Wednesday, June 7, 2023

Gizmore GizFit Cloud Review: ₹1500 કરતાં ઓછી કિંમતમાં Apple Watchની મજા, લૂકમાં એકદમ પ્રીમિયમ

Gizmore GizFit Cloud Review: Gizmore GizFit ક્લાઉડ સ્માર્ટવોચ. દેખાવમાં, તે એપલ વોચ જેવી દેખાય છે, કારણ કે તેનો ક્રાઉન એપલની સ્માર્ટવોચમાં જોવા મળે છે. વોચની કિંમત દરેકના બજેટમાં આવી જાય તેવી છે.

by AdminM
Gizmore GizFit Cloud Review

Gizmore GizFit Cloud Review: અત્યારે માર્કેટમાં ઘણી બધી સ્માર્ટ વોચ છે. આવી સ્થિતિમાં, કસ્ટમર્સ ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે કઈ સ્માર્ટવોચ યોગ્ય રહેશે. આજે અમે તમને એક એવી સ્માર્ટવોચ વિશે જણાવી રહ્યા છીએ, જે માત્ર સસ્તી જ નથી પણ મોંઘી વોચનો અહેસાસ પણ આપે છે. અમે Gizmore GizFit Cloud સ્માર્ટવોચ વિશે વાત કરી રહ્યા છીએ. દેખાવમાં, તે એપલ વોચ જેવી દેખાય છે, કારણ કે તેનો ક્રાઉન એપલની સ્માર્ટવોચમાં જોવા મળે છે.

સૌથી પહેલા જાણી લો કે બોક્સમાં શું મળશે

આ સ્માર્ટવોચ સિલિન્ડ્રિકલ બોક્સમાં આવે છે, જેમાં સ્માર્ટવોચ સિવાય ચાર્જિંગ કેબલ અને વોરંટી કાર્ડ મળે છે. કંપનીએ હંમેશની જેમ ઓરેન્જ અને બ્લેક કલરમાં બોક્સની ડિઝાઈન તૈયાર કરી છે. વોચની વિશેષ વિશેષતાઓ બોક્સની આસપાસ પ્રકાશિત કરવામાં આવી છે.

પર્ફોમન્સ અને ડિઝાઇન

અમને રિવ્યૂ માટે વોચનો બ્રાઉન કલર વેરિઅન્ટ મળ્યો છે. કંપનીએ આ વોચને એપલ વોચ જેવો ચોક્કસ લુક આપ્યો છે, જે ખરેખર સુંદર લાગે છે. વોચ અને ફિટ એન્ડ ફિનિશ પણ ખૂબ જ સારી છે. તેનો સિલિકોન સ્ટ્રેપ ખૂબ જ નરમ છે અને તેને લાંબા સમય સુધી પહેરવાથી પણ અટપટું નથી લાગતું. વોચની મેટલ બોડી ગોલ્ડ કલરની હતી. ગોલ્ડ અને ઓરેન્જ નું કલર કોમ્બિનેશન વોચને ખૂબ જ સુંદર લુક આપી રહ્યું હતું. કિંમત પર નજર કરીએ તો વોચ ખૂબ જ પ્રીમિયમ ફીલ આપી રહી હતી. વોચ 500 nits બ્રાઇટનેસ સાથે 1.85-ઇંચ HD IPS વક્ર ડિસ્પ્લે ધરાવે છે. વોચની બ્રાઇટનેસ ઘણી સારી છે અને તે બાઇટ સનલાઇટમાં પણ સારી વિઝીબ્લીટી પ્રોવાઇડ કરે છે. તેનું ટચ પણ ખૂબ જ સ્મુધ અને સ્પિડી છે.

વોચમાં એફિશિયન્ટ ક્રાઉન છે જે તમને તેને ઓન – ઓફ કરવા તેમજ વોચ ફેસિસ અને મેનૂને નેવિગેટ કરવા મદદ કરે છે. તમે ક્રાઉન સાથે મ્યુઝિક પણ ચેન્જ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો : OnePlus લાવ્યું બજેટ ઈયરબડ, બેટરી 39 કલાક ચાલશે અને કિંમત તમને ખુશ કરશે

એડવાન્સ બ્લૂટૂથ કોલિંગ

આ બજેટ સ્માર્ટવોચમાં કોલિંગ ફીચર પણ મળી રહ્યું છે. વોચમાં જ નંબર ડાયલ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. તમે ડાયલ પેડમાંથી કોન્ટેક્સ અને ડાયલ નંબરો સેવ કરી શકો છો, આ માટે વોચમાં ઈન-બિલ્ટ સ્પીકર અને માઈક પણ ઉપલબ્ધ છે. સારી વાત એ છે કે વોચ AI વોઇસ આસિસ્ટન્ટ્સ (Alexa અને Siri) ને પણ સપોર્ટ કરે છે, જેની મદદથી તમે શેડ્યૂલ મેનેજ કરી શકો છો, રિમાઇન્ડર્સ સેટ કરી શકો છો, ફક્ત બોલીને કૉલ અને મેસેજ પણ કરી શકો છો.

હેલ્થને ટ્રેક કરવા માટે આસાન

આ માટે તમારે તમારા ફોનમાં HryFine નામની એપ ઇન્સ્ટોલ કરવી પડશે અને તેને વોચ સાથે સિંક કરવી પડશે. બસ પછી તમે એપની મદદથી તમારા તમામ હેલ્થ રેકોર્ડને ટ્રેક કરી શકશો. વોચમાં SpO2, 24×7 હાર્ટ રેટ, કેલરી બર્ન, હાઇડ્રેશન એલર્ટ, પીરિયડ ટ્રેકર અને સ્લીપ પણ ટ્રેક કરવાની સુવિધા મળે છે. તમે આને માત્ર ટ્રેક કરી શકતા નથી પણ ઍપ પર તેનું વિશ્લેષણ પણ કરી શકો છો. આ સિવાય વોચમાં બેડમિન્ટન, વોક, સ્કિપિંગ, રન, યોગા, સાયકલિંગ, સ્વિમિંગ અને ટ્રેકિંગ જેવા સ્પોર્ટ્સ મોડ્સ પણ સપોર્ટેડ છે.

બેટરી ખૂબ મજબૂત

વોચની બેટરી ઝડપથી ચાર્જ થાય છે. સંપૂર્ણ ચાર્જ કર્યા પછી, તેને કોલિંગ સાથે 2 દિવસની બેટરી અને કૉલિંગ વિના 7 દિવસની બેટરી લાઇફ મળે છે. ચાર્જિંગ માટે, તેમાં મેગ્નેટિક ચાર્જિંગ પોર્ટ છે, જે વોચ સાથે આપવામાં આવેલા કેબલ કરતાં વધુ ઝડપથી ચાર્જ કરે છે.

આ સમાચાર પણ વાંચો : Suzuki Jimnyની હેરિટેજ એડિશનથી હટ્યો પડદો, જાણો આ લિમિટેડ એડિશનની ખાસિયતો

કિંમત કેટલી છે

જો કે આ વોચની MRP રૂ. 4,499 છે, પરંતુ તે ફ્લિપકાર્ટ પર માત્ર રૂ. 1,449માં ખરીદી માટે ઉપલબ્ધ છે. ફ્લિપકાર્ટ તેના કસ્ટમર્સને કેશબેક કૂપન્સ, બેંક ઓફર્સ અને EMI વિકલ્પો પણ ઓફર કરી રહી છે, જેથી કરીને તમે ખર્ચને વધુ ઘટાડી શકો. વોચ બ્લેક, બ્રાઉન અને બ્લુ એમ ત્રણ કલર ઓપ્શનમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.

 

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous