Site icon News Continuous Bureau | Mumbai

ગુડ ન્યૂઝ! PUBG અને BGMI બનાવતી કંપની ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરશે નવી ગેમ, જાણો સંપૂર્ણ વિગતો

હાલમાં ભારતમાં BGMI પર પ્રતિબંધ છે પરંતુ તેને બનાવનારી કંપની પ્લેયર્સ માટે ગુડ ન્યૂઝ લઈને આવી છે. ક્રાફ્ટને તેની નવી ગેમ વિશે કન્ફોર્મેશન આપ્યું છે. તેઓ પોતાની ગેમ ભારતમાં પણ લોન્ચ કરશે. ક્રાફ્ટએ આ નવી ગેમનું ટીઝર પણ રિલીઝ કર્યું છે.

PUBG and BGMI maker Krafton to launch new game in India soon, company confirms

ગુડ ન્યૂઝ! PUBG અને BGMI બનાવતી કંપની ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરશે નવી ગેમ, જાણો સંપૂર્ણ વિગતો

News Continuous Bureau | Mumbai

PUBG અને BGMI ની મેન્યુફેક્ટરિંગ Krafton ટૂંક સમયમાં ભારતીય યુઝર્સને ગુડ ન્યૂઝ આપવા જઈ રહી છે. કંપની ભારતમાં મોબાઈલ સ્પેસિફિક ગેમ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ક્રાફ્ટન ઇન્ડિયાએ તેની નવી ગેમ રોડ ટુ વેલોર એમ્પાયર્સનું ટીઝર રિલીઝ કર્યું છે. આ વાત કંપનીના ભારતીય સીઈઓ સીન સોહને પણ શેર કરી છે.

Join Our WhatsApp Channel

તમને જણાવી દઈએ કે આ ગેમ ડ્રીમેશન દ્વારા ડેવલપ કરવામાં આવી છે. તે વર્ષ 2021 માં ક્રાફ્ટન દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું. ડેવલપર ભારતમાં પહેલેથી જ ઘણી સ્ટ્રેટેજી-એક્શન ગેમ ઓફર કરે છે જેમ કે રોનિન: ધ લાસ્ટ સમુરાઈ, રોડ ટુ વેલોર: વર્લ્ડ વોર II અને ગનસ્ટ્રાઈડર: ટેપ સ્ટ્રાઈક.

ડેવલપરે કર્યું ટિઝ

ડ્રીમેશન તેની યુટ્યુબ ચેનલ પર રોડ ટુ વેલોર એમ્પાયર્સને પણ ટીઝ કરે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેને ટીઝ કરવામાં આવી રહી હતી. ઓફિશિયલ ટ્રેલર મે 2022 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આમાં, એવા કેરેક્ટર્સને દર્શાવવામાં કરવામાં આવ્યા હતા જે પ્લેયર્સ પસંદ કરી શકે છે.

ઓફિશિયલ ગૂગલ પ્લેની ડિસ્ક્રીપ્શન નોટમાં લખેલું છે કે યુઝર્સ એથેના, ઓડિન, મેડુસા, મેન્ટીકોર, એચિલીસ અથવા વાલ્કીરીઝ જેવા કેરેક્ટર પસંદ કરી શકે છે. આ ગેમ ‘The Age of Empires’થી પ્રેરિત હોવાનું જણાય છે પરંતુ પ્લેયર્સ ડ્રેગન જેવા પાત્રો પણ પસંદ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  આધાર કાર્ડ દ્વારા ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, ઠગ છેતરપિંડી માટે લાવ્યા નવા પેંતરા: ઓનલાઈન કરી લો આ કામ

ગેમમાં પ્લેયરે કરવાનું રહેશે આ કામ

આ ગેમમાં પ્લેયર્સનો મુખ્ય ઉદ્દેશ્ય દુશ્મનની સેનાનો નાશ કરવાનો છે. કંપનીએ કહ્યું છે કે રોડ ટુ વેલોર: એમ્પાયર્સ એ એક રિઅલ ટાઇમની PVP વ્યૂહરચના ગેમ છે જ્યાં તમે વિશ્વભરના પ્લેયર્સ સાથે કોમ્પિટિશન કરશો.

આ સિવાય ક્રોફ્ટન તેની પેટાકંપની રાઇઝિંગવિંગ્સ દ્વારા મોબાઇલ-વિશિષ્ટ ગેમ ડિફેન્સ ડર્બી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે BGMI પર હાલમાં પ્રતિબંધ છે પરંતુ રિપોર્ટ્સ અનુસાર, આ પ્રતિબંધ ટૂંક સમયમાં હટાવી શકાય છે.

કંપની તેને માર્ચમાં ભારતમાં ફરીથી લોન્ચ કરી શકે છે. જોકે, કંપનીએ આ અંગે ઓફિશિયલ માહિતી આપી નથી. ભારતમાં PUBG મોબાઇલ પર પ્રતિબંધ મૂક્યા પછી, તેનું મૂળ વર્ઝન BGMI ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 Godhra Train Burning Convict Sentence Suspended – સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેનકાંડના દોષિતની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી, આપ્યુ આ કારણ; સરકારે કહ્યું- ‘વાંધો નથી’ 
 Indian Stock Market Crash – શેરબજારમાં ભૂકંપ… એક જ ઝટકામાં ₹૫ લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ   ડે-હાઈથી ૧,૮૦૦ પોઈન્ટ ક્રેશ
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Exit mobile version