News Continuous Bureau | Mumbai
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ આજે લોકલ માર્કેટમાં તેની પોપ્યુલર કાર Alto K10નું નવું CNG વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ કારના CNG વેરિઅન્ટની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. નવી Maruti Suzuki Alto K10 ના CNG વેરિઅન્ટની શરૂઆતની કિંમત 5.95 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) નક્કી કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ નવી CNG કાર 33.85 કિલોમીટર પ્રતિ કિલો સુધીની માઇલેજ આપશે.
કંપનીએ હાલમાં જ Alto K10 માર્કેટમાં લોન્ચ કરી હતી. મારુતિ સુઝુકીનું કહેવું છે કે આ નાની કાર લોન્ચ થઇ ત્યારથી જ કસ્ટમર તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેના CNG વેરિઅન્ટને લોન્ચ કરવાની યોજના અમારા પ્લાનમાં પહેલાથી જ સામેલ હતી. મારુતિ અલ્ટો (Maruti Alto) છેલ્લા 16 વર્ષથી દેશમાં સૌથી વધુ વેચાતી કાર છે અને અલ્ટો K10ના CNG વેરિઅન્ટની રજૂઆતથી તેના વેચાણમાં વધુ વધારો થવાની અપેક્ષા છે.
કેવી છે નવી મારુતિ અલ્ટો K10 CNG
કંપનીએ Alto K10માં કંપની ફીટેડ CNG કિટના ઉમેરા સિવાય કોઇ મોટો ફેરફાર કર્યો નથી. આ કાર હાલમાં જ લોન્ચ કરવામાં આવી હોવાથી તેમાં તમામ એડવાન્સ ફીચર્સ (Advance Features) છે. આ કારમાં કંપનીએ 1.0 લીટર ક્ષમતાના K10c ડ્યુઅલજેટ એન્જિન VVT એન્જિનનો ઉપયોગ કર્યો છે. જોકે પેટ્રોલ મોડ (Petrol Mode) માં આ એન્જિન 65 bhpનો પાવર અને 89 Nmનો ટોર્ક જનરેટ કરે છે, જ્યારે CNG મોડમાં તેનું પાવર આઉટપુટ 55 bhp અને 82 Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે CNG વેરિઅન્ટ રજૂ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો: Pravaig Defy EV: જબરદસ્ત ઇલેક્ટ્રિક SUV આ તારીખે થશે લોન્ચ, સિંગલ ચાર્જમાં 500Km ચાલશે
CNG વેરિઅન્ટની કિંમત રેગ્યુલર પેટ્રોલ મોડલ કરતાં લગભગ રૂપિયા 1 લાખ વધુ છે. પેટ્રોલ મોડલના સ્ટાન્ડર્ડ LXI વેરિઅન્ટની શરૂઆતની કિંમત માત્ર રૂપિયા 3.99 લાખ (એક્સ-શોરૂમ) છે. તેનું CNG મોડલ VXI પર આધારિત છે અને પેટ્રોલ VXI વેરિઅન્ટની કિંમત રૂ. 4.99 લાખથી શરૂ થાય છે. સામાન્ય રીતે CNG કારની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમાં CNG સિલિન્ડર હોવાને કારણે, બૂટ સ્પેસ લગભગ સમાપ્ત થઇ જાય છે, પરંતુ જો તમે બૂટ સ્પેસ વિશે ચિંતિત નથી તો તે તમારા માટે આર્થિક કાર સાબિત થઇ શકે છે.
મળશે આ ખાસ ફિચર્સ
Maruti Alto K10માં કંપનીએ 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપી છે જે Apple Car Play અને Android Auto ને સપોર્ટ કરે છે. આ સિવાય કીલેસ એન્ટ્રી, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ્સ, મેન્યુઅલ એડજસ્ટેબલ બહારના રિયર વ્યુ મિરર્સ જેવા ફિચર્સ ઉપલબ્ધ છે. બીજી તરફ, સુરક્ષાની દ્રષ્ટિએ, આ કારમાં ડ્યુઅલ એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન સાથે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ, રિયર પાર્કિંગ સેન્સર જેવી સુવિધાઓ મળે છે.
આ સમાચાર પણ વાંચો: લોન્ચ પહેલા ઇનોવા હાઇક્રોસની વિગતો આવી ગઇ છે સામે! એસયુવી સ્ટાઈલ લુક છે એટ્રેક્ટિવ
Join Our WhatsApp Community