Wednesday, March 29, 2023

Honda City 2023 ભારતમાં લોન્ચ, કિંમત 11.49 લાખ રૂપિયા, જાણો શું છે ખાસ

ભારતની પોપ્યુલર મિડ-સાઇઝ સેગમેન્ટ સેડાન હોન્ડા સિટીનું અપડેટેડ વર્ઝન રૂ. 11.49 લાખની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. તેના ટોપ વેરિઅન્ટની કિંમત 20.39 લાખ રૂપિયા સુધી છે. કંપનીએ તેને ઘણા નવા ફીચર્સ અને અપડેટ્સ સાથે રજૂ કર્યું છે.

by AdminH
Honda City 2023 launched in India, price starts at Rs 11.49 lakh

News Continuous Bureau | Mumbai

Honda Cars Indiaએ ભારતની પોપ્યુલર મિડ-સાઈઝ સેગમેન્ટ સેડાન Honda City નું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. તેની શરૂઆતની કિંમત 11.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી) રાખવામાં આવી છે અને તેના ટોપ વેરિઅન્ટની કિંમત 20.39 લાખ રૂપિયા છે. 2023 હોન્ડા સિટીને સિટી પેટ્રોલ (રૂ. 11.49 લાખથી રૂ. 15.97 લાખ) અને સિટી ઇ:એચઇવી હાઇબ્રિડ (રૂ. 18.89 લાખથી રૂ. 20.39 લાખ) ઓપ્શન્સમાં ઓફર કરવામાં આવી રહી છે. જો કે હવે તેમાં સિટી ડીઝલનો ઓપ્શન મળશે નહીં. જાણો તેમાં અન્ય કઇ વિશેષતાઓ છે.

મળશે આ નવા ફીચર્સ

2023 Honda City 2023 Hyundai Verna જેવા વાહનો સાથે સ્પર્ધા કરશે. હોન્ડા સિટી ના નવા વર્ઝનમાં ડાયમંડ ચેકર્ડ ફ્લેગ પેટર્ન સાથે નવી ગ્રિલ, કાર્બન રેપ્ડ લોઅર મોલ્ડિંગ સાથેનું નવું ફ્રન્ટ બમ્પર, નવું ફોગ લેમ્પ ગાર્નિશ, કાર્બન રેપ્ડ ડિફ્યુઝર સાથેનું નવું રિયર બમ્પર, બોડી કલર્ડ બૂટ લિડ સ્પોઇલર અને નવું 16 ઇંચ ડ્યુઅલ- ટોન ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ ઉપલબ્ધ છે. ઉપરાંત, સિટી ફેસલિફ્ટને ઓબ્સિડીયન બ્લુ પર્લ ના રૂપમાં એક નવો કલર વિકલ્પ મળે છે.

ઇન્ટરનલ

અંદરથી, સિટી પેટ્રોલને ડ્યુઅલ-ટોન બેજ અને બ્લેક ફિનિશ મળે છે અને સિટી e:HEV હાઇબ્રિડને ડ્યુઅલ-ટોન આઇવરી અને બ્લેક ફિનિશ મળે છે. કાર પરની કેટલીક ટેક ફીચર્સ પણ અપડેટ કરવામાં આવી છે જેમાં વાયરલેસ Apple CarPlay અને Android Auto, વાયરલેસ ચાર્જર અને આગળના દરવાજાના આંતરિક હેન્ડલ્સ અને આગળના દરવાજા ના ખિસ્સા માટે એમ્બિયન્ટ લાઇટિંગનો સમાવેશ થાય છે.

ધ સિટી e:HEV હાઇબ્રિડને નવી કાર્બન ફાઇબર પેટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ સહાયક સાઇડ ગાર્નિશ ફિનિશ, એસી વેન્ટ્સ પર પિયાનો બ્લેક સરાઉન્ડ ફિનિશ અને સ્ટિયરિંગ વ્હીલ પર પિયાનો બ્લેક ગાર્નિશ મળે છે. અન્ય એક નવી સુવિધા વરસાદ-સેન્સિંગ ઓટો વાઇપર્સ છે.

આ સમાચાર પણ વાંચો  : G20માં LACની સ્થિતિનો મુદ્દો ગરમાયો, જાણો એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગને શું કહ્યું?

Honda City 2023: ADAS

2023 સિટી પેટ્રોલ હવે હોન્ડા સેન્સિંગ મેળવે છે – કંપનીની અદ્યતન ડ્રાઈવર સહાયતા સિસ્ટમ (ADAS). તે અગાઉ માત્ર સિટી e:HEV હાઇબ્રિડમાં જ ઉપલબ્ધ હતું. સિટી e:HEV હાઇબ્રિડમાં એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલમાં લો-સ્પીડ ફોલો નામની નવી અને વિશિષ્ટ સુવિધા ઉમેરવામાં આવી છે. તે ઓછી ઝડપે અથવા ભારે ટ્રાફિકમાં વાહન ચલાવતી વખતે આગળના વાહનથી સુરક્ષિત અંતર જાળવવામાં મદદ કરે છે.

એન્જિન અને ટ્રાન્સમિશન ઓપ્શન

તેમાં ડીઝલ એન્જિન નથી. 1.5-લિટર VTEC DOHC પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે મહત્તમ 121PS પાવર અને 145Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 6-સ્પીડ MT અથવા 7-સ્પીડ CVT સાથે જોડી શકાય છે.

સિટી e:HEV હાઇબ્રિડ સ્વ-ચાર્જિંગ, 1.5-લિટર એટકિન્સન-સાઇકલ DOHC i-VTEC પેટ્રોલ એન્જિન સાથે જોડાયેલી બે-મોટર ઇ-CVT સિસ્ટમ સાથે આવે છે. ઇ:એચઇવી ઇલેક્ટ્રિક-હાઇબ્રિડ સિસ્ટમ ત્રણ ડ્રાઇવિંગ મોડ ઓફર કરે છે – ઇવી ડ્રાઇવ, હાઇબ્રિડ ડ્રાઈવ અને એન્જિન ડ્રાઇવ. હાઇબ્રિડ ઇલેક્ટ્રિક સિસ્ટમ 126PS સંયુક્ત મેક્સિમમ પાવર અને 253Nm પીક મોટર ટોર્ક ઉત્પન્ન કરે છે.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous