Site icon News Continuous Bureau | Mumbai

મોબાઈલમાં પ્રી-ઈન્સ્ટોલ કરેલી એપ પણ હવે ડીલીટ કરી શકાશે

લોકોની રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સ્માર્ટફોનમાંથી પ્રી-ઇન્સ્ટોલ કરેલી એપ્સને પણ ડિલીટ કરવાની સુવિધા આપવાનું વિચાર્યું છે. તેના માટે નિયમમાં ફેરફાર કરવામાં આવશે.

Centre blocks 14 mobile apps used by terrorists in Pak to send coded texts in J-K

ભારત સરકારની વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક, આ 14 મોબાઈલ મેસેન્જર એપ્સને કરી દીધી બ્લોક..

News Continuous Bureau | Mumbai

સૂચિત નિયમ હેઠળ, કંપનીઓએ સ્માર્ટફોનમાં પહેલેથી ઇન્સ્ટોલ કરેલી એપને દૂર કરવાનો વિકલ્પ આપવો પડશે. સરકારના આ નિર્ણયની અસર સેમસંગ, શાઓમી, વિવો અને એપલ જેવી કંપનીઓ પર પડશે. તેનાથી નવા ફોનના લોન્ચિંગ પર અસર પડી શકે છે.

સ્માર્ટ ફોન એપ સાથે સુરક્ષા સમસ્યા શું છે?

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે પહેલાથી ઇન્સ્ટોલ કરેલી એપ્સ સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ સાબિત થઈ શકે છે. તેને જાસૂસી માટે વાપરી શકાય છે. તેથી વિદેશી એજન્સીઓ તેનો ફાયદો ઉઠાવી શકે છે.

Join Our WhatsApp Channel

આ મામલે ચાઈનીઝ મોબાઈલ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. ગુપ્તચર એજન્સીઓએ હાલમાં જ સૈનિકોના પરિવારજનોને ચાઈનીઝ મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.

આ સમાચાર પણ વાંચો :  કેનેડા વિઝા: કેનેડા 700 ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલશે, એજન્ટો દ્વારા છેતરપિંડીથી ભવિષ્ય અંધારામાં, શું છે સમગ્ર મામલો?

ભારતે ચીનની 300 એપ પર પ્રતિબંધ મૂક્યો છે. અન્ય ઘણા દેશોએ પણ ચાઈનીઝ એપ્સ પર કડક કાર્યવાહી કરી છે. અમેરિકા સહિત ઘણા દેશોએ Huawei જેવી કેટલીક ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

Space AI Data Centers અંતરિક્ષમાં સ્થપાશે AI ડેટા સેન્ટર, 2029 માં ‘આ’ ઉદ્યોગપતિની કંપનીના રોકેટથી સેટેલાઇટ મોકલશે ગૂગલ
WhatsApp Close Friends Status Feature વોટ્સએપમાં આવ્યું ઇન્સ્ટાગ્રામ જેવું ‘આ’ ફીચર હવે પસંદગીના લોકોને જ દેખાશે તમારું સ્ટેટસ
Instagram Edit Story 15 Minutes Feature ઇન્સ્ટાગ્રામે સ્ટોરી એડિટિંગ માટે રજૂ કર્યું નવું ફીચર, પોસ્ટ કર્યા બાદ પણ બદલી શકાશે ટેક્સ્ટ અને મ્યુઝિક; પણ આ છે સમયમર્યાદા
GTA 6 Launched in India આખરે ઈંતજાર ખતમ! 13 વર્ષ પછી ભારતમાં લોન્ચ થઈ GTA 6, ચેક કરો તમારા ડિવાઇસમાં ચાલશે કે નહીં?
Exit mobile version