News Continuous Bureau | Mumbai
iQOO Neo 7 ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ તેને iQOO Neo 6ના આગામી વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી છે. આ ફોનમાં મીડિયાટેકનું અપગ્રેડેડ પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે.
iQOO Neo 7ની ખાસિયતો
iQOO Neo 7માં 6.7-ઇંચની સ્ક્રીન છે. તે ફુલ-એચડી+ રિઝોલ્યુશન સાથે આવે છે. તેનો રિફ્રેશ રેટ 120Hz છે. તેનો ટચ સેમ્પલિંગ રેટ 300Hz છે. કંપનીએ જણાવ્યું છે કે તેને HDR 10+ સર્ટિફિકેશન અને બ્લૂ લાઇટ સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે.
ફોનમાં MediaTek Dimensity 8200 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન LPDDR5 રેમ ટેક્નોલોજી સાથે આવે છે. ગેમિંગ દરમિયાન ફોનને કૂલ રાખવા માટે મોટી સ્ટીમ ચેમ્બર પ્લસ મલ્ટી-લેયર ગ્રેફાઇટ શીટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
PHONEની રીઅર સાઇડ ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે સજ્જ કરાઇ છે. તેનો પ્રાઇમરી કેમેરા 64-મેગાપિક્સલનો છે. આ સાથે 2-2-મેગાપિક્સલના બે કેમેરા સેન્સર આપવામાં આવ્યા છે. જોકે, કંપનીએ તેમાં અલ્ટ્રા-વાઇડ કેમેરા સેન્સર આપ્યું નથી. ફોનના ફ્રન્ટ સાઇડમાં વીડિયો કૉલ્સ અને સેલ્ફી માટે 16-મેગાપિક્સલનો કૅમેરો છે. કેમેરા એપની સાથે કંપનીએ ઘણા ફીચર્સ પણ એડ કર્યા છે.
iQOO Neo 7માં 5,000mAh બેટરી છે જે 120W ચાર્જિંગને સપોર્ટ કરે છે. સારી વાત એ છે કે કંપની બોક્સ સાથે ચાર્જર આપે છે. આમાં 11 5G બેન્ડને પણ સપોર્ટ કરવામાં આવ્યો છે. આ સિવાય તેમાં ડ્યુઅલ સિમ, બ્લૂટૂથ 5.3, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, એનએફસી અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
આ સમાચાર પણ વાંચો : મુસાફરોની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલવેએ આ ચાર જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી વધારી.. જાણો તમામ વિગતો અહીં
iQOO Neo 7 કિંમત અને ઑફર્સ
iQOO Neo 7 બ્લેક અથવા બ્લુ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. ભારતમાં તેની કિંમત 29,999 રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમત તેના બેઝ 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. ટોપ મોડલમાં 12GB રેમ સાથે 256GB સ્ટોરેજ ઓપ્શન છે.
તેની કિંમત 33,999 રૂપિયા રાખવામાં આવી છે. સિલેક્ટેડ બેંક કાર્ડ પર 1500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. ભારતમાં તેનું વેચાણ શરૂ થઈ ગયું છે.
Join Our WhatsApp Community