News Continuous Bureau | Mumbai
OnePlus બે ફ્લેગશિપ સ્માર્ટફોન પર કામ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના નામ OnePlus 12 અને OnePlus Ace 2 Pro હશે. આ સ્માર્ટફોન્સને લઈને લીક્સ બહાર આવવાનું શરૂ થઈ ગયું છે અને કંપની પણ મોટી તૈયારીઓ કરી રહી છે. લેટેસ્ટ લીક્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે OnePlus 24GB રેમ સાથેનો ફોન લાવી રહ્યું છે.
OnePlus હવે Red Magic 8S Pro અને iQOO 11S સાથે કોમ્પિટિશન કરવા માટે તેનો નવો હેન્ડસેટ લોન્ચ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર તેનું નામ OnePlus Ace 2 Pro હોઈ શકે છે. તેના ફીચર્સ અંગે કંપની દ્વારા હજુ સુધી કન્ફોર્મ કરવામાં આવી નથી. હજુ એ સ્પષ્ટ નથી થયું કે 24GB રેમમાં કેટલી વર્ચ્યુઅલ રેમ હશે.
Qualcomm ના આવનારા પ્રોસેસર સાથેનો પહેલો ફોન
OnePlus Ace 2 Pro એ Qualcomm ના આગામી ચિપસેટ Snapdragon 8 Plus Gen 2 સાથે આવનાર પ્રથમ ફોન હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ પરથી આ માહિતી મળી છે.
આ સમાચાર પણ વાંચો : પ્રધાનમંત્રીના‘‘સમૃદ્ધ કૃષિ, સમૃધ્ધ કૃષક’’નુ સ્વપ્ન થયું સાકાર: રોપ ઉછેર કરી વર્ષે ૬ લાખથી વધુનો નફો મેળવતા રાજકોટનાં ખેડૂત
ટીપસ્ટરે કર્યો હતો દાવો
એક ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશને ચીની માઇક્રોબ્લોગિંગ સાઇટ Weibo પર પોસ્ટ કરીને OnePlus Ace 2 Pro વિશે દાવો કર્યો છે. તેમાં 24GB સુધીની રેમ અને 1TB સુધીની સ્ટોરેજ આપી શકાય છે. જો કે કંપની દ્વારા હજુ સુધી આ માહિતીની કન્ફોર્મ કરવામાં આવી નથી.
OnePlus Ace 2 Proના સંભવિત સ્પેશિફિકેશન
રિપોર્ટ્સ પર નજર કરીએ તો, ફોનમાં 6.74-ઇંચની કર્વ્ડ એજ OLED પેનલ આપવામાં આવી શકે છે, જે OPPO Reno 10 Pro+ જેવી જ હોઇ શકે છે. આ ડિસ્પ્લેમાં 1.5K રિઝોલ્યુશન અને 144Hz રિફ્રેશ રેટ જોવા મળશે.
OnePlus Ace 2 Pro સંભવિત કેમેરા સેટઅપ
OnePlus Ace 2 Pro માં, બેક પેનલ પર 50MP પ્રાઇમરી કેમેરા આપી શકાય છે. તે Sony IMX890 સેન્સર હશે અને ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન ઉપલબ્ધ હશે. આ હેન્ડસેટમાં 5,000mAhની બેટરી આપી શકાય છે. તેની સાથે 100W અથવા 150Wનું ફાસ્ટ ચાર્જર આપી શકાય છે.