Friday, March 24, 2023

સેમસંગ લાવ્યું ગજબનું ફિચર, AI તમારા બદલે ફોન પર કરશે વાત, જાણો સંપૂર્ણ વિગતો

Samsung Calling Features: સેમસંગ તેના યુઝર્સને ઘણા ફિચર્સ આપે છે, જે અન્ય એન્ડ્રોઇડ ફોનમાં ઉપલબ્ધ નથી. આવી જ એક સુવિધા Bixby વૉઇસ આસિસ્ટન્સની છે. એન્ડ્રોઈડ ફોનમાં ગૂગલ વોઈસ આસિસ્ટન્ટ ઉપલબ્ધ હોવા છતાં સેમસંગ તેના પોતાના વોઈસ આસિસ્ટન્ટ પણ ઓફર કરે છે. આ વૉઇસ આસિસ્ટન્સ તમારા માટે ફોન કૉલ પર પણ વાત કરી શકે છે.

by AdminH
Samsung Can Now Create an AI Copy of Your Voice to Answer Calls

News Continuous Bureau | Mumbai

Samsung Calling Features: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI આજે શું નથી કરી શકતું. કોઈનું ચિત્ર બનાવવું હોય કે પછી કોઈની ‘ટોક’ કરવી, આ તમામ કામો વિવિધ પ્રકારના AI બૉટ્સ દ્વારા કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને સર્ચ એન્જિન સાથે જોડવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં સ્માર્ટફોન કંપનીઓ પણ પાછળ રહેવા માંગતા નથી.

સેમસંગે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત એક નવા ફીચરની જાહેરાત કરી છે, જે ખૂબ જ રસપ્રદ છે. કંપનીએ AIને એક સ્ટેપ અપ લાવતા એક નવું ફીચર લોન્ચ કર્યું છે. તેની મદદથી, તમે તમારા અવાજનું અનુકરણ કરી શકો છો. આ ફીચર ફક્ત તમારા અવાજનું અનુકરણ નહીં કરે, પરંતુ ફોન પર તમારા પોતાના અવાજમાં વાત પણ કરશે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો આ ઉપયોગ ફોનને વધુ ઉપયોગી બનાવી શકે છે. બાય ધ વે, સેમસંગનું આ ફીચર તમામ પ્રદેશો અને યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું નથી. હાલમાં તે માત્ર કોરિયામાં જ એક્સેસ કરી શકાય છે.

કયા યુઝર્સને આ ફિચર મળશે?

કોરિયામાં સેમસંગે તેના વોઈસ આસિસ્ટન્ટ Bixby સાથે આ ફીચર એડ કર્યું છે. Bixby પર ફીચર ટેક્સ્ટ કોલ ઉપલબ્ધ છે. આ ફીચરની મદદથી ફોન ટેક્સ્ટ મેસેજ વાંચીને કોલનો જવાબ આપે છે. એટલે કે, જો કોઈ પ્રસંગે તમે બોલી શકતા નથી, તો તમારો મેસેજ ટાઈપ કરો અને Bixby તમારો મેસેજ વાંચશે અને બીજા યુઝર્સને જણાવશે.

હવે તમને તેમાં વધુ સારું ફિચર મળશે, કારણ કે કંપની તેને AI સાથે જોડી રહી છે. સેમસંગે ગુગલની એક જાહેરાત બાદ આ ફીચરની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો : અદાણી ગ્રુપની સમસ્યાઓનો નથી આવી રહ્યો અંત, વિદેશી બોન્ડની યીલ્ડમાં સતત વધારો

હકીકતમાં, ગૂગલે કહ્યું છે કે તે ફોન કોલિંગના કેટલાક ભાગોને સેલ્ફ ઓપરેટ કરવા માટે તેના વૉઇસ આસિસ્ટન્સ એટલે કે Google આસિસ્ટન્સનો ઉપયોગ કરી રહ્યું છે.

તમે આ ફિચરને ChatGPTની વધતી પોપ્યુલારિટી સાથે પણ જોડી શકો છો. સેમસંગનું નવું ફીચર એઆઈ ક્લોન નથી, જે આપમેળે તમારા અવાજમાં લોકો સાથે વાત કરવાનું શરૂ કરી દેશે. તેના બદલે તે ફક્ત તમારા આદેશ પર કામ કરશે.

સેમસંગનું નવું ફીચર કેવી રીતે કામ કરશે?

Samsung Bixby Custom Voice Creator દ્વારા, તમે તમારા અવાજમાં ઘણા વાક્યો રેકોર્ડ કરી શકો છો. તમે કૉલના જવાબમાં આ વાક્યોનો ઉપયોગ કરી શકો છો.

સેમસંગ આ ફીચર Bixby Text Callની જેમ રજૂ કરી રહ્યું છે. સેમસંગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આ AI-આધારિત ફીચર અન્ય સેમસંગ એપ્સ પર પણ ઉપલબ્ધ થશે. બાય ધ વે, એ હજુ સ્પષ્ટ નથી કે Bixby યુઝરના અવાજમાં ટેક્સ્ટ મેસેજ કોલ્સ વાંચશે કે તેના પોતાના અવાજમાં વાત કરશે.

આ સમાચાર પણ વાંચો :   ભારે સંકટમાં ફસાયેલ અદાણી ગ્રૂપ શ્રીલંકામાં કરશે રોકાણ, નાદાર જાહેર થયા બાદ દેશને પહેલીવાર મળ્યું ઇન્વેસ્ટમેન્ટ

 

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous