ફોલ્ડેબલ અને ફ્લિપ સ્માર્ટફોન્સ નું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. સેમસંગ પછી, Oppo, Vivo અને Xiaomi જેવી બ્રાન્ડ્સે પણ તેમના ફોલ્ડિંગ ફોન લોન્ચ કર્યા છે. OnePlus એ તાજેતરમાં ફોલ્ડિંગ ફોનને પણ ટીઝ કર્યો છે, જે આ વર્ષના બીજા ભાગમાં લોન્ચ થઈ શકે છે.
હવે આ લિસ્ટમાં Realme પણ હવે એન્ટ્રી મારવા જઇ રહી છે. કંપની ફ્લિપ અથવા ફોલ્ડિંગ ફોન લોન્ચ કરી શકે છે. Realmeના વાઈસ પ્રેસિડેન્ટ માધવ સેઠે આવનારા ફોન વિશે એક હિંટ આપી છે. તેણે ટ્વિટર પર યુઝર્સને ફ્લિપ અને ફોલ્ડિંગ ફોન અંગેની પસંદગીઓ માટે પૂછ્યું છે.
ફોલ્ડ અથવા ફ્લિપ તમે શું પસંદ કરશો?
તેણે Realme Flip અને Realme Fold ને ટીઝ કર્યું છે. થોડા સમયથી દેશમાં ફ્લિપ અને ફોલ્ડિંગ ફોન નો ક્રેઝ વધ્યો છે. માધવ સેઠે ગુરુવારે ટ્વિટર પર યુઝર્સને પોલ કર્યો છે.
માધવ સેઠે ફોલોઅર્સ ને પૂછ્યું છે કે તમે કયો ફોલ્ડિંગ અથવા ફ્લિપ કયા ફોનનો યુઝ સૌથી વધુ પસંદ કરશો. આપને જણાવી દઇએ કે આ ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડે હજી સુધી પોતાનું કોઈ ફોલ્ડિંગ ડિવાઇસ લોન્ચ કર્યું નથી, પરંતુ એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં જ આપણે Realmeનો ફોલ્ડિંગ ફોન જોઈ શકીશું.
આ સમાચાર પણ વાંચો : ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝે કર્યા PM નરેન્દ્ર મોદીના ભરી-ભરીને વખાણ, કરી દીધો આવડો મોટો ખુલાસો
સેમસંગ આ સેગમેન્ટમાં પ્રભુત્વ ધરાવે છે
બ્રાન્ડે તેના સ્માર્ટફોનના સ્પેસિફિકેશન અંગે કોઈ માહિતી આપી નથી. કંપનીની સિસ્ટર ફર્મ OnePlus એ પણ તાજેતરમાં તેના ફોલ્ડિંગ ફોનને ટીઝ કર્યો છે, જે આ વર્ષના બીજા ભાગમાં લોન્ચ થઈ શકે છે. હાલમાં ફોલ્ડિંગ ફોનના માર્કેટમાં સેમસંગનો દબદબો છે. કંપનીએ Galaxy Z Flip 4 અને Galaxy Z Fold 4 લોન્ચ કર્યા છે.
તે જ સમયે, અન્ય બ્રાન્ડ્સે અત્યાર સુધી માત્ર ફોલ્ડિંગ માર્કેટમાં જ દસ્તક આપી છે, જ્યારે સેમસંગે અહીં પગ જમાવ્યો છે. એપલ અને ગૂગલ જેવી બ્રાન્ડ્સના ફોલ્ડિંગ ફોનની જ વાત છે. કંપનીઓ તેના પર કામ કરી રહી છે કે નહીં તે અંગે ઓફિશિયલ વિગતો વિગતો બહાર આવી નથી.
Realmeના ફોલ્ડિંગ અથવા ફ્લિપ ફોન Oppo દ્વારા પ્રેરિત થઈ શકે છે. કંપનીએ તેનો ફોલ્ડિંગ ફોન ભારતમાં રજૂ કર્યો હતો પરંતુ તેને તમામ વપરાશકર્તાઓ માટે લોન્ચ કર્યો ન હતો. એવી અટકળો છે કે Realme આ હેન્ડસેટને રિબ્રાન્ડ કરી શકે છે અને તેને ભારતમાં લોન્ચ કરી શકે છે.