News Continuous Bureau | Mumbai
Maruti Suzuki Invicto: મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડએ જાહેરાત કરી છે કે તેઓએ Invicto MPV બુક કરવાનું શરૂ કર્યું છે. શરૂઆતમાં આ MPVનું નામ Engage કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે રિપોર્ટ્સ અનુસાર, આ SUVનું નામ Invicto હોઈ શકે છે. નવી MPV ઉત્પાદકની મેઇન પ્રોડક્ટ હશે. એટલે કે મારુતિની લાઇનઅપમાં આ કાર સૌથી મોંઘી વ્હીકલ હશે. મારુતિ સુઝુકી 5 જુલાઈએ Invicto રજૂ કરશે. તે ટોયોટા ઈનોવા હાઈક્રોસને ટક્કર આપશે જેની સાથે તે તેનું પ્લેટફોર્મ શેર કરે છે. રસપ્રદ વાત એ છે કે, Toyota Invictoનું ઉત્પાદન અને મારુતિ સુઝુકીને સપ્લાય કરવામાં આવશે અને મારુતિની પ્રીમિયમ નેક્સા ડીલરશીપ દ્વારા વેચવામાં આવશે.
બુકિંગ ડિટેલ્સ
મારુતિ સુઝુકી ઇન્વિક્ટો MPV ખરીદવામાં ઇન્ટરસ્ટ ધરાવતા કસ્ટમર્સ 25,000 રૂપિયાની રકમ ચૂકવીને તેને બુક કરી શકે છે. કસ્ટમર્સ તેને મારુતિ સુઝુકીની વેબસાઈટ અથવા ડીલરશીપની નેક્સા ડીલરશીપ દ્વારા બુક કરાવી શકે છે.
એન્જિન પાવર અને ગિયરબોક્સ
મારુતિ સુઝુકી ઇન્વિક્ટો 2.0-લિટર પેટ્રોલ એન્જિન દ્વારા ઓપરેટેડ હશે જે બે કોન્ફીગ્રેશનનો, હાઇબ્રિડ અને નોન-હાઇબ્રિડમાં વેચવામાં આવશે. નોન-હાઈબ્રિડ એન્જિન 171 Bhp પાવર અને 205 Nm ટોર્ક જનરેટ કરે છે. તે CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવશે. જ્યારે એન્જિનનું હાઇબ્રિડ વર્ઝન 183 Bhpનું ઉત્પાદન કરશે અને તેને eCVT ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: CT Scan, MRI અને Xrayની નહીં પડે જરૂર, આઈ સ્કેનિંગથી જ ખ્યાલી આવી જશે રોગ!
લૂક અને ડિઝાઇન
ડિઝાઈનના મોરચે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મારુતિ સુઝુકી ઈનોવા હાઈક્રોસથી ઈન્વિક્ટોના દેખાવને અલગ પાડવા માટે બમ્પર અને ગ્રિલમાં ફેરફાર કરશે. એવી પણ શક્યતા છે કે ઉત્પાદક હેડલેમ્પ અને ટેલ લેમ્પ એલિમેટ્ન્સમાં કેટલાક ફેરફારો કરી શકે છે. ઇન્ટરનલ વસ્તુઓ વિશે વાત કરીએ તો, Invicto અલગ અપહોલ્સ્ટરી અને થોડી અલગ ફિચર્સના લિસ્ટ સાથે આવી શકે છે. જો કે મારુતિ સુઝુકીએ હજુ સુધી આ અંગે કોઈ કન્ફોર્મેશન કર્યુ નથી.
ફિચર્સ
નવી MPV 7 અને 8-સીટર કન્ફિગરેશનમાં સેલ થાય તેવી અપેક્ષા છે. ઉપરાંત, મારુતિ સુઝુકી અલગ વેરિઅન્ટ લાઇન-અપનો ઉપયોગ કરી શકે છે. ફીચર્સની દ્રષ્ટિએ, મારુતિ સુઝુકી ઈન્વિક્ટો એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો સાથે ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, એલઈડી હેડલેમ્પ્સ અને ટેલ લેમ્પ્સ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, પેનોરેમિક સનરૂફ અને વધુ મેળવી શકે છે.
કેટલો ખર્ચ થશે
Invicto મારુતિ સુઝુકીનું નવું ફ્લેગશિપ વ્હીકલ હશે, તેથી તે લાઇન-અપમાં ગ્રાન્ડ વિટારાથી ઉપર હશે. ગ્રાન્ડ વિટારા પણ ટોયોટા સાથે કો-ડેવલપ છે અને ટોયોટા તેને અર્બન ક્રુઝર હાઇરાઇડર તરીકે વેચે છે. મારુતિ સુઝુકી ઈન્વિક્ટોની કિંમતો હજુ જાહેર કરવામાં આવી નથી. જોકે, ટોયોટા ઈનોવા હાઈક્રોસની કિંમત રૂ. 18.55 લાખથી શરૂ થાય છે અને રૂ. 29.99 લાખ સુધી જાય છે. બંનેની કિંમત એક્સ-શોરૂમ છે. Invicto ની કિંમત પણ સમાન સીરીઝમાં હોવાની અપેક્ષા છે.