સૂચિત નિયમ હેઠળ, કંપનીઓએ સ્માર્ટફોનમાં પહેલેથી ઇન્સ્ટોલ કરેલી એપને દૂર કરવાનો વિકલ્પ આપવો પડશે. સરકારના આ નિર્ણયની અસર સેમસંગ, શાઓમી, વિવો અને એપલ જેવી કંપનીઓ પર પડશે. તેનાથી નવા ફોનના લોન્ચિંગ પર અસર પડી શકે છે.
સ્માર્ટ ફોન એપ સાથે સુરક્ષા સમસ્યા શું છે?
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે પહેલાથી ઇન્સ્ટોલ કરેલી એપ્સ સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ સાબિત થઈ શકે છે. તેને જાસૂસી માટે વાપરી શકાય છે. તેથી વિદેશી એજન્સીઓ તેનો ફાયદો ઉઠાવી શકે છે.
આ મામલે ચાઈનીઝ મોબાઈલ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. ગુપ્તચર એજન્સીઓએ હાલમાં જ સૈનિકોના પરિવારજનોને ચાઈનીઝ મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.
આ સમાચાર પણ વાંચો : કેનેડા વિઝા: કેનેડા 700 ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલશે, એજન્ટો દ્વારા છેતરપિંડીથી ભવિષ્ય અંધારામાં, શું છે સમગ્ર મામલો?
ભારતે ચીનની 300 એપ પર પ્રતિબંધ મૂક્યો છે. અન્ય ઘણા દેશોએ પણ ચાઈનીઝ એપ્સ પર કડક કાર્યવાહી કરી છે. અમેરિકા સહિત ઘણા દેશોએ Huawei જેવી કેટલીક ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
Join Our WhatsApp Community