Site icon News Continuous Bureau | Mumbai

IoT Technology: ગુજરાતની FSL ખાતે IOT ટેકનોલોજી થી હિટ એન્ડ રન કેસોમાં દેશવ્યાપી શોધખોળ

IoT Technology: અદ્યતન IOT ફોરેન્સિક ટૂલ્સ વડે વાહન, મેડિકલ અને વેરેબલ ડિવાઇસીસમાંથી મહત્વપૂર્ણ ડેટાની મેળવણી

IoT Technology ગુજરાતની FSL ખાતે IOT ટેકનોલોજી થી હિટ એન્ડ રન કેસોમાં દેશવ્યાપી શોધખોળ

IoT Technology ગુજરાતની FSL ખાતે IOT ટેકનોલોજી થી હિટ એન્ડ રન કેસોમાં દેશવ્યાપી શોધખોળ

News Continuous Bureau | Mumbai

IoT Technology ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે IOT ટેકનોલોજી (IoT Technology) ના ઉપયોગથી હવે હિટ એન્ડ રન (Hit and Run) જેવા ગંભીર કેસોમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અનેક રાજ્યોમાં વૈજ્ઞાનિક તપાસ શક્ય બની છે. રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું કે આ ટેકનોલોજી વડે વાહન, વેરેબલ તથા મેડિકલ ડિવાઇસીસમાંથી મહત્વપૂર્ણ પુરાવા મળી શકે છે. અમદાવાદના ચકચારી હિટ એન્ડ રન કેસમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો, જેમાં આરોપીને હજી સુધી જામીન મળ્યા નથી.

Join Our WhatsApp Channel

IOT ટેકનોલોજી થી હિટ એન્ડ રન કેસોમાં પ્રગતિ

IOT ફોરેન્સિક ટૂલ (IoT Forensic Tool) વડે હિટ એન્ડ રન કેસોમાં ગુન્હાની ઘડતરની ક્ષણોની વિગત મેળવવી સરળ બની છે. વાહનની સ્પીડ, GPS લોકેશન, અથડામણની અસર, ટ્રિપ હિસ્ટ્રી તેમજ વાહન સાથે જોડાયેલા મોબાઇલ ડિવાઇસીસની માહિતી મળી રહે છે. આ માહિતી દ્વારા વૈજ્ઞાનિક પુરાવા મેળવવામાં મોટી મદદ મળે છે.

ફોરેન્સિક ટૂલ્સ ની અદ્યતન સુવિધા

ગુજરાતની FSL ખાતે હાલમાં IoT ફોરેન્સિક ટૂલ ફોર વ્હીકલ ડિવાઇસીસ, IoT ફોરેન્સિક ટૂલ ફોર વેરેબલ અને મેડિકલ ડિવાઇસીસ તેમજ IoT ફોરેન્સિક ટૂલ ફોર એમ્બેડેડ ડિવાઇસીસ જેવી સુવિધા ઉપલબ્ધ છે. આ ટેકનોલોજી વડે દેશના અનેક રાજ્યોના કેસોમાં પણ સફળ તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Nikita Ghag news: જાણીતા બોલિવૂડ પ્રોડ્યુસર પર અભિનેત્રી અને તેના સાગરિતો દ્વારા ₹૧૦ લાખની ખંડણીની માંગણી સંદર્ભે પોલીસ ફરીયાદ નોંધાઈ.

ડેટા થી વૈજ્ઞાનિક પુરાવાની મેળવણી

વાહનમાંથી મેળવેલા ડેટા (Data) વડે અકસ્માત સમયે શું બન્યું હતું તેની સ્પષ્ટ જાણકારી મળી રહે છે. GPS લોકેશન, કોન્ટેક્ટ લિસ્ટ, કોલ લોગ, તથા વાહનમાં આવેલી તકલીફો સહિતની વિગતો મેળવતા ગુનાહિતોની ઓળખ કરવામાં સરળતા થાય છે. આ ટેકનોલોજી હવે ન્યાયિક પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

 WhatsApp Web Security Alert – વોટ્સએપ વેબ યુઝર્સ માટે ચેતવણી, માત્ર બ્રાઉઝર ટેબ બંધ કરવાથી લોગ-આઉટ થતું નથી; એકાઉન્ટ હાઈજેક થવાનો ખતરો 
Space AI Data Centers અંતરિક્ષમાં સ્થપાશે AI ડેટા સેન્ટર, 2029 માં ‘આ’ ઉદ્યોગપતિની કંપનીના રોકેટથી સેટેલાઇટ મોકલશે ગૂગલ
WhatsApp Close Friends Status Feature વોટ્સએપમાં આવ્યું ઇન્સ્ટાગ્રામ જેવું ‘આ’ ફીચર હવે પસંદગીના લોકોને જ દેખાશે તમારું સ્ટેટસ
Instagram Edit Story 15 Minutes Feature ઇન્સ્ટાગ્રામે સ્ટોરી એડિટિંગ માટે રજૂ કર્યું નવું ફીચર, પોસ્ટ કર્યા બાદ પણ બદલી શકાશે ટેક્સ્ટ અને મ્યુઝિક; પણ આ છે સમયમર્યાદા
Exit mobile version