કરતાં અર્જુન રડે છે.
ધર્મરાજાને અર્જુન સંભળાવે છે, મોટાભાઇ, દ્રુપદરાજાના દરબારમાં મેં મત્સ્યવેધ કર્યો તે શક્તિ મારા દ્વારકાનાથની
હતી. મોટા રાજાઓ મત્સ્યવેધ કરી શકયા નહિ. કર્ણએ વિચાર કર્યો, હું મત્સ્યવેધ કરીશ. શ્રીકૃષ્ણે વિચાર કર્યો, કર્ણ મત્સ્યવેધ
કરશે, તો મારો અર્જુન રહી જશે. દ્રૌપદી મને મળી શકે એટલા માટે સભામાં શ્રીકૃષ્ણે કર્ણનું અપમાન કરાવ્યું. શ્રીકૃષ્ણે એક દાસીને
દ્રૌપદી પાસે મોકલી. દ્રૌપદીએ કહ્યું, હીન જાતિના કર્ણ સાથે લગ્ન નહિ કરું. મોટાભાઈ, મને હિંમત ન હતી. પણ મારા શ્રીકૃષ્ણ
મને જોતા હતા. તેથી મારામાં હિંમત અને શક્તિ આવી.
દુર્યોધને તો પાંડવો લાક્ષાગૃહમાં બળી ગયા છે એમ માની શ્રાદ્ધ કરેલું. તે પાંડવોને જોઇ આશ્ર્ચર્ય પામ્યો. આકાશમાં
ફરતી માછલીને અર્જુન બાણ મારે છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૭૨
યત્સંશ્રયાદ્ દ્રુપદગેહમુપાગતાનાં રાજ્ઞાં સ્વયંવરમુખે સ્મરદુર્મદાનામ્ ।
તેજો હ્રતં ખલુ મયાભિહતશ્ર્ચ મત્સ્ય: સજ્જીકૃતેન ધનુષાધિગતા ચ કૃષ્ણા ।।
સંસારમાં મનરૂપી માછલી ફરે છે. તેને વિવેકરૂપી બાણ મારો. જેને દ્રૌપદી મળે તેના ભગવાન સારથિ થાય છે. દ્રૌપદી એ
કૃષ્ણભક્તિ છે, મનને ન મારો, ત્યાં સુધી કૃષ્ણભક્તિ મળશે નહિ. મનને બહુ ગમે તે કરશો નહિ. મન માગે તે આપશો નહિ. તો
ધીરેધીરે મન કાબૂમાં આવશે.
આજસુધી મોજશોખમાં, ભોગમાં, પાપમાં કેટલું વાપર્યુ, તેનો હિસાબ જીવ કરતો નથી. બ્રાહ્મણને કાંઈ આપ્યું હોય તો
યાદ રાખે છે. હજાર રૂપિયા દક્ષિણા આપી છે. કરેલું પુણ્ય ભૂલી જવું જોઇએ. છતાં મન અવળું કરે છે, તે યાદ રાખે છે. જે સતત
ભક્તિ કરે છે તે મનને મારી શકે છે. જેના ઉપર ભગવાનની કૃપાદ્રષ્ટિ થાય છે, તે આ મનરૂપી માછલીને મારી શકે છે.
ભગવાન કૃપાદ્રષ્ટિનું દાન ન કરે, ત્યાં સુધી આ મન મરતું નથી.
પ્રભુની કૃપાદ્રષ્ટિ થાય તો માછલી (મન) મરશે, અને મન મરશે તો, ભક્તિ દ્રૌપદી મળશે. પરમાત્મા કૃપાદ્રષ્ટિથી
નિહાળે, ત્યારે જ જીવ મનને મારી શકે છે. પ્રભુની પ્રાર્થના કરતા નથી, તેથી મન મનુષ્યને ખાડામાં ફેંકે છે. અર્જુનને કૃષ્ણના
અનેક ઉપકારો યાદ આવે છે. મોટાભાઈ, કુરુક્ષેત્રમાં તેમણે મને ગીતાનો ઉપદેશ કર્યો. મોટાભાઇ, મને એક વખત માંગવાનું
તેમણે કહ્યું. મોટા મોટા ઋષિઓ જન્મમરણના ત્રાસમાંથી છૂટવા જેનું ધ્યાન કરે છે, તેવા મારા પ્રભુ પાસે મેં માગ્યું કે યુદ્ધમાં મારી
જીત થાય. મોટાભાઇ, મને માંગતા આવડયું નહિ.
કિરાતના વધ વખતે, હું શંકર સાથે યુદ્ધ કરી શકયો, તે પણ તેમના જ પ્રતાપે.
મોટાભાઇ, મારા કરતાં દ્રૌપદી ઉપર તેનો કેવો પ્રેમ હતો. દ્રૌપદીના કેશ પકડી દુષ્ટો તેને સભામાં લાવેલાં. આંસુભરેલી
આંખોએ દ્રૌપદી કૃષ્ણનાં ચરણમાં પડી, ત્યારે તેઓએ તેમની સન્મુખ આ અપમાનનો બદલો લેવાની પ્રતિજ્ઞા કરેલી અને એ
દુષ્ટોની સ્ત્રીઓની એવી દશા કરી કે તેઓ વિધવા બની અને પોતાના કેશ પોતાની મેળે છોડવા પડયા.