News Continuous Bureau | Mumbai
ભારતની સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની Lava એ ભારતમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન Lava X3 છે. લોકલ બ્રાન્ડ Lava છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતમાં સતત નવા ફોન લોન્ચ કરી રહી છે. Lavaના આ લેટેસ્ટ લૉન્ચ થયેલા એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 8,000થી ઓછી છે. આ Lava ફોનની સરખામણી માર્કેટમાં Redmi A1+, Realme C33 જેવા સ્માર્ટફોન સાથે કરવામાં આવે છે. આવો જાણીએ લેટેસ્ટ લોન્ચ Lava X3માં શું ખાસ છે.
ફોન LCD ડિસ્પ્લેથી સજ્જ
Lava X3 HD+ રિઝોલ્યુશન સાથે 6.53-inch IPS LCD ડિસ્પ્લે ધરાવે છે. આ ફોનમાં ટોપ પર વોટરડ્રોપ નોચ અને નીચે જાડી ચિન છે. ફોનની પાછળની પેનલમાં બુલેટ શેપ કેમેરા મોડ્યુલ અને ટ્રેડિશનલ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. કેમેરા વિશે વાત કરીએ તો, સ્માર્ટફોનનું પ્રાઇમરી સેન્સર 8MP છે જે VGA સેકન્ડરી લેન્સ અને LED ફ્લેશ સાથે આવે છે. જ્યારે ફોનનો ફ્રન્ટ કેમેરા સેલ્ફી માટે 5MP સાથે આવે છે.
આ સમાચાર પણ વાંચો: ફેક્ટ ચેક: શું નવા વર્ષે આવશે 1000 રૂપિયાની નવી નોટ? 2 હજારની નોટ થશે બંધ! શું છે હકીકત? જાણો અહીં
ફોનમાં 4000mAh બેટરી
બીજી તરફ, ફોનનું પ્રોસેસર ક્વાડ-કોર Helio A22થી સજ્જ છે. Lava X3 3GB રેમ અને 32 સ્ટોરેજ સાથે આવે છે. તેના સ્ટોરેજને માઇક્રો SD કાર્ડ સ્લોટથી પણ વધારી શકાય છે. સ્માર્ટફોનમાં 4000mAh બેટરી છે જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોન એન્ડ્રોઇડ 12 ગો એડિશન આઉટ ઓફ બોક્સ પર આધારિત છે. જ્યારે કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, USB-C પોર્ટ, 3.5mm હેડફોન જેક, બ્લૂટૂથ, WiFi અને GPS છે.
Lava Probuds N11 નેકબેન્ડ ફ્રીમાં ઉપલબ્ધ
Lava X3 ની કિંમત 6,999 રૂપિયા છે અને તે આર્ક્ટિક બ્લુ, ચારકોલ બ્લેક અને લસ્ટર બ્લુ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. જો તમે 20 ડિસેમ્બરે સ્માર્ટફોનનો પ્રી-ઓર્ડર કરો છો, તો તમને 2,999 રૂપિયાનું મફત Lava Probuds N11 નેકબેન્ડ મળશે.
આ સમાચાર પણ વાંચો: નેટફ્લિક્સે BoAt સાથે મળીને ઇયરબડ્સ સહિત અનેક ઓડિયો પ્રોડક્ટ્સ કરી લોન્ચ, જાણો વિશેષતા
Join Our WhatsApp Community