News Continuous Bureau | Mumbai
સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (SUV) નો ક્રેઝ માર્કેટમાં સતત વધી રહ્યો છે, આવી સ્થિતિમાં વ્હીકલ ઉત્પાદકો પણ આ સેગમેન્ટમાં સતત નવા મોડલ લોન્ચ કરી રહ્યા છે. દરમિયાન, સરકારે SUsuvV વ્હીકલની નવી વ્યાખ્યા પણ નક્કી કરી છે, જેથી આ વ્હીકલના બોડીના પ્રકાર અંગે કોઈ વધુ મૂંઝવણ ન રહે. નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 48મી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. નાણામંત્રીએ વ્હીકલ ઉત્પાદકો માટે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) ની સિંગલ વ્યાખ્યાને સ્પષ્ટ કરીને વ્હીકલ પરના ટેક્સને પણ સમજાવ્યું હતું.
GST કાઉન્સિલે MUV (મલ્ટી યુટિલિટી વ્હીકલ) ને વ્યાખ્યાયિત કરવા માટેના પરિમાણો પણ નક્કી કર્યા છે જ્યારે SUV (સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ્સ) ની વ્યાખ્યા 22% વળતર સેસ વસૂલવા માટે સ્પષ્ટ કરી છે. નવા ક્લેરિફિકેશન પ્રમાણે કારને SUV અથવા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ તરીકે ગણવામાં આવશે જો તે ચાર શરતોને સમાવિષ્ટ માપદંડોને સખત રીતે પૂર્ણ કરે. એટલે કે: 1,500cc કરતાં વધુની એન્જિન કેપેસિટી ધરાવતાં વ્હીકલ, જેની લંબાઈ 4,000mm કરતાં વધુ છે; અને જેમનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 mm કે તેથી વધુ છે તેમને SUV કેટેગરીમાં રાખવામાં આવશે. કાઉન્સિલે પોતાના નિવેદનમાં કહ્યું કે આવા વ્હીકલ પર 28 ટકા જીએસટી અને 22 ટકા સેસ લાગુ થશે.
આને SUV ગણવામાં આવશે
• 1,500ccથી ઉપરની એન્જિન કેપેસિટી.
• 4,000 મીમીથી વધુ લંબાઈ.
• ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 મીમી અથવા વધુ.
શું SUV વ્હીકલ મોંઘા થશે?
SUV વ્હીકલના માપદંડોને લઈને આ ક્લીયારિટી બાદ વ્હીકલની કિંમતમાં કોઈ ફરક નહીં પડે. નાણા મંત્રાલય સાથેની ચર્ચામાં સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા કરાયેલી ભલામણોના આધારે, આ ક્લીયારિટીથી કસ્ટમર માટે SUVની કિંમતો પર કોઈ અસર થશે નહીં.
SIAMના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ સ્પષ્ટતા માત્ર SUV બોડી સ્ટાઈલને વ્યાખ્યાયિત કરવા માટે કરવામાં આવી છે. દેશના રાજ્યોમાં તેમના કેટલાક મોડલ પર GST ચુકવણીના સંદર્ભમાં એકરૂપતાનો અભાવ ઘણા ઉત્પાદકો માટે ચિંતાનું કારણ બની રહ્યું હતું. હવે આનાથી તમામ રાજ્યોમાં SUV વ્હીકલની વ્યાખ્યા અંગેની શંકાનો અંત આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: ફરી ઇઝરાયેલની સત્તા આવી બેન્જામિન નેતન્યાહુના હાથમાં, બનશે વડાપ્રધાન, ગઠબંધન સરકાર બનાવવામાં સફળતા
જોકે સરકાર તરફથી આ સ્પષ્ટતા પછી વ્હીકલની કિંમતમાં કોઈ ફરક નહીં પડે, પરંતુ બજારમાં એવા ઘણા મોડલ ઉપલબ્ધ છે જેને ટેક્નિકલ રીતે સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (SUVs) તરીકે વર્ગીકૃત કરવું યોગ્ય નથી. કારણ કે આ વ્હીકલ GST કાઉન્સિલ દ્વારા નિર્ધારિત નવા ધારાધોરણોને અનુરૂપ નથી. ઉદાહરણ તરીકે, Tata Nexon, Maruti Suzuki Brezza, Kia Sonnet અને Hyundai Venue વગેરે.
વૈશ્વિક બજારમાં સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (SUVs) માટે અલગ-અલગ ધોરણો છે. સામાન્ય રીતે જે વ્હીકલ 7, 8 અથવા 9 સીટ વિકલ્પો સાથે આવે છે અને સ્પોર્ટી બોડી સ્ટાઇલ તેમજ મોટા વ્હીલ્સ અને હેવી ચેસીસ ફ્રેમનો ઉપયોગ કરે છે તેને SUV કહેવામાં આવે છે. આવા વ્હીકલનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારે હોય છે, જેના કારણે તેઓ તમામ પ્રકારના રસ્તાઓ પર સરળતાથી દોડી શકે છે. ઘણા કિસ્સાઓમાં, તેમને ક્રોસઓવર તરીકે પણ સંબોધવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો: ભારતમાં ચીનની કંપની Xiaomiને પછાડીને નંબર-1 બની શકે છે Samsung, જાણો આ કારણો
Join Our WhatsApp Community