News Continuous Bureau | Mumbai
ઇલેક્ટ્રિક વાહનો ની માંગ ઝડપથી વધી રહી છે. ગયા માર્ચ મહિનામાં, દિલ્હીમાં વેચાયેલા કુલ વાહનોમાંથી લગભગ 15 ટકા એકલા ઇલેક્ટ્રિક વાહનો હતા. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, માર્ચ મહિનામાં દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો કોઈપણ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 15 ટકા છે. એક વર્ષમાં દિલ્હીમાં 1 લાખથી વધુ ઈલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનનો આંકડો પણ પાર થઈ ગયો છે.
પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ગત માર્ચ મહિનામાં 7,917 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે, જેમાં લગભગ 20 ટકા ફોર-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો અને 12 ટકા થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે. ગયા મહિને રાજ્યમાં કુલ 53,620 વાહનો નોંધાયા છે, જેમાં ICE એન્જિનનો આંકડો પણ સામેલ છે. વિભાગનું કહેવું છે કે દિલ્હી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી હેઠળ એક વર્ષમાં 1.12 લાખ ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. આ નીતિ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020માં લાગુ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: ભાગ્યે જ જોવા મળે તેવી વિરલ ઘટના, સિંહ અને સિંહબાળ સાથે મસ્તી કરતો આવ્યો નજર.. જુઓ વિડીયો..
દિલ્હી પરિવહન વિભાગે સોશિયલ મીડિયા પર તેની એક પોસ્ટમાં આ માહિતી આપી છે. વિભાગના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા એક ટ્વિટમાં જણાવવામાં આવ્યું હતું કે માર્ચ મહિનામાં કુલ 7,917 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું, જેમાં દિલ્હીમાં વેચાયેલા કુલ વાહનોમાં EVનો હિસ્સો 14.8% હતો. આ આંકડો અન્ય કોઈપણ રાજ્યની સરખામણીમાં સૌથી વધુ છે. તે જ સમયે, ફોર-વ્હીલરના વેચાણમાં એકલા EVનો હિસ્સો 20% છે.
–