News Continuous Bureau | Mumbai
ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસૂરીજી મહારાજ અને પન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની નિશ્રામાં 99 યાત્રા આનંદોત્સવ પૂર્વક ચાલી રહ્યો છે આ પ્રસંગે મહારાજે આરાધકોને જણાવ્યું હતું કે ઢાળ ઉતારવામાં હાફ ચડી જવાનું નિશ્ચિત નથી પણ ઢાળ ચડવામાં હાફ ચડવાનું તો નિશ્ચિત છે મોટા બનવાના માર્ગ પર કષ્ટો આવવાનો નિશ્ચિત નથી પરંતુ મહાન બનવાના માર્ગ પર કષ્ટો આવવાનું તો નિશ્ચિત છે જો તમે નક્કી કરેલા લક્ષને વળગી રહેવાની બાબતમાં સ્પષ્ટ ન હોવો અને મજબૂત ન હોવો તો સહન કરવામાં તમે કાયર બની જશો. મેંદી પીસાઈ છે તો જ લાલ રંગ પકડી શકે છે સ્ત્રી પ્રસ્તુતિના કસ્ટો વેઠે છે પછી જ મા બની બને છે આ જગ્યાએ કસ્ટોની ગરમી વધ્યા પછી જ આપણો આત્મા સજ્જન સંત કે પરમાત્મા બની શકે છે પીડા અને પ્રલોભનો પરમાત્માને લક્ષ ભ્રષ્ટ કરી શકે છે અટવાઈ ગયેલ ઉઘરાણી પતાવી દેવાના લક્ષ સાથે જ વેપારીના ઘરે ગયા છો અને એ તમને ફર્સ્ટ ક્લાસ આગતા સ્વાગતતા સાથે ચોખા ઘીનો મગની દાળનો ગરમાગરમ શીરો ખવડાવી દે તેમ જ મીઠા શબ્દોમાં ભરપૂર પ્રેમ સાથે વાતો કરે તો તમે એનાથી અભિભૂત થઈને એ સમયે કડક શબ્દોમાં ઉઘરાણી વસૂલ કરવાની વાત પર પૂર્ણ વિરામ મૂકી દો છો કોઈ જીગરજાન મિત્ર ના લગ્નમાં જવાનું આમંત્રણ મળે છે અને તીર્થયાત્રા રહી જાય છે હોટલમાં યોજાયેલ પાર્ટીમાં જવાની તક ઉભી થાય છે અને તપ કરી લેવાની ભાવનાનું સુરસુરિયું થઈ જાય છે