ગોદરેજ હોટ અને કોલ્ડ એસીની કિંમત અને સેલ
ગોદરેજ હોટ એન્ડ કોલ્ડ એસી 65,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. તે સમગ્ર ભારતમાં તમામ અગ્રણી સ્ટોર્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે આ AC ટૂંક સમયમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ગોદરેજ AC 1 વર્ષની કંપ્રેહેંસિવ વોરંટી સાથે આવે છે. જ્યારે આ AC 5 વર્ષની PCB વોરંટી અને 10 વર્ષની કોમ્પ્રેસર વોરંટી સાથે આવે છે.
ગોદરેજ હોટ અને કોલ્ડ એસી ફીચર્સ
નામ સૂચવે છે તેમ ગોદરેજ હોટ અને કોલ્ડ એસી ઠંડી અને ગરમ બંને હવા આપે છે. આ કારણે તે તમામ હવામાન પરિસ્થિતિઓમાં ઉપયોગ કરી શકાય છે. કંપનીના જણાવ્યા અનુસાર, AC 50 ડિગ્રી જેટલું ઊંચું અને -7 ડિગ્રી જેટલું ઓછું તાપમાન સંભાળી શકે છે.
ગોદરેજના આ એસીમાં ટ્વિન રોટરી ઇન્વર્ટર કોમ્પ્રેસર આપવામાં આવ્યું છે. આ રેફ્રિજન્ટ ફ્લો એફિશિયન્ટ રાખે છે. તેમાં ક્વિક ડિફ્રોસ્ટ ટેક્નોલોજી પણ આપવામાં આવી છે. આ ડિફ્રોસ્ટ સર્કલને ઘટાડે છે. 5-ઇન-1 કન્વર્ટિબલ ટેક્નોલોજી સાથે, યુઝર્સને 5 અલગ-અલગ કૂલિંગ લેવલ મળે છે.
આની મદદથી, તમે જરૂરિયાત મુજબ કૂલિંગ અથવા હીટિંગ સેટ કરી શકો છો. આમાં, રૂમમાં હાજર લોકોની સંખ્યા અને પર્સનલ ટેમ્પરેચરની પસંદગી પણ સેટ કરી શકાય છે. અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં નેનો કોટેડ એન્ટી વાયરલ ફિલ્ટર આપવામાં આવ્યું છે. આ અંગે કંપનીનો દાવો છે કે તે હવામાંથી 99.9% વાયરલ પાર્ટિકલ્સને દૂર કરે છે અને કઝ્યુમરને સિક્યોરિટી આપે છે.
તેમાં 100 ટકા કોપર કોઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું છે કે આ AC ઇકો-ફ્રેન્ડલી R32 રેફ્રિજન્ટ સાથે આવે છે. જેના કારણે ઓઝોનને નુકસાન થતું નથી.